સોશિયલ મીડિયાના વધતા ઉપયોગથી પોતાના ફેવરિટ સેલિબ્રિટીના સંપર્કમાં રહેવું અને તેમના ટ્રાવેલ વેંચર્સ સાથે અપડેટ રહેવાનું હવે સરળ થઇ ગયું છે. એશિયાની જગ્યાઓ હંમેશાથી જ સેલિબ્રિટીઝ ટ્રાવેલરમાં ખાસ્સી પસંદ કરવામાં આવે છે. અહીં ટોપ 10 જગ્યાઓનું લિસ્ટ છે જે સેલિબ્રિટિઝને ઘણું જ પસંદ આવે છે અને આ એવી જગ્યાઓ છે જ્યાં તેઓ મોટાભાગે ફરવાનું પસંદ કરે છે.
લેહ લદ્દાખ
લેહ
બાલી
શ્રીલંકા
અમૃતસર
મસૂરી
માલદીવ
સિંગાપુર
હૉંગ કૉંગ
ગોવા
રાજસ્થાન
હિમાલય દરેક માટે એક શાંત અને રોમાંચક જગ્યા છે. ગુલ પનાગ, રાજકુમાર રાવ જેવા સેલિબ્રિટીઝે પણ આ જગ્યાના અનુભવોની તસવીરો શેયર કરી છે.
શું કરી શકાયઃ
ટ્રેકિંગનો અનુભવ કરી શકાય. જંસ્કાર નદીમાં રિવર રાફ્ટીંગ, લોકલ લાઇફ અને કલ્ચરને એક્સ્પ્લોર કરી શકાય છે, નુબ્રા વેલી જરુર જાઓ.
ક્યારે ફરવા જવાયઃ
લદ્દાખ ફરવા જવું હોય તો એપ્રિલથી મે મહિનામાં જવાય. કારણ કે ત્યારે હવામાન ઘણું ખુશનુમા હોય છે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સઃ સાબૂ રિસોર્ટ્સ (₹11900)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સઃ મંત્રા કૉટેજ (₹3000)
બેસ્ટ બજેટ હોટલ્સઃ તાકા રેસિડેંસી (₹1500)
બાલી
બાલી ભારતીયો અને ખાસ કરીને સેલિબ્રિટિઝનું ફેવરિટ સ્થળ છે. મલાઇકા અરોરાને આ જગ્યાએ ઘણીવાર જોવામાં આવી છે.
શું કરી શકાયઃ સક્રિય જ્વાળામુખી સુધી પગપાળા જનારી લાંબી યાત્રાનો અનુભવ લો, 1000 વર્ષ જુના મંદિરમાં ફરો, સુંદર શહેર ઉબુદને એક્સપ્લોર કરો, બધા સમુદ્રો પર ફરવાનો આનંદ માણો.
ક્યારે ફરવા જવાયઃ બાલી ફરવાનો યોગ્ય સમય એપ્રિલથી સપ્ટેમ્બર હોય છે
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સઃ નાઇકે વિલાસ (₹8,820 )
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: સાકા વિલેજ રિસોર્ટ ઉબુદ (₹2,425 )
બેસ્ટ બજેટ હોટેલ્સ: વર્સાસ ગાર્ડન બંગલો એન્ડ સ્પા (₹900 )
શ્રીલંકા
સુશોભિત અને અનંત લેંડસ્કેપ, વાઇલ્ડ લાઇફ અને બીચ, સોનમ કપૂરનું ફેવરિટ સ્થળ
શું કરી શકાયઃ ટાપુની સામે જુના બીચોનો આનંદ લઇ શકાય છે, પિન્નાવાલા એલિફંટ ઓરફેંજમાં હાથીઓની સાથે ઠઠ્ઠામશ્કરી કરી શકાય છે.
ક્યારે ફરવા જવાયઃ પશ્ચિમી અને દક્ષિણી કિનારે ડિસેમ્બરથી માર્ચ, પૂર્વ કિનારે એપ્રિલથી મે યોગ્ય સમય છે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સઃ ધ એલિફન્ટ સ્ટબલેસ (₹10,314)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ગાલે કમેલિએ (₹1,696)
બેસ્ટ બજેટ હોટેલ્સ: રિવર પાર્ક ઇન (₹1,034)
અમૃતસર
પવિત્ર શહેર અમૃતસરની પાસે રહસ્યમયી આકર્ષણ છે. અભિષેક બચ્ચન, બૉલીવુડનું એક જાણીતું નામ, આત્મીય તાજગી માટે ઘણીવાર અહીં ફરવા આવ્યા છે.
શું કરી શકાયઃ ગોલ્ડન ટેમ્પલ, જલિયાંવાલા બાગ, વાઘા બોર્ડરની મુલાકાત લઇ શકાય.
ક્યારે ફરવા જવાયઃ નવેમ્બરથી લઇને માર્ચ સુધી.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સઃ ધ ગોલ્ડન તુલિપ (₹4,314)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: અમૃતસર બીએડ એન્ડ બ્રેકફાસ્ટ (₹2506)
બેસ્ટ બજેટ હોટેલ્સ: અ હોમ અવે ફ્રોમ હોમ (₹1,134)
મસૂરી
હિમાલયની તળેટીમાં સ્થિત ટુરિસ્ટ માટેનું પોપ્યુલર ડેસ્ટિનેશન છે અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંદુલકરની પસંદગીની જગ્યા છે.
શું કરી શકાયઃ લાલ ટિબ્બા પર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનું, કેબલકાર રાઇડ માટે જવું, કેમ્પ્ટી ફૉલનું ભ્રમણ.
ક્યારે ફરવા જવાયઃ મસૂરી ફરવાનો યોગ્ય સમય એપ્રિલથી જૂન છે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: વેલકમ ધ સેવોય (₹15,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ઑન અર્થ રૉયલ બુટીક હોટલ (₹5806)
બેસ્ટ બજેટ હોટેલ્સ: હોમ લકઝરી 1 RK હેપ્લી વેલી (₹1,634)
માલદીવ
માલદીવ્સ 1200 ટાપુઓનો સમૂહ અને બીચ વેકેશન માટે એક અનોખી જગ્યા છે. ફિલ્મ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને કરીના કપૂરને અહીંના પ્રાઇવેટ રિસોર્ટ્સ પર પોતાના દોસ્તો અને પરિવારની સાથે આ રજાઓ ગાળતા જોઇ શકાય છે.
શું કરી શકાયઃ ટાપુઓના જુના બીચોનો આનંદ લઇ શકાય, બનાના રીફની પાસે સમુદ્રી જીવનનો અનુભવ કરી શકો છો, નેશનલ મ્યૂઝિયમ ફરો.
ક્યારે ફરવા જવાયઃ નવેમ્બરથી એપ્રિલ સુધી જવાય. ત્યારે અહીં વરસાદ નથી થતો.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: સાલા બુટીક હોટલ (₹8,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: સોમેર્સેટ ઇન (₹4906)
બેસ્ટ બજેટ હોટેલ્સ: ન્યૂટન ઇન (₹2,934)
સિંગાપુર
સિંગાપુર શહેર દરેક ટ્રાવેલરની આંખોમાં વસી જાય તેવું છે. વર્લ્ડ ક્લાસ આરામની જગ્યા અને એન્ટરટેન્મેન્ટના ઘણાં બધા વિકલ્પોની સાથે આ શહેર તમને હંમેશા ચકિત કરે છે. કરીશ્મા કપૂર નવા વર્ષની સાંજે અહીં જોવા મળી.
શું કરી શકાયઃ બોટેનિક ગાર્ડનનું ભ્રમણ, ગાર્ડન બાય ધ વેમાં પગપાળા ચાલવું, સિંગાપુરની રાઇડ કરો, યૂનિવર્સલ સ્ટુડિયોઝ માટે સેંટોસા આઇલેન્ડ પર જાઓ.
ક્યારે ફરવા જવાયઃ સિંગાપુર ફરવાનો યોગ્ય સમય ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી છે. આ સમયે હવામાન ફરવાલાયક હોય છે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: મરીના બે સેંડ્સ (₹33,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ચેમ્પિયન હોટલ (₹3666)
બેસ્ટ બજેટ હોટેલ્સ: ડ્રીમ લૉજ (₹2,034)
હૉંગકૉંગ
હૉંગકૉંગ ફેમિલીની સાથે વેકેશન પર જવાની પરફેક્ટ જગ્યા છે. એક બાજુ ડિઝનીલેન્ડ સ્ટુડિયો અને બીજી બાજુ ટેક્સ વગરનું શોપિંગ, કોણ આવામાં અહીં ફરવા ના માંગે! હાલમાં જ શિલ્પા શેટ્ટીને અહીં પરિવારની સાથે અહીં વેકેશન માણતાં જોવા મળી હતી જેની પોસ્ટ તેણે શેર કરી હતી.
શું કરી શકાયઃ ડિઝની લેન્ડમાં ફરો, વિક્ટોરિયા હારબર નજીક ત્સિમ શા ત્સુઇ પ્રોમેનેડમાં પગપાળા ચાલો, બામ્બૂ થિયેટરમાં કેંટોનીઝ ઓપેરા માટે જાઓ, ખાવા માટે જાઓ અને બધુ જ ટ્રાય કરો.
ક્યારે ફરવા જવાયઃ હૉંગકૉંગ ફરવાનો યોગ્ય સમય ઓક્ટોબરથી લઇને જાન્યુઆરી છે. આ સમયે હવામાન ઠંડુ અને કમ્ફર્ટેબલ હોય છે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: કોવ્લૂન હરબોરફ્રોંટ હોટલ (₹22,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ટ્રાવેલર (₹10,714)
બેસ્ટ બજેટ હોટેલ્સ: હૉંગકૉંગ હૉસ્ટેલ (₹5,034)
ગોવા
ગોવા ભારતનું સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. સ્ટેન્ડ અપ કોમેડિયન કેન્ની સબાસ્ટેયિન અને રાજકુમાર રાવ માટે સ્પેશ્યલ જગ્યા છે.
શું કરી શકાયઃ સૂર્યોદય અને સૂર્યાસ્ત અને સમુદ્ર પર વોટર સ્પોર્ટ્સની મજા લેવાની સાથે સાથે દૂધસાગર ફૉલ્સ પણ ફરી શકાય છે. મસાલાના બગીચામાં ફરી શકો છો, ટ્રેકિંગની મજા લઇ શકો છો. ભગવાન મહાવીર વાઇલ્ડલાઇફ સેંક્ચુરી ફરી શકો છો.
ક્યારે ફરવા જવાયઃ ગોવા ફરવા જવાનો યોગ્ય સમય નવેમ્બરથી માર્ચ છે, આ સમયગાળામાં વાતાવરણ સુકુ હોય છે અને વરસાદ નથી થતો.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: વિલા મોરિઝમ (₹33,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ગો ગ્રીન સ્પાઇસ & ઇકો રિસોર્ટ (₹3,714)
બેસ્ટ બજેટ હોટેલ્સ: કેટરપિલર હોટલ (₹1,634)
રાજસ્થાન
નેહા ધુપિયા જયપુરની મોટી પ્રશંસક છે. આ તેમનું પસંદગીનું શહેર છે. આ શહેરે નવી ટેકનિકના નિર્માણની સાથે પોતાના જુના રુપને પણ જાળવી રાખ્યું છે.
શું કરી શકાયઃ અહીંના કિલ્લાને એક્સપ્લોર કરો, સિટી પેલેસ ફરો, શૉપિંગનો આનંદ ઉઠાવો, આલ્બર્ટ હૉલ મ્યૂઝિયમ ફરો.
ક્યારે ફરવા જવાયઃ જયપુર ફરવાનો યોગ્ય સમય નવેમ્બરથી માર્ચ સુધીનો છે. શિયાળા દરમિયાન જયપુર ફરવાની મજા આવશે.
ક્યાં રોકાવું જોઇએઃ
બેસ્ટ લકઝરી હોટલ્સ: તાજ રામબાગ પેલેસ (₹44,714)
બેસ્ટ મિડ રેન્જ હોટલ્સ: ઉમેદ મહલ – હેરિટેજ સ્ટાઇલ હોટલ (₹5,714)
બેસ્ટ બજેટ હોટેલ્સ: નાહરગઢ હવેલી (₹1,834)
તો ચાલો આ જગ્યાઓને તમારા બકેટ લિસ્ટમાં જોડી લો. શું ખબર તમારા ફેવરીટ કલાકારો સાથે તમારી મુલાકાત થઇ જાય!