ફરવાના દરેક શોખીન મતે કેટલાક દિવસો પછી જે તે જગ્યાને છોડી જવી એ ખુબ જ અઘરું કાર્ય હોય છે. કેમકે કેટલાક દિવસો મતે એ તમારું ઘર બની ગયું હોય છે. એટલે જ દરેક શોખીનને અલવિદા કહેતા નથી આવડતું હોતું. પરંતુ જો એવી અમુક જગ્યાઓ હોય કે જેની સાથે તમારે જીવનભરનો સંબંધ બંધાઈ જાય તો? તો ચાલો કોઈએ એવી 8 જગ્યાઓ જેણે પોતાના લોકોને એક રીતે અમર થઇ જવાનું કહ્યું છે. અહીંની હદોની અંદર તો મરવાની મનાઈ જ છે!
1. સેલિયા, ઇટાલી
પહેલા ઇટાલીનું આ શહેર ઘણી વસ્તી વાળું હતું પરંતુ હવે ત્યાં માત્ર 537 લોકો જ રહે છે અને મોટાભાગના લોકો 65 વર્ષથી વધુ વયના છે. અહીંના મેયર એક નવો નિયમ લઈને આવ્યા છે જે મુજબ અહીંના લોકોને બીમાર થવાની કે મરવાની મંજૂરી નથી. એમનો આ નિર્ણય લોકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃકતા વધારવા માટે છે અને લોકો આ વાત માને એટલા માટે આ નિયમને કડક પણ બનાવવામાં આવ્યો છે. એમની વાત ન માંનરને 10 યુરોનો દંડ કરવામાં આવે છે.
2. કાગનોક્સ, ફ્રાન્સ
આ શહેરની વાત ઘણી જ દિલચસ્પ છે. 2007 માં અહીંના મેયર ફિલિપ ગુરિન, અહીંયા લોકોના મૃત્યુનું પ્રમાણ વધારે હોવાના કારણે કબ્રસ્તાન બનાવવા માગતા હતા પરંતુ એમને કબ્રસ્તાન મતે જગ્યા ન મળતા એમણે મૃત્યુ પર જ પ્રતિબંધ લગાવી દીધો!
3. બીરબીતા મરીમ, બ્રાઝીલ
2005 માં અહીંયા કબ્રસ્તાની જગ્યાના અભાવે મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અહીંયા કેથોલિક વસ્તી હોવાથી લોકોને અગ્નિદાહ આપવાનો પણ ઓપ્શન ન હતો. અહીંના ફાળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતો 2003 માં આવેલા એક કાયદાના કારણે કબ્રસ્તાનને મોટું પણ નહોતા કરી શકતા હતા. જોકે ૨૦૧૦માં અહીંયા નવું કબ્રસ્તાન ખોલી નાખવામાં આવ્યું છે.
4. ઇત્સુકુશીમા, જાપાન
જાપાનમાં આ દ્વીપને પવિત માનવામાં આવે છે. અહીંના લોકો શિંટોવાદમાં માને છે અને દ્વીપની પવિત્રતા મતે ઘણા જ ગંભીર છે. અહીંયા માત્ર મૃત્યુ જ નહીં પરંતુ કોઈના જન્મની પણ અનુમતિ નથી. આ નિયમ અહીંયા 1878 થી લાગુ છે અને આજે પણ માનવામાં આવે છે. અહીંયા 1555 માં થયેલું મિયાજીમાં યુદ્ધ આ નિયમ માટે કારણરૂપ છે જે યુદ્ધમાં આ જગ્યા પુરી રીતે સાફ થઇ ગઈ હતી.
5. લોન્ગ્યેરબેન, નોર્વે
લગભગ 2000 લોકોની વસ્તી વાળું આ વિશ્વનું સૌથી ઉત્તર તરફ આવેલું આર્કટિક શહેર છે. અહીંયા ખાણકામ કરવામાં આવે છે. 1950 માં એવું લાગ્યું કે અહીંયાના કબ્રસ્તાનમાં લોકોને દફનાવી શકાય તેમ નથી કારણકે ઠંડીના કારણે અહીંયા શબ પ્રિઝર્વ થઇ જાય છે અને જમીનમાં મળી જતા નથી. એટલે જ અહીંયા મૃત્યુ ની અનુમતિ દેવાનું બંધ કરી દેવામાં આવ્યું. અહીંના શબ એટલે પ્રીઝફરવ હતા કે સ્પેનિશ ફ્લ્યુ વખતે એનો રિસેર્ચ મતે ઉપયોગ કરવામાં આવ્યો હતો! અહીં મૃત્યુ પામનાર વ્યક્તિને નોર્વેના અલગ શહેરમાં લઇ જવામાં આવે છે.
6. ફાલ્સિયાનો ડેલ મેક્સિકો, ઇટાલી
પોતાનું કબ્રસ્તાન ન હોવાને કારણે 2012 પછી 3700 ની આબાદી વાળા આ શહેરમાં કોઈને મૃત્યુ પામવાની મંજૂરી નથી. પાડોશી શહેરમાં શબ દફનાવવા મતે એક્સટ્રા પૈસા આપવા પડતા હોવાથી 2014 સુધીમાં નવું કબ્રસ્તાન મેળવવા માટે આ શહેર પ્રયત્નો કરી રહ્યું છે.
7. સરપોરેન્ક્સ, ફ્રાન્સ
કાગનોક્સથી પ્રેરાઈને આ શહેરમાં પણ 2008 માં મરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એ સમયે અહીંની વસ્તી 260 લોકોની હતી અને લોકો એટલી ઝડપથી મરી રહ્યા હતા કે કબ્રસ્તાનમાં જગ્યા નહોતી મળી રહી એટલા મતે ત્યાંના મેયરે મૃત્યુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ જોકે 70 વર્ષના આ મેયરે તરત જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
8. લંજારોન, સ્પેન
1999 પછી લંજારોનમાં કોઈને મરવાની અનુમતિ નથી. અહીંયા પ્રશ્ન એ છે કે આ ગામમાં કબ્રસ્તાન નથી. આ ગામને કબ્રસ્તાન બનાવવા મતે જગ્યા મળવામાં મુશ્કેલી પડી રહી છે. ગામના અધિકારીઓ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે જેથી એને કબ્રસ્તાન મળી શકે. પરંતુ જ્યાં સુધી જમીન નહિ મળે ત્યાં સુધી અહીંયા કોઈને પણ મૃત્યુની પરવાનગી નથી.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.