આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક

Tripoto

રોડટ્રીપ દ્વારા પ્રવાસની મજા છે એ વાત સૌ પ્રવાસીઓ જાણતા જ હશે. પરંતુ અમુક અંશે રોડટ્રીપમાં કેટલીક મર્યાદાઓ પણ આવી જાય છે. તમારી કાર લઈને સેલ્ફ-ડ્રાઈવ કરીને તમે તમારી મૂળ જગ્યાએથી ખૂબ લાંબા અંતરનો પ્રવાસ કરવા ઈચ્છો તો એ એક મુશ્કેલ પ્રવાસ બની શકે છે.

Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 1/12 by Jhelum Kaushal

તમે તમારા ઘરથી દૂર રહીને પણ સેલ્ફ-ડ્રાઈવ દ્વારા રોડટ્રીપનો આનંદ મેળવવા ઇચ્છતા હોવ તો આજના આધુનિક સમયમાં એ શક્ય છે.

નવેમ્બર 2021માં અમે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે વતન ભાવનગરની સાથોસાથ અમદાવાદમાં મિત્રો સાથે એક-બે દિવસ વિતાવવા માંગતા હતા. અમે મિત્રને ત્યાં રોકાયા તો ખરા, પણ અમારે 4 લોકોને ફરવા માટે વાહનની સમસ્યા ઉદ્ભવી. રજાનો સમય હતો એટલે અન્ય પરિચિતો પાસે કાર માંગવુ યોગ્ય ન લાગ્યું. પરિણામે અમે લેટેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમે દોઢ દિવસ માટે ઝૂમ કાર ભાડે લીધી.

આશરે 2 વર્ષ પછી અમે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એટલે પહેલા દિવસે તો બપોરથી રાત શહેરમાં જ ફર્યા. સૌના મનપસંદ એવા રિવરફ્રન્ટે સાંજ વિતાવીને અમારી પ્રિય રેસ્ટોરાંમાં જમીને પાછા ફર્યા. બીજા દિવસે અમે અમદાવાદ નજીક એક દિવસના નાનકડા પ્રવાસે જવાના હતા.

Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 2/12 by Jhelum Kaushal

વન-ડે આઉટિંગ:

અમદાવાદથી આ આઉટિંગની શરૂઆત થઈ અને ફર્સ્ટ સ્ટોપ હતું ગાંધીનગર. ગુજરાત બહાર ગરમાગરમ ફાફડા-જલેબીનો નાસ્તો મેળવવો એ લકઝરી ગણાય છે. જમશેદપુરમાં અમને આ લકઝરી નથી મળતી તેથી ગાંધીનગરમાં અમે ફાફડા, ગાંઠિયા, પૌવા અને ચાનો નાસ્તો કર્યો. આમ તો ગુજરાત આવતાની સાથે જ અમે ખૂબ સારા મૂડમાં આવી જઈએ છીએ, આપણો ટ્રેડિશનલ નાસ્તો કરીને ખૂબ મજા પડી ગઈ.

Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 3/12 by Jhelum Kaushal

મોઢેરા

ગાંધીનગરથી નીકળીને અમે સીધા પહોંચ્યા મોઢેરા. ગુજરાતના સૌથી આકર્ષક પર્યટન સ્થળોમાંનું એક એવા મોઢેરાનાં સુર્ય-મંદિરની મુલાકાત. 25 વર્ષ ગુજરાત રહીને જ બહાર નીકળ્યા હોવા છતાં અમે તે દિવસે પહેલી વાર મોઢેરાનાં સુર્ય-મંદિર જોઈ રહ્યા હતા. આ મંદિરની ભવ્યતા, બનાવટ અને નકશીકામ જોઈને આપણા ગૌરવવંતા વારસા પર ગર્વ થયા વિના ન રહે! મોઢેરાના મંદિરની તો ઘણા લોકો મુલાકાત લેતા હશે પણ તેની ગેલેરી પણ ખાસ જોવા લાયક છે. અહીં મુઘલો દ્વારા ખંડિત કરવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓ જેમની તેમ સાચવવામાં આવી છે.

Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 4/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 5/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 6/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 7/12 by Jhelum Kaushal

ફોટોઝ માટે તો મોઢેરાનું સુર્ય મંદિર શ્રેષ્ઠ છે એ આપણે સૌ જાણીએ જ છીએ, પણ તેનું ઐતિહાસિક મહત્વ પણ સમજવા જેવું છે. આપણા દેશમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં સુર્ય-મંદિરો આવેલા છે અને મોઢેરાનું સુર્ય-મંદિર સાચે જ એક બેજોડ મંદિર છે.

પાટણ

એક ઐતિહાસિક સ્થળથી વધુ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી અમે. પાટણની રાણી કી વાવ. મહારાણી ઉદયમતી દ્વારા પોતાના પતિની યાદમાં બનાવવામાં આવેલી એક અદભૂત વાવ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી આ જગ્યા સાચે જ ખૂબ શાનદાર છે.

Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 8/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 9/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 10/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 11/12 by Jhelum Kaushal
Photo of આ રીતે તમે પણ કરી શકો છો અમદાવાદથી ઝૂમ કારમાં વન ડે પિકનિક 12/12 by Jhelum Kaushal

સાયન્સ સિટી

અમે આ પ્રવાસ કર્યો તે દિવસે સોમવાર હતો તેથી સાયન્સ સિટી બંધ હતું. અમે નહોતા જઈ શક્યા પણ આ રૂટ પર એક દિવસના પ્રવાસમાં સાયન્સ સિટીની એક ક્વિક વિઝિટ પણ સામેલ કરી શકાય છે.

ઝૂમ કાર દ્વારા પ્રવાસ કરવાના ફાયદાઓ:

અમને સૌને ઝૂમ કારમાં પ્રવાસ કરવાની ખૂબ મજા આવી. તેનું સૌથી મોટું કારણ તો એ કે આપણે સ્વતંત્ર રીતે આપણી મરજી પ્રમાણે જગ્યાઓ નક્કી કરીને જઈ શકીએ છીએ અને આપણી મરજી અનુસાર સમય વિતાવી શકીએ છીએ. પૂર્વયોજિત પ્રવાસમાં કોઈ ફેરફાર કરવો હોય તો તેને પણ અવકાશ રહે છે. ડ્રાઈવર ન હોવાથી મિત્રો કે પરિવારજનો સાથે મુક્તમને વાતચીત કરી શકાય છે.

ઝૂમ કાર દ્વારા કાર રેન્ટલ વિષે માહિતી:

અમે ઝૂમ કાર એપ્લિકેશન વડે એક સ્વિફ્ટ કાર એક દિવસ માટે રેન્ટ પર લીધી હતી.

એક દિવસ માટે આ કારનું ભાડું 2700 રૂ હતું જેમાં પેટ્રોલ સામેલ નથી.

કાર પોતાના કબજે કરતાં પહેલા કારની અંદર તેમજ બહારનો કાળજીપૂર્વક વિડીયો લેવો હિતાવહ છે. આમ કરવાથી કારમાં પહેલેથી જ કોઈ ક્ષતિ હોય તો તેની જવાબદારી આપણા શિરે આવતી નથી.

કાર મેળવવા માટે બે વિકલ્પ હોય છે. આપણે જાતે જઈને તેમના સરનામેથી કાર લઈ શકીએ છીએ અથવા 150 રૂ વધુ લઈને તે લોકો આપણે કહીએ તે સરનામે કાર પહોંચાડે છે. આમાં શરત એટલી જ કે કારનું પિકઅપ અને ડ્રોપ લોકેશન એક જ રહે છે, એટલે કે જો તમે તેમના સરનામેથી કાર લેવાનું નક્કી કરો તો સમય પૂરો થાય એ પહેલા ત્યાં જ પરત કરવી પડે છે. અને જો તમે કોઈ અન્ય જગ્યાએ કાર મેળવવા માંગો તો સમય પૂરો થતાં ફરીથી એ જ જગ્યાએ કાર પહોંચાડી દેવી જરૂરી છે.

જો તમે તમારા સરનામે કાર મેળવવા ઈચ્છો તો એપ્લિકેશન પર ઓર્ડર ફાઇનલ કર્યા પછી તમારા સરનામે કાર આવતા 3 કલાક જેટલો સમય લાગી શકે છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads