ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ

Tripoto
Photo of ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ 1/5 by Paurav Joshi

ફરવાનો શોખ રાખનારા ઘણાં બધા લોકો વિદેશ યાત્રા પર જવાની ઇચ્છા રાખે છે. પરંતુ ઓછુ બજેટ હોવાના કારણે વિદેશ યાત્રા પર નથી જઇ શકતા. જો કે, ભારતના પડોશમાં ઘણાં બધા દેશ છે, જે ઘણાં સસ્તા છે. તમે ઓછા બજેટમાં પણ ત્યાં ફરવાનું અફોર્ડ કરી શકો છો. આ દેશોમાંથી એક છે, માલદીવ. હિન્દ મહાસાગરમાં સ્થિત આ દેશ હંમેશાથી પ્રવાસીઓને ઘણો પસંદ આવી રહ્યો છે. ત્યાં સુધી કે માલદીવ ઘણાં બધા બૉલિવુડ સેલિબ્રિટીઝની ફેવરિટ જગ્યાઓમાંની એક છે.

Photo of ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ 2/5 by Paurav Joshi

જો તમે પણ ઘણાં જ ઓછા બજેટમાં માલદીવ ફરવા માંગો છો તો, IRCTC તમારા માટે ઘણું જ શાનદાર પેકેજ લઇને આવ્યું છે. IRCTC એ પોતાના આ માલદીવ પેકેજને મેજિકલ માલદીવ નામ આપ્યું છે. આવો જાણીએ આ ટૂર પેકેજ અંગે.

યાત્રાનો કાર્યક્રમ

Photo of ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ 3/5 by Paurav Joshi

યાત્રાના પહેલા દિવસે માલદીવના માલે ઇન્ટરનેશનલ એરપોર્ટથી હોટલ લઇ જવાશે. હોટલમાં દિવસ અને રાતે આરામ કર્યા બાદ બીજા દિવસે સવારે યાત્રી હોટલની ઇનડોર અને બહારની ગતિવિધિઓની મજા લઇ શકે છે.

બીજા દિવસે પ્રવાસીઓ વ્હેલ કે ડૉલફિન જોવા માટે સબમરીન ક્રૂઝ પર જઇ શકે છે. જો કે, આના માટે પ્રવાસીઓએ ચુકવણી જાતે કરવી પડશે. કે પછી પ્રવાસીઓ પાણીની નીચે બનેલી શાનદાર હોટલમાં લંચ કરવાની મજા પણ લઇ શકે છે. ટૂરના ચોથા દિવસે હોટલમાં આરામ કર્યા પછી ટૂરિસ્ટ બીજા દિવસે પોતાના ગંતવ્ય સ્થળે પાછા ફરશે.

કેટલાનું છે આ ટૂર પેકેજ

Photo of ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ 4/5 by Paurav Joshi

માલદીવ યાત્રાના આ 4 રાત અને 5 દિવસના ટૂર પેકેજ માટે તમારે 49660 રુપિયા ખર્ચ કરવા પડશે. તેમાં તમને રહેવા માટે ડિલક્સ કેટેગરીની હોટલ આપવામાં આવશે. આ સાથે જ બ્રેકફાસ્ટ અને ડીનર પણ આપવામાં આવશે. યાત્રીઓના એરપોર્ટ સુધી પાછા ફરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

માલદીવ્સમાં શું કરી શકાય?

Photo of ઘણાં જ ઓછા બજેટમાં ફરી શકો છો માલદીવ, IRCTC લઇને આવ્યું છે શાનદાર ટૂર પેકેજ 5/5 by Paurav Joshi

સ્પીડબોટ કે જેને અહીં 'ધોની સેલબોટ' તરીકે ઓળખવામાં આવે છે તે અહીં પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ છે. માલદીવ્સની ટૂરમાં હરવા ફરવાની જગ્યાઓએ જવા સૌથી સરળ અને સલાહભર્યો રસ્તો સ્પીડબોટ કે ફેરી દ્વારા જ છે. દૂરની જગ્યાઓએ જવા માટે અહીં સી-પ્લેનની સુવિધા પણ પ્રાપ્ય છે પરંતુ તે ઘણા જ ખર્ચાળ છે. જો તમે હોટેલ પ્રીબૂક કરાવીને જઇ રહ્યા હોવ તો તેમને પણ આ વિષે પૂછપરછ કરી શકાય છે. નહિતો અહીં ધોની ૧૫૦૦ થી ૨૦૦૦ રુ માં ઉપલબ્ધ છે જ. યાદ રહે કે દરેક રિસોર્ટ્સમાં ફેરીની આવ-જા માટે કોઈ ચોક્કસ ભાડું છે.

માણસોની ઘણી જ ચહલપહલ ધરાવતું આ શહેર માલદીવની રાજધાની છે અને સાથોસાથ એક બહુ જ રમણીય પર્યટન સ્થળ પણ! વિશ્વના લગભગ બધા જ દેશો માટે માલેથી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. માલે એરપોર્ટ હુલહુલે નામના દ્વીપ પર આવેલું છે જે મુખ્ય શહેરથી આશરે ૨ કિમી દૂર છે. હુલહુલેથી માલે આવ-જા કરવા માટે ફેરી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે. માલેની આસપાસના સ્થળોએ ફરવા માટે હોડીઓ ઉપલબ્ધ છે. ઉપરાંત સ્થાનિક ટુર માટે ભાડેથી સ્કૂટર, સાઇકલ કે પછી ટેક્સી પણ મળી રહે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads