અત્યાર સુધી તમે સંયુક્ત આરબ અમીરાતને બુર્જ ખલિફાના નામથી જાણતા હશો. પરંતુ હવે તેને હિંદુ મંદિર માટે પણ ઓળખતા થશો. બુધવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબૂધાબીમાં પ્રથમ BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદીએ કર્યું મંદિરનું ઉદ્ઘાટન
જ્યારથી પીએમ મોદીએ UAEમાં હિંદૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારથી દરેક જગ્યાએ ફક્ત આ મંદિરની જ ચર્ચા થઇ રહી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે હું 2015માં અહીં આવ્યો તો લાખો ભારતીયોએ રાષ્ટ્રપતિની સામે અબૂધાબીમાં એક હિંદૂ મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે તરત માની ગયા. વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે કે હું પહેલા અયોધ્યામાં રામ મંદિર અને હવે યુએઇમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું. મોદીએ પોતાને મા ભારતીના પુજારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હાલમાં જ મને મારા મિત્ર કહી રહ્યા હતા કે હું તો સૌથી મોટો પુજારી છું.
મહત્વનું છે કે આ વિશાળ મંદિર એક મુસ્લિમ દેશમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં ભારતીય દૂતાવાસ (Indian Embassy)ના જણાવ્યા અનુસાર 26 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસતી અનુસાર 30% ટકા છે. આજના આ આર્ટિકલમાં અમે આ મંદિર સાથે જોડાયેલી 5 ખાસ વાતો જણાવીશું.
જાણો મંદિરની ખાસિયત
27 એકરમાં ફેલાયેલા આ મંદિરને બનાવવામાં કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મંદિરનું નિર્માણ 2019થી ચાલી રહ્યું હતું. આ મંદિર દુબઇ-અબૂ ધાબી શેખ જાયદ હાઇવે પર બનાવાયું છે. હાઇવેને અડીને આવેલું અલ વાકબા અબૂ ધાબીથી અંદાજે 30 મિનિટના અંતરે છે. આ મંદિરને બનાવવામાં 18 લાખ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સંગેમરમરના પથ્થરોથી બનાવાયું છે. મંદિર માટે મોટી સંખ્યામાં રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઉત્તરી રાજસ્થાનથી અબૂ ધાબી લાવવવામાં આવ્યા હતા. આ મંદિરમાં રાજસ્થાનની કોતરણી કળાને પણ સ્થાન મળ્યું છે.
રાજસ્થાનના મકરાણાના ગામના કારીગરોએ મંદિરને બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. મંદિરમાં હિંદૂ ધર્મની સાથે સાથે કુરાનની કહાનીઓ પણ કોતરવામાં આવી છે.
મંદિરમાં ઇંપ્રેસિવ થ્રી ડીનો અનુભવ થશે જેને પારસી સમાજે શરૂ કરાવ્યો, લંગરની જવાબદારી શીખ ભાઇઓએ લીધી છે. મંદિરના નિર્માણમાં દરેક ધર્મના લોકોએ કામ કર્યું છે. મંદિરની સાત મીનારો યુએઇના ૭ અમીરાતોંનું પ્રતિક છે. મંદિરમાં ૪૦૨ સ્તંભ છે. આ મંદિરની જમીન એક મુસ્લિમ શાસકની માલિકીની હતી, જેને તેઓએ મંદિર માટે દાન કરી દીધી હતી.
આ મંદિરના ચીફ આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી, પ્રોજેક્ટ મેનેજર એક શીખ છે જ્યારે ફાઉંડેશનલ ડિઝાઇનર એક બૌદ્ધ છે. મંદિરનું નિર્માણ જે કંપનીએ કર્યું તે એક પારસી ગ્રુપ છે જ્યારે તેના ડાયરેક્ટર જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. આમ તમામ ધર્મોને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંદિરમાં સાત શિખર તૈયાર કરાયા છે. જેમાં ભગવાન રામ, શિવ, જગન્નાથ, કૃષ્ણ, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાની મુર્તીઓ સ્થાપિત કરાઇ છે. સાથે જ સ્વામીનારાયણનો પણ સમાવેશ કરાયો છે. મંદિરમાં રામાયણ અને મહાભારત સહિત ભારતની ૧૫ વાર્તાઓ ઉપરાંત માયા, એજટેક, મિસ્ર, અરબી, યૂરોપીય, ચીની અને આફ્રિકી સભ્યતાઓની વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે. મંદિરમાં શાંતિ અને સૌહાર્દનું ગુંબજ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.
મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે. મંદિરમાં પથ્થરની કોતરણી ફક્ત ભારતના શિલ્પકારો દ્વારા કરવામાં આવી છે. આ મંદિર બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સંસ્થાના વિશ્વભરમાં 1200 થી વધુ મંદિરો છે. આ સંસ્થાએ દિલ્હી અને ગુજરાતમાં અક્ષરધામ મંદિરો બનાવ્યા છે. અબુધાબીમાં બનેલા આ મંદિર માટે UAE સરકારે ઓગસ્ટ 2015માં 13.5 એકર જમીન આપી હતી. ત્યારબાદ 2019 માં, બીજી 13.5 એકર જમીન ભેટમાં આપવામાં આવી. આ રીતે મંદિર માટે કુલ 27 એકર જમીન આપવામાં આવી હતી.
અબુ ધાબીમાં મંદિરની કલ્પના BAPS પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 5 એપ્રિલ 1997ના રોજ કરવામાં આવી હતી. તેમનું માનવું હતું કે અબુધાબીમાં પણ મંદિર હોવું જોઈએ, જેથી દેશ, સંસ્કૃતિ, સમુદાય અને ધર્મ નજીક આવી શકે.
અબુ ધાબીના મંદિરના 7 તબક્કા
- પ્રથમ તબક્કોઃ ઓગસ્ટ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મંદિર અંગે ચર્ચા કરવામાં આવી હતી. UAE સરકારે મંદિર માટે જમીન ભેટ આપવાની જાહેરાત કરી.
- બીજો તબક્કોઃ ફેબ્રુઆરી 2018 માં, BAPS પ્રતિનિધિઓ શેખ મોહમ્મદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. મંદિરના બે મોડલ બતાવવામાં આવ્યા. શેખ મોહમ્મદે મંદિરનું ભવ્ય મોડેલ પસંદ કર્યું. આ જ મહિનામાં ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું.
- ત્રીજો તબક્કો: એપ્રિલ 2019માં, મંદિરનો શિલાન્યાસ કે પાયો નાખવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન UAE સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા. જેમાં હજારો ભક્તોએ પણ ભાગ લીધો. મંદિરનું નિર્માણ એ જ વર્ષે ડિસેમ્બરથી શરૂ થયું.
- ચોથો તબક્કો: નવેમ્બર 2021માં 'પ્રથમ શિલા સ્થાપના સપ્તાહ' ઉજવવામાં આવ્યું. મે 2022માં 'મહાપીઠ પૂજાવિધિ' થઈ. આ સમય દરમિયાન મંદિરના પહેલા માળે કોતરવામાં આવેલો પહેલો પથ્થર મૂકવામાં આવ્યો હતો.
- પાંચમો તબક્કોઃ સપ્ટેમ્બર 2022 માં, મંદિરનો પ્રથમ માર્બલ સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દિવસે ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વિશેષ અનુષ્ઠાન કર્યું.
- છઠ્ઠો તબક્કોઃ નવેમ્બર 2023 માં, મહંત સ્વામી મહારાજે અમૃત કળશ અને ધ્વજની વૈદિક વિધિ કરી. બાદમાં મંદિરના સાત શિખરો પર આ ભઠ્ઠીઓ સ્થાપિત કરવામાં આવી.
- સાતમો તબક્કોઃ 14 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ સમય દરમિયાન 42 દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. અબુધાબીમાં આ પહેલું હિન્દુ મંદિર છે.
મંદિરના પ્રવેશદ્વારમાં આઠ પ્રતિમાઓ છે જે સનાતન ધર્મના આઠ મૂલ્યોનું પ્રતીક છે. મંદિરનું એમ્ફી થિયેટર બનારસ ઘાટના આકારમાં બનાવવામાં આવ્યું છે જેથી લોકો ત્યાં ભારતીયતાનો અનુભવ કરી શકે. જ્યારે લોકો એમ્ફીથિયેટરમાં જાય છે, ત્યારે તેઓ પાણીના બે પ્રવાહો જોશે જે પ્રતીકાત્મક રીતે ભારતની ગંગા અને યમુનાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિવેણી સંગમ જેવો દેખાવ આપવા માટે, મંદિરમાંથી પ્રકાશનું કિરણ નીકળશે જે પ્રતીકાત્મક રીતે સરસ્વતી નદીને દર્શાવશે. મંદિરની દિવાલો પર ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કોતરવામાં આવ્યા છે જે યુએઈનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન સ્વામિનારાયણના મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની 250 થી વધુ વાર્તાઓ કોતરવામાં આવી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો