નો-ફલાય ઝોન, જેનું બીજું નામ નો-ફ્લાઇટ ઝોન પણ છે, એ વિશ્વના એવા વિસ્તારો છે જ્યાં ’90ના દાયકા પછી વિમાન ઉડાડવા પર પ્રતિબંધ છે. આવી જગ્યાઓનો મૂળ હેતુ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં કાબૂ રાખીને રાષ્ટ્રીય સુરક્ષા (નેશનલ સિક્યોરીટી) જાળવવાનો છે. નો-ફલાય ઝોનના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ પણ વિમાનને ગોળી મારીને પાડી દેવામાં આવે છે.
નો-ફલાય ઝોનની શું કામ રચના કરવામાં આવી?
આમ તો આ પાછળ ઘણા કારણો જવાબદાર છે પણ તેનું મુખ્ય કારણ તે ઝોનની ભૂમિ પર વસતા હુમલો કરતાં લોકો છે, આવા લોકો સ્થાનિકો પણ હોય શકે અથવા દેશના ખૂબ સંવેદનશીલ ક્ષેત્રમાં સેનાની ફરજ બજાવતા સૈનિકો પણ હોય શકે.
નો-ફલાય ઝોનને કારણે દુશ્મનોની હુમલો કરવાની સંભાવના ઓછી થઈ જાય છે, અને જો કરે તો પણ યોગ્ય વળતો પ્રહાર કરવાની અહીં છૂટ મળે છે જેથી નાગરિકોની સુરક્ષા જળવાઈ શકે.
વિશ્વના અમુક ચોક્કસ વિસ્તારોમાં નો-ફલાય ઝોન શું કામ છે?
જે દેશના દુશ્મન દેશો સબળ વાયુ સેના ધરાવતા હોય ત્યાં હવાઈ હુમલાઓ થવાની શક્યતા વધુ હોય છે. દેશની વાયુ સેનાએ આ માટે પુષ્કળ જોગવાઇઓ રાખવી પડે છે. નો-ફલાય ઝોન જાહેર કરવાથી તે આકાશ નીચે આવેલી જમીન પર માત્ર પાયાની જરૂરીયાતો સાચવવાથી કામ થઈ જાય છે.
કેટલાક ક્ષેત્રો કુદરતી રીતે ખતરનાક હોય તો અથવા જ્યાં સહેજ પણ પ્રદૂષણ ન થવું જોઈએ તેવી જગ્યાઓ પણ નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે. તે ઉપરાંત, કોઈ ખાસ કાર્યક્રમ માટે ત્યાંનાં આકાશને કેટલાક ચોક્કસ સમય માટે નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં વિશ્વના નો-ફલાય ઝોન:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશ્વમાં નીચે મુજબ નો-ફલાય ઝોન આવેલા છે.
ક્યુબા
ક્યુબામાં રોજીંદી નિશ્ચિત ફ્લાઇટ્સ સિવાય અન્ય કોઈ પણ વિમાનના ઉડવા પર પ્રતિબંધ છે.
તિબેટ
વિશ્વમાં કુદરતી કારણોસર બનેલા નો-ફલાય ઝોનમાં તિબેટનો સમાવેશ થાય છે. આ માટે હિમાલયના ઊંચા શિખરો અને અતિશય ઠંડુ વાતાવરણ જવાબદાર છે. અલબત્ત, કોઈ પણ વિમાન આવી પરિસ્થિતિમાં ઊડી શકે તેવું જ બનાવવામાં આવ્યું હોય છે પણ મુસાફરોની સુરક્ષા માટે આ વિસ્તારમાં કોઈ પણ પ્લેન ઉડાડવામાં આવતું નથી.
ફિનલેન્ડ
સુરક્ષાના કારણોસર Loviisa and Olkiluoto નામનાં બે શહેરોમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટની ઉપર નો ફલાય ઝોન છે. ઉપરાંત Kilpilahti શહેરમાં આવેલી રિફાઇનરી ઉપર પણ નો-ફલાય ઝોન છે.
ફ્રાંસ
રાજધાની પેરિસ આખું નો-ફલાય ઝોન છે. વિશેષ કિસ્સાઓ (જેમ કે એર એમ્બ્યુલન્સ)માં ખાસ પરવાનગી દ્વારા અહીં વિમાન ઊડી શકે છે.
હંગેરી
આ દેશમાં બુડાપેસ્ટ, પાર્લામેન્ટ બિલ્ડિંગ, બુડા કેસલ, હંગેરી નેશનલ બેન્કનું વડુમથક, ડિફેન્સ ફોર્સની જગ્યાઓ, નેશનલ પાર્કસ વગેરે જગ્યાઓ નો-ફલાય ઝોન છે.
ભારત
આપણા દેશમાં દેશની સાંસદ, પ્રધાનમંત્રી નિવાસ, દિલ્હીની નજીકમાં આવેલી ડિફેન્સની અમુક સંવેદનશીલ જગ્યાઓ, પદ્મનાભ મંદિર, તાજમહેલ, વગેરે જગ્યાઓ નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવી છે.
પેરૂ
યુનેસ્કો વિશ્વ વારસામાં સ્થાન ધરાવતી પેરૂની ઐતિહાસિક જગ્યા Machu Picchuને વર્ષ 2006 થી નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવી છે.
યુનાઈટેડ કિંગડમ
અહીં The Sellafield Nuclear Site in Cumbria, Winfrith nuclear research site, BAE Systems, RNAD Coulport / HMNB Clyde Faslane, Dounreay Nuclear Power Development Establishment, Buckingham Palace, Windsor Castle, Houses of Parliament, and Downing Street જેવી જગ્યાઓ નો-ફલાય ઝોન છે.
યુનાઈટેડ સ્ટેટ્સ
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં Disney World, Thurmont, Maryland, Amarillo, Texas, Pantex nuclear factory, Bush Ranch, Naval Submarine Base Kings Bay, Naval Base Kitsap in Washington, Washington, D.C., U.S. Capitol, White House, and Naval Observatory, Bush compound near Kennebunkport, Maine, Mount Vernon, Virginia, home of George Washington, Boundary Waters Canoe Area Wilderness in northern Minnesota જેવી જગ્યાઓ નો-ફલાય ઝોન છે.
નો-ફલાય ઝોન નાબૂદ થવાની શક્યતાઓ:
કોઈ પણ રાષ્ટ્રની સુરક્ષા માટે નો-ફલાય ઝોન એક મહત્વનું પગલું છે. કેટલીક મહત્વની જગ્યાઓની કાળજી રાખવા નો-ફલાય ઝોન અનિવાર્ય છે.
.