વેલી ઓફ ફ્લાવર્સ હમેશાથી મારા બકેટ લિસ્ટમા ટોચ પર રહ્યુ છે. પરંતુ ખબર નહિ કેમ અહિ એકલા ફરવા જવાના વિચારથી જ મને ડર લાગે છે. પણ આ વર્ષે તો જ્યારે કોઈ મારી સાથે આવવા તૈયાર ન થયુ ત્યારે હું પોતે જ અહિ જવા નીકળી પડ્યો.
મે અમુક ટ્રેક કમ્પનીઓના પેકેજ જોયા પણ એ બધા ખુબ મોંઘા હતા જેમા પુરા ટ્રેકનો ખર્ચો 8000-12,000 રુપિયા થતો હતો. એટલે મે મારી જાતે જ આ ટ્રેક કરવાનો નિર્ણય કર્યો. અને ઘણી બધી રિસર્ચ પછી મને આ ટ્રેક સોલો અને ઓછામા ઓછા રુપિયામા કઈ રીતે કરવો તેનો જબરદસ્ત પ્લાન મળ્યો.
જો વેલી ઓફ ફ્લાવર્સ તમારા બકેટ લિસ્ટમા પણ હમેશાથી ટોચ પર રહ્યુ છે પણ તમારામા એકલા જવાની હિમ્મત નથી તો ટ્રસ્ટ મી આ આર્ટિકલ વાચ્યા પછી તમારામા પણ એ હિમ્મત આવી જશે સૌથી મોટી વાત કે આ ટ્રેક કરવામા તમને માત્ર 2000 જ જોશે. તો ચાલો ટ્રેક શરુ કરીયે?
અહિ કેવી રીતે પહોંચવુ?
મે દિલ્હીથી મુસાફરી શરુ કરી અને સૌથી પહેલા ઋષિકેશ તરફ પ્રયાણ કર્યુ. ઋષિકેશથી મારે ગોવિંદ ઘાટ પહોંચવાનુ હતુ કેમ કે અહિથી જ ઘાંઘરિયા ટ્રેક શરુ થાય છે.
ગોવિંદ ઘાટથી ઘાંઘરિયાનુ અંતર 15 કિમી છે અને ત્યાથી વેલી ઓફ ફ્લાવર્સ સુધી 4 કિમીનો ટ્રેક છે. મે હેમકુંડ સાહિબ ગુરુદ્વારા સુધી પણ ટ્રેક કર્યો છે કે જે ઘાંઘરિયાથી 6 કિમીના અંતર પર સ્થિત છે.
આ એ રસ્તો છે જે મારા હિસાબથી વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક પર જવા માટે પર્ફેક્ટ છે:
દિલ્હી – ઋષિકેશ – ગોવિંદઘાટ – ઘાંઘરિયા – વેલી ઓફ ફ્લાવર્સ – ઘાંઘરિયા – હેમકુંડ સાહિબ – ઘાંઘરિયા – ગોવિંદ ઘાટ – બદ્રીનાથ – માના – ઋષિકેશ
વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક કરવાનો શ્રેષ્ઠ સમય
વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક જુનથી ઓક્ટોબર સુધી ખુલ્લુ હોય છે પરંતુ ફરવા જવાનો સૌથી શ્રેષ્ઠ સમય મીડ જુલાઈથી મીડ ઓગસ્ટ સુધીનો છે. તમને એ સમયે વિવિધ પ્રકારના ફુલો અને રંગો જોવા મળશે.
ટ્રસ્ટ મી, આ સમયે વેલી રંગીન ફુલોથી સજેલી હોય છે જે જોવામા વધુ સુંદર લાગે છે. હું અહિ ઓગસ્ટના પહેલા વીકમા ફરવા આવ્યો હતો અને એટલે જ હું ખુબ બધા સુંદર ફુલોને કેમેરામા કેદ કરી શક્યો છુ.
7 દિવસ માટે વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક
વેલી ઓફ ફ્લાવર્સ, હેમકુંડ સાહિબ ગુરુદ્વારા, માણા અને બદ્રીનાથ કવર કરવા માટે 1 વીક ઈનફ ટાઈમ છે.
તમે સાઉથ બાજુથી આવી રહ્યા હો અથવા ઋષિકેશ માટે કોઈ સીધુ સાધન નથી તો તમે સૌથી પહેલા દિલ્હી પહોંચો. દિલ્હી ભારતની રાજધાની છે અને અહિ ફરવા માટે ઘણા સુંદર ઐતિહાસિક સ્થળો અને સ્મારકો છે. એટલે જો તમારી પાસે સમય હોય તો તમે અહિ એક દિવસ રોકાઈ શકો છો અથવા તો સીધા ઋષિકેશ નીકળી શકો છો.
બીજા દિવસે વહેલી સવારે બદ્રીનાથ જવા વાળી બસ પકડો અને ગોવિંદઘાટ પર ઉતરી જાઓ. આ બસનુ ભાડુ લગભગ 400 રુપિયા જેટલુ થશે અને પહોંચતા લગભગ 9 થી 11 કલાક જેટલો સમય લાગશે. જો તમને સીધી બસ ન મળે તો તમે ચમોલી થી (300 રુપિયા) જોશીમઠ (100 રુપિયા) સુધી કોઈપણ બસ/ટેક્સી શેર કરી શકો છો. જોશીમઠથી તમને ગોવિંદઘાટ માટે ઘણી શેર ટેક્સી મળી જશે જેનુ ભાડુ 50 રુપિયા જેટલુ થશે.
સવારે 6 વાગ્યા આજુબાજુ ઘાંઘરિયા ટ્રેક માટે નીકળી જવુ યોગ્ય રહેશે. તમે ચાહો તો પુરા 15 કિમીનો ટ્રેક પણ કરી શકો છો અથવા તો પહેલા 4 કિમી પુલના ગામ સુધી એક શેર ટેક્સી કરી શકો છો. અહિ તમારે પોલિસ રજિસ્ટરમા એંટ્રી કરાવવી પડશે અને હેમકુંડ સાહિબ ગુરુદ્વારાથી પાસ લેવા પડશે.
પુલના ગામ સુધી શેર ટેક્સીનુ ભાડુ વ્યક્તિ દીઠ લગભગ 50 રુપિયા છે અને તમને ત્યા સુધી પહોંચવામા અંદાજે 20 મિનિટ જેટલો સમય લાગે છે. અહિથી ઘાંઘરિયા ગામ 11 કિમીના અંતરે છે. આ ટ્રેક પુરો કરવામા તમારી ફિટનેસ અને સ્પીડને ધ્યાનમા રાખી લગભગ 3-5 કલાક લાગી શકે છે.
બીજા દિવસે વહેલી સવારે જ વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક માટે નીકળી જવુ. અને હા સવારે 6 વાગે ક ગેટ પર પહોંચી ટીકીટ ખરિદી લો જેથી તમે વહેલા ટ્રેક શરુ કરી શકો. અહિની ટિકીટ 150 રુપિયા છે કે જે 3 દિવસ માટે માન્ય હોય છે.
ટિકીટ લીધા પછી તમારી ફુલોના પેરેડાઈઝમા જવા માટે 3.5 કિમી સુધીનો ટ્રેક કરવો પડશે. અને એક વાર અંદર ગયા પછી તમે વેલી એક્સપ્લોર કરવા માટે વધુ 2 કિમી અંદર જઈ શકો છો.
હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે સવારે 6 વાગ્યે ટ્રેક શરુ કરો. તમારી પાસે ઉપર ભાડેથી ખચ્ચર લેવાનો ઓપ્શન ઉપ્લબ્ધ છે જેનુ ભાડુ 500 રુપિયા જેટલુ હશે.
તમે 6 કિમીનો ટ્રેક પણ કરી શકો છો જેમા લગભગ 2.5-3 કલાક જેટલો સમય લાગી જશે કારણ કે આ ટ્રેક થોડો લામ્બો છે. રસ્તામા ખાવા પીવા માટે તમને દુકાનો પણ મળી રહેશે જેથી ઉપર ટ્રેકીંગ કરતી વખતે તમારે ઓછો સામાન ઉપાડવો પડે.
તમે ચાહો તો વસુંધરા ફૉલ્સ પણ એક્સપ્લોર કરી શકો છો. ત્યાથી પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિર જાઓ અને હા, ત્યાના ગરમ પાણીના કુંડમા ડુબકી લગાવવાનુ ભુલશો નહિ.
બીજા દિવસે સવારની ઋષિકેશ માટેની બસ બૂક કરાવી લો જે લગભગ 5:30-6 વાગ્યે ઊપડે છે, બદ્રીનાથમા એક રાત જરુર વિતાવો જેમા સાંજની આરતી અને રાત્રે આકાશમા ટમટમતા તારા જોવાનો મોકો મળશે.
બીજા દિવસે ઋષિકેશની બસ તમને લગભગ 9 થી 11 કલાકમા ઋષિકેશ પહોંચાડી દેશે જેનુ ભાડુ અંદાજે 450 રુપિયા છે. ઋષિકેશ બસ સ્ટેંડથી તમને 200-300 રુપિયામા દિલ્હી માટે કેટલીય બસો મળી રહેશે જે તમને 6-7 કલાકમા દિલ્હી પહોંચાડી દેશે.
આઈએસબીટી કાશ્મીર ગેટથી ઋષિકેશ માટે તમને 250-300 રુપિયામા બસ મળી રહેશે અને પહોંચવામા 6-7 કલાક જેટલો સમય લાગશે. જો તમે અહિ બપોરે કે સાંજે જ પહોંચી જાઓ છો તો કોઈ હોસ્ટેલમા એક રાત રોકાઈ પછી સવારની બસમા ગોવિંદઘાટ જઈ શકો છો.
હા, જો તમે લેટ નાઈટ પહોંચો છો તો હું તમને કોઈ હોસ્ટેલ કે હોટેલમા રોકાવાનુ સુચિત નહિ કરુ. તમે બસ સ્ટેન્ડના વેઈટીંગ રુમમા સુઈ શકો છો અને સવારે 4-4:30 વાગે બદ્રીનાથની બસ પકડી શકો છો. આ બસ ગોવિંદઘાટ થઈને જ ચાલે છે અને તમારે ટ્રેક માટે ત્યા જ ઊતરવાનુ છે.
અકોમોડેશન
ઋષિકેશમા કેટલીય હોસ્ટેલ છે જેનુ રેંટ 150-250 જેટલુ છે. તમે ઓનલાઈન બુક કરી શકો છો.
અને હા, જોશીમઠમા રોકાવાની સલાહ હું નહિ આપુ કારણ કે તમારે બીજા દિવસે સવારે વહેલુ ઊઠવુ પડશે. એટલે કોઈપણ રીતે રાત સુધીમા ગોવિંદઘાટ પહોંચી જવુ સરળ રહેશે જેથી તમે વહેલી સવારે ટ્રેક શરુ કરી શકો.
અકોમોડેશન
તમે ગોવિંદઘાટ ગુરુદ્વારા હેમકુંડ સાહિબમા રોકાઈ શકો છો. અહિ અકોમોડેશન ફ્રી છે અને સફાઈ પણ સારી હોય છે. અહિ તમને લંગરમા જમવાનુ પણ ફ્રી મા મળી રહેશે. આ પૈસા બચાવી બજેટમા રહેવાનો એક સારો વિકલ્પ છે.
રસ્તામા તમને ઘણી દુકાનો મળશે જ્યાથે તમે મેગી, પરાઠા વગેરે લઈ શકો છો. પણ અહિ નાસ્તો ખુબ મોંઘો હોવાથી સાથે ચોકોલેટ્સ અને બીજો સ્નેક્સ રાખવુ સારુ રહેશે.
ઘાંઘરિયાનો રસ્તો સીધો છે અને ખાસ કઈ અઘરો ટ્રેક નથી. માત્ર છેલ્લા 2-3 કિમી રસ્તો પુરો ઝુકેલો છે. પણ એમ તો ટ્રેક ઘણો સરળ છે.
અકોમોડેશન
ઘાંઘરિયામા વળી તમે હેમકુંડ સાહિબ ગુરુદ્વારામા રોકાઈ શકો છો. અહિ પીવા માટે ગરમ પાણી અને લંગરમા સ્વાદિષ્ટ ભોજન મળશે.
અહિ તમે લેગ્ગને કબર પર જઈ શકો છો અથવા નદી કિનારા સુધી વૉક પર જઈ શકો છો. તમને ફ્લાવર્સ વેલી સુધી પહોંચવામા લગભગ 1.5-2 કલાક અને પાર્કની અંદર 2-3 કલાક જેટલો સમય લાગી શકે છે. અહિ તમને ચા-પાણી કે નાસ્તાના કોઈ સ્ટૉલ્સ નહિ મળે એટલે લંચ અને નાસ્તો પાણી સાથે જ લઈ જાઓ.
પછી લગભગ 4-5 વગ્યા આજુબાજુ તમે વળી ઘાંઘરિયા ગામ સુધી ટ્રેક કરી ગુરુદ્વારામા એક રાત રોકાઈ શકો છો.
હેમકુંડ સાહિબ ગુરુદ્વારાનો ટ્રેક શાનદાર છે અને રસ્તામા તમને સુંદર પહાડો અને ઝરણા જોવા મળશે. તમને રસ્તામા મિલનસાર અને હેલ્પફુલ લોકોની સાથે રંગબેરંગી ફુલોની કમ્પની પણ મળશે.
તમે લંગર પરથી ગરમ ચા અને લંચ લઈ શકો છો. અહિ થોડો સમય આરામ કરવા મસ્ત જગ્યા શોધો અને હેમકુંડ સાહિબ પાસે ફોટોસ તો લેવાનુ બને છે. તમે અહિ ડુબકી પણ લગાવી શકો છો પણ હા, ધ્યાનથી હો! પાણી ખુબ ઠંડુ હોય છે જે તમને ધ્રુજારી છુટાવવા માટે ઈનફ છે.
હેમકુંડ સાહિબ ગુરુદ્વારાથી તમને 1.5-2 કલાક જેવુ થશે અને તમે એ જ દિવસે ગોવિંદઘાટ સુધી ટ્રેક કરી શકો છો.
અગર તમે ઘાંઘરિયામા વધુ એક રાત રોકાવ છો તો આજે તમે ગોવિંદઘાટ માટે ટ્રેક શરુ કરશો. સવારે 6:30 આજુબાજુ ટ્રેક શરુ કરશો તો 10-11 વાગ્યા સુધીમા પહોંચી જશો.
ત્યારબાદ તમે બદ્રીનાથ માટે બસ કે શેર્ડ ટેક્સી લઈ શકો છો જે તમને 30-45 મિનિટમા પહોંચાડી દેશે. બસનુ ભાડુ 30 રુપિયા છે અને ટેક્સીનુ ભાડુ બદ્રીનાથથી 50 રુપિયા થશે. અને હા, સવારે બદ્રીનાથ જવા માટે કોઈ બસ નહિ મળે એટલે પહેલાથી જ શેર્ડ ટેક્સી કરવી સરળ રહેશે.
બદ્રીનાથમા તમે માણા ગામ જઈ શકો છો જ્યા તમારે ફરવાનો વ્યક્તિ દીઠ લગભગ 100 રુપિયા જેટલો ખર્ચ થશે. અહિ તમને અલગ અલગ સ્થળૉ એક્સપ્લોર કરવામા 2-3 કલાક જેટલો સમય લાગી જશે.
અકોમોડેશન
તમને વ્યક્તિ દીઠ 200-400 રુપિયામા મંદિરનુ ગેસ્ટ હાઉસ કે અન્ય કોઈ હોટેલ્સ સરળતાથી મળી રહેશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.