3500 મીટરની ઊંચાઇ પર સ્થિત યુમથાંગ વેલીની તુલના મોટાભાગે સ્વિટ્ઝરલેન્ડની ખીણો સાથે કરવામાં આવે છે. સિક્કિમ ફરતી વખતે તમારી યાદીમાં સૌથી પહેલા સ્થાન પર તે હોવી જોઇએ. દુનિયાભરના પ્રવાસીઓ આ ખીણની અજાણી અને સુરમ્ય સુંદરતાને જોવા માટે અહીં આવે છે જે અહીં ખૂણે ખૂણા સુધી ફેલાયેલી છે. યુમ્થાંગ વેલીમાં ચારો બાજુ તમને લીલાછમ જંગલો, ખળ ખળ વહેતી નદીઓની નાની ધારાઓ અને બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળે છે જેને જોઇને તમારુ મન ભરાઇ જશે.
યુમથાંગ
નવી દિલ્હીથી યુમથાંગ વેલી કેવી રીતે જશો?
હવાઇ માર્ગ દ્વારાઃ સિક્કિમથી સૌથી નજીકનું એરપોર્ટ પશ્ચિમ બંગાળના બાગડોગરામાં છે. તમે દિલ્હીથી બાગડોગરા જતી કોઇપણ ફ્લાઇટ પકડી શકો છો જે આખો દિવસ ઉડાન ભરતી રહે છે. એરપોર્ટ પર ઉતરીને પ્રી-પેઇડ કે શેરિંગ ટેક્સ લઇ શકો છો જે તમને ગંગટોક પહોંચાડી દેશે. બાગડોગરાથી ગંગટોકનું અંતર 124 કિ.મી. એટલે કે 4 કલાક છે.
રેલવે દ્વારા : ગંગટોકથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી છે. જે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં આવેલું છે. જે ગંગટોકથી 150 કિ.મી. દૂર છે. રેલવે દ્વારા નવી દિલ્હીથી ન્યૂ જલપાઇગુડી પહોંચવામાં લગભગ 21 કલાકનો સમય લાગે છે. અહીંથી ગંગટોક જવા માટે તમે સરકારી કે ખાનગી બસમાં જઇ શકો છો જે તમને 6 કલાકમાં પહોંચાડી દેશે.
રોડ માર્ગે: રોડ માર્ગે ગંગટોક ત્યારે જ જાઓ જો તમે ઉત્તર પૂર્વના રાજ્યોમાં રહેતા હોવ કે પશ્ચિમ બંગાળમાં
Day 1
ગંગટોક
ગંગટોકથી લાચુંગ તરફ નીકળી પડો જે ગંગટોકથી 118 કિ.મી. દૂર છે અહીં સુધી જવામાં તમારે રોડ દ્વારા 4 કલાકને 30 મિનિટનો સમય લાગશે. લાચુંગ જવા માટે ટેક્સી કે બસ સૌથી સારુ સાધન છે. વળાંકદાર રસ્તાની સાથે જ વહેતી શાનદાર તિસ્તા નદીના મનોરમ દ્રશ્યોનો આનંદ લો. લાચુંગમાં જોવાલાયક ઘણુંબધુ છે એટલે ગંગટોકમાં જલદી જ પ્રસ્થાનનો પ્રબંધ કરો.
Day 2
લાચુંગ
હવે તમે 2700 મીટરની ઊંચાઇ પર સ્થિત શાંત પહાડી ગામમાં બેઠા હશો. ગામની સુરમ્યતામાં ખોવાઇ જાઓ અને પછી સુંદર લાચુંગ મઠ, નાગા તેમજ ભીમ નાળા ઝરણાં બાજુ નીકળી જાઓ. લાચુંગના જંગલી ફૂલોની જાતો તમને યુમ્થાંગ વેલીની કહાની રજૂ કરે છે. તો કેમેરા ઉઠાવો અને રોટોડેંડ્રોન ફૂલો અને સિક્કિમ એસ્ટર ફૂલોની સુંદરતાને ટેકનીકના માધ્યમથી કેમેરામાં કેદ કરી લો. રાતે લાચુંગમાં જ રોકાઇ જાઓ. બજેટમાં રોકાવા માટે તેન્સિંગ રિટ્રીટ કે હોટલ ગોલ્ડન વેલીને પસંદ કરી શકો છો. સારા અનુભવ માટે ઇચ્છો તો હિમાલયન રેસિડેન્સી કે મેગલનના એપ્પલ વેલીમાં આ રૂમ બુક કરી શકો છો.
Day 3
યુમ્થાંગ
લાચુંગથી યુમથાંગ વેલીની તરફ જાઓ તો ફક્ત 25 કિ.મી. દૂર છે અને 3564 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. રસ્તો વેલીની અંદર સુધી જાય છે પરંતુ અમારુ માનીએ તો વેલીમાં ફરવા માટે પગપાળા જ નીકળી પડો. લોભામણા દ્રશ્યોની સાથે તમારુ વેલીમાં સ્વાગત થશે.
રૉડૉડેનડ્રનના ફૂલોનું માનીએ તો કોઇએ ચાદર પાથરી દીધી હોય. આટલા રંગોના ફૂલોને જોઇને એવું લાગે છે જાણે કોઇએ ઇન્દ્રધનુષને આકાશમાંથી તોડીને યુમ્થાંગની જમીન પર લગાવી દીધા હોય. ફૂલોની આટલી બધી જાતો જેને તમે ક્યારેય નહીં જોઇ હોય અને રંગ એટલા પ્રકારના જેના વિશે વિચાર્યું નહીં હોય. આ પ્રકૃતિ-ઉત્સાહી અને વનસ્પતિવિદો માટે એક આદર્શ સ્થાન છે. બટરકપ, ફર્ગેટ મી નોટ, જેરેનિયમ, લૂસેવૉર્ટસ, સિંકફિલ્સ અને ઘણાં અન્ય પ્રકારની જાતો એટલી લોભામણી લાગે છે, જાણે કે એ ઇશારા કરીને તમને નજીક બોલાવી રહી ન હોય...ફુલોના નજારાનો આનંદ લેતા લેતા આગળ વધો, જલદી તમે પાવન તીસ્તા નદીની પાસે આવેલા ગરમ પાણીના સ્ત્રોતની પાસે પહોંચી જશો.
પ્રકૃતિના નજારામાં પોતાની બધી ચિંતાઓ ભૂલી જાઓ અને અસીમ હરિયાળી, લીલાછમ જંગલો અને બરફથી ઢંકાયેલા શિખરોના સૌંદર્યમાં ખોવાઇ જાઓ.
ઝીરો પોઇન્ટ યુમેસમ્દોંગ
જો તમે ઇચ્છો તો યુમ્થાંગથી એક કલાક દૂર આગળ વધીને ઝીરો પોઇન્ટ સુધી પણ પહોંચી શકો છો. એવું કહેવાય છે કે અહીં સુધી પહોંચતો રસ્તો ઘણો સીધા ચઢાણવાળો અને ખતરનાક છે. પરંતુ જોખમને પાર કર્યા પછી જોવા મળતું દ્રશ્ય ઘણું જબરજસ્ત હશે એનું હું તમને વચન આપું છું. કેવળ એવા ટૂર ઓપરેટર જેમના વાહન સિક્કિમ પર્યટન વિભાગ દ્વારા રજિસ્ટર્ડ છે તેઓ જ આગળ જઇ શકે છે. ઝીરો પૉઇન્ટ સુધી જવા માટે વાહનનો વધારાનો ચાર્જ ભરવો પડશે. તમારે સિક્કીમના અધિકૃત ટૂર ઑપરેટર પાસેથી ટૂર પેકેજ લેવું પડશે.
ઝીરો પૉઇન્ટ યુમેસંદોંગ
જ્યારે તમે 4663 મીટરની ઊંચાઇ પર હશો. ઝીરો પોઇન્ટ આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. એટલે જો તમે તાજા બરફમાં રમવાનો આનંદ લેવા માંગો છો તો અહીં જરૂર જાઓ.
જવાનો સૌથી સારો સમય:
યુમથાંગ વેલીની યાત્રા માટે સૌથી સારો સમય ફેબ્રુઆરી-જૂનના મહિનામાં છે જ્યારે ફૂલોની હજારો પ્રકારની જાતો સંપૂર્ણ રીતે ખિલી ઉઠે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનામાં આકાશ એકદમ સ્વચ્છ અને બરફથી ઢંકાયેલા પર્વતોના શિખરોના દ્રશ્યોની મજા લેવાનો આદર્શ સમય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો