હિલ સ્ટેશનની શોધમા પર્યટકો સામાન્ય રીતે મનાલી, મસૂરી, નૈનીતાલ જેવા પ્રસિદ્ધ સ્થળોએ જ જતા હોય છે. પણ શુ તમે કોઈ દિવસ લૈંસડાઉનનુ નામ સામ્ભળ્યુ છે? જો નથી સામ્ભળ્યુ તો પણ એ સ્વાભાવિક છે કારણ કે આ હિલ સ્ટેશન એટલુ ફેમસ નથી અને એટલે જ આ જગ્યા હજુ સુધી પ્રાકૃતિક સુંદરતાથી ભરેલી છે.
લૈંસડાઉન ખરેખરમા ઉત્તરાખંડનુ એક છુપાયેલુ રત્ન છે અને આજે આપણે લૈંસડાઉન પાસેની એક એવી જગ્યાની વાત કરવાના છીએ જ્યાનુ વાતાવરણ એટલુ શાંત છે કે તે ધ્યાન કરવા, સુકુન મેળવવા અને પ્રાકૃતિક સૂંદરતા નિહારવા માટે એક આદર્શ સ્થાન છે. હા તો અમે વાત કરી રહ્યા છીએ તાડકેશ્વર ધામની કે જે પૌડી ગઢવાલમા છે અને લૈંસડાઉનથી લગભગ 35 કિમી દુર છે.
પહાડોમા રોડ ટ્રીપની સૌથી મસ્ત બાબત એ હોય છે કે તમને મંત્રમુગ્ધ કરી દે તેવા નજારાઓ જોવા મળે છે. અને આવ જ કાંઈક નજારાઓથી ભરપુર છે લૈંસડાઉનથી તાડકેશ્વર મહાદેવ મંદિર સુધીનો એક સુંદર સફર..! તો ચાલો જઈએ રોડ ટ્રીપ પર..
લૈંસડાઉનથી તાડકેશ્વર મહાદેવ મંદિર
લગભગ એક કલાકના અંતરે અમે લૈંસડાઉનથી થોડા જ દુર નિકળ્યા કે અમને રસ્તામા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા... હરિયાળીથી ભર્યા ભર્યા પહાડો.. અને આ સુંદરતાને અડીને જતા વાદળો.. ખરેખર આ એક અદ્ભુત અહેસાસ હતો. અહિના વાતાવરણ વિશે સામ્ભળેલી વાતો સાચી સાબિત થઈ રહી હતી અને એવા જ મંત્રમુગ્ધ કરી દેતા નજારાઓ સાથે અમે કેટલીય વાર વાદળોની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા.
લગભગ એક કલાકની સુંદર જર્ની પછી અમે તાડકેશ્વર ધામના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા જ્યા પર્કિંગ માટે ઘણી જગ્યા હતી. પાર્કિંગથી મંદિર સુધી જવા માટે 10-15 મિનિટનો સરળ ટ્રેક હતો જે ગાઢ દેવદારના વૃક્ષોથી ઘેરાયેલો હતો.
તમારી જાણ ખાતર કહી દઈયે કે તાડકેશ્વર ધામ આદિકાળ 1500 વર્ષ જુનુ છે.
તાડકેશ્વર ધામ પ્રવેશદ્વાર
ટ્રેક પર થોડા આગળ ચાલ્યા બાદ તમને આ જગ્યાની સુંદરતાનો અહેસાસ થઈ જશે અને સાથે જ તમારે મન શાંતી અને સુકુનથી ભરાઈ જશે. થોડી ક્ષણોમા મંદિરના દર્શન થતા જ અમારા મનમા આ જગ્યાની પવિત્રતાનો અહેસાસ થઈ ગયો હતો. ચારેય બાજુ દેવદાર અને કેદારના વૃક્ષોની વચ્ચેથી વહેતી તાજી હવા તમને અલગ જ સવારનો અહેસાસ કરાવે છે.
લગબગ 1900 મીટરની ઊંચાઈ પર સ્થિત, તાડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાચિન પવિત્ર સ્થળોમાનુ એક માનવામા આવે છે જેને ભગવાન શિવને સમર્પિત સિદ્ધ પીઠોના રુપમા ઓળખવામા આવે છે. આ ઉત્તરાખંડ રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાનુ એક છે.
મંદિર ઘંટીઓથી ઘેરાયેલુ છે. એમા પાછુ મંદિર ઊંચાઈ પર અને જંગલની વચ્ચે સ્થિત છે. હલ્કી હલ્કી હવાને કારણે આ ઘંટીઓ વાગ્યા કરે છે. આ માત્ર આંખો અને કાન જ નહિ, મન પણ આ ઘંટીઓના અવાજ સામ્ભળીને પ્રફુલ્લિત થઈ ઊઠે છે.
મંદિરની ચારેય બાજુ લામ્બા લામ્બા કેદાર અને દેવદારના હાજારો વૃક્ષો અને પક્ષીઓના મધુર કલરવની વચ્ચે તમે થોડો સમય વ્યતિત કરશો તો તમારુ ત્યાથી જવાનુ મન જ નહિ થાય.
અમે અહિ આવીને મહેસુસ કર્યુ કે સુકુન માટે આનાથી વિશેષ સ્થળ બીજુ કોઈ ન હોય શકે.
અહિ દર વર્ષે ધુમધામથી મહાશિવરાત્રી ઊજવવામા આવે છે અને ખુબ મોટી સંખ્યામા ભક્તો પૂજા કરવા ઊમટી પડે છે. હજારો ઘંટીઓથી ઘેરાયેલ આ મંદિરમા ભક્તો દ્વારા ઘંટીઓ ચડાવવામા આવે છે. મંદિરની પાસે પર્યટકોને રોકાવવા માટે બે ધર્મશાળાઓ પણ છે.
તાડકેશ્વર મહાદેવનો મહિમા
તાડકેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેની પાછળ એક રોમાંચક કહાની છે જે તમે નીચેના ફોટામા વાંચી શકો છો.
ત્રિશુળ રુપી વૃક્ષ
મંદિરના પરિસરમા ત્રિશુળ આકારનુ વૃક્ષ છે જે ખરેખર દેખાવમા અદ્ભુત છે.
વધુ માહિતિ તમે અમારી યુટ્યુબ ચેનલ WE and IHANA પર જોઈ શકો છો.
અથવા તો અમારો તાડકેશ્વર મહાદેવનો વ્લોગ પણ જોઈ શકો છો.
તાડકેશ્વર મહાદેવ કેવી રીતે પહોંચવુ?
રોડ દ્વારા: કોટદ્વાર ઘણા શહેરોથી જોડાયેલુ છે. દિલ્હીથી કોટદ્વાર લગભગ 240 કિમી દુર છે અને કોટદ્વારથી લૈંસડાઉન 40 કિમી જેટલુ દુર છે. લૈંસડાઉનથી તાડકેશ્વર મહાદેવ 37 કિમી દુર છે.
ટ્રેન દ્વારા: નજીકનુ રેલ્વે સ્ટેશન કોટદ્વાર છે. ત્યાથી ટેક્સી કે સરકારી બસ દ્વારા તાડકેશ્વર મંદિર પહોંચી શકાય છે.
પ્લેન દ્વારા: સૌથી નજીકનુ એરપોર્ટ જૌલીગ્રાંટ એરપોર્ટ, દહેરાદુન છે કે જે લૈંસડાઉનથી લગભગ 150 કિમી દુર છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.