તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર

Tripoto

ગુજરાતનું પાડોશી રાજ્ય એવું રાજસ્થાન એ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. વળી, તે સૌથી વધુ પ્રવાસન સ્થળો ધરાવતા રાજ્યોમાંનું એક હોવાથી ગુજરાતથી દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો રાજસ્થાનના પ્રવાસે જતાં હોય છે. તેમ છતાં અમુક જગ્યાઓ હજુ પણ અન્ડરરેટેડ જ રહી ગઈ છે!

Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 1/7 by Jhelum Kaushal

દેશની સ્વતંત્રતા મળી તે સાથે જ ધર્મનાં આધારે તેનું વિભાજન થતાં આ પવિત્ર ભૂમિએ તેનો ત્રીજો ભાગ ગુમાવ્યો હતો. એક સમયે આ જ ભૂમિનો ભાગ રહી ચૂકેલો અમુક પ્રદેશ 1947માં પાકિસ્તાન બન્યો અને રાતોરાત દુશ્મન દેશ બની ગયો. વર્ષ 1948 માં જ કાશ્મીર પર હુમલો કર્યા પછી પાકિસ્તાને સતત ભારત પર કઈકને કઈક હુમલો કર્યો જ છે.

બંને દેશો વચ્ચે અમુક મોટા યુદ્ધ પણ થયા છે. જેની શરૂઆત 1965 ના યુદ્ધની થઈ હતી. વર્ષ 1971ના યુદ્ધ બાદ પૂર્વ-પાકિસ્તાનનું અસ્તિત્વ મટીને નવા દેશ બાંગ્લાદેશનું સર્જન થયું. આ યુદ્ધ બાદ દેશમાં ઇન્ટેલિજન્સ એજન્સી R&AWની સ્થાપના થઈ. આ યુદ્ધમાં ઐતિહાસિક 93,000 પાકિસ્તાની સૈનિકોની શરણાગતિ તો ઇતિહાસ ક્યારેય ભૂલશે નહિ.

પણ આ યુદ્ધમાં અન્ય અચંબિત કરી મૂકે તેવી ઘટના પણ બની હતી જે બહુ ઓછા લોકો જાણે છે.

તનોટ માતા મંદિર

મુઘલો સામે જેમણે બરાબરની ઝીંક ઝીલી હતી તેવા વીર ક્ષત્રિયોની ભૂમિ રાજસ્થાનમાં એક અનોખુ મંદિર આવેલું છે જેને યુદ્ધની દેવીનું મંદિર કહેવામાં આવે છે.

Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 2/7 by Jhelum Kaushal
Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 3/7 by Jhelum Kaushal
Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 4/7 by Jhelum Kaushal
Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 5/7 by Jhelum Kaushal
Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 6/7 by Jhelum Kaushal
Photo of તનોટ માતા મંદિર: ગુજરાતથી માંડ સવા સો કિમી દૂર છે યુદ્ધના દેવીનું મંદિર 7/7 by Jhelum Kaushal

ક્ષત્રિય રાજા તનુ રાઓ ભાટી દ્વારા ઈસવીસન 828 ની સાલમાં હાલના જેસલમેર નજીક હિંગળાજ માતાનું અન્ય સ્વરૂપ તેવા તનોટ માતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ક્ષત્રિયો તેમજ જેસલમેરના સ્થાનિકો સદીઓથી આ મંદિરમાં અતૂટ આસ્થા ધરાવે છે.

વર્ષ 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેના પર તેમજ તનોટ માતા મંદિર પર હુમલો કરવા પાકિસ્તાન દ્વારા 3000 બોમ્બનો મારો કરવામાં આવ્યો હતો. અપાર આશ્ચર્ય વચ્ચે આ પૈકી એક બોમ્બ ન ફુટ્યા!! મંદિર તેમજ ભારતીય સેનાને સહેજ પણ આંચ ન આવી! તનોટ માતા મંદિરમાં આજે પણ 450 જેટલા ન ફૂટેલા બોમ્બ રાખવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો મંદિરના દર્શનએ આવે તો આ બોમ્બને પણ જોઈ શકે છે.

યુદ્ધ બાદ પાકિસ્તાની બ્રિગેડિયર શાહનવાઝ ખાને ભારત સરકાર પાસે આ મંદિરની મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી. અઢી વર્ષ બાદ સરકારે તેને મંજૂરી આપી અને પાકિસ્તાની સેનાનાં કેટલાક જવાનો આ મંદિરે ચમત્કારિક રીતે તેમના ન ફૂટેલા બોમ્બ જોઈને અચંબામાં મુકાઇ ગયા હતા.

પાકિસ્તાની સેના દ્વારા આ મંદિર પર ફરીથી હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ તેમની વોર-ટેન્કસ રણમાં ફસાઈ ગઈ અને મંદિર સુધી આવી જ ન શકી. ભારતીય વાયુ સેના દ્વારા પછીથી તેને કાબુમાં લેવામાં આવી હતી. 1971 ના યુદ્ધ બાદ અહીં નજીકમાં વિજય સ્તંભ બનાવવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ કબજે કરેલી ટેન્કસ આજે પણ જેસલમેર વોર મેમોરિયલમાં રાખવામાં આવી છે.

તનોટ માતા મંદિરની અન્ય એક વિશેષતા એ પણ છે કે અહીં કોઈ પૂજારી નથી. સવાર-સાંજ બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)ના માણસો દ્વારા તેની પૂજા-આરતી કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું?

અમદાવાદથી તનોટ માતા મંદિરનું અંતર 530 કિમી જેટલું છે પણ રાજસ્થાનની સીમા નજીક આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજીથી આ મંદિર માત્ર 122 કિમી અંતરે આવેલું છે.

તો હવે રાજસ્થાનમાં જેસલમેર કે જોધપુર પ્રવાસનું આયોજન કરો તો તનોટ માતા મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads