માણસ ધીમો છે અને ધંધો ઠંડો છે. તમે જાણો છો કે કોરોનાએ ટ્રાવેલીંગ ઈંડસ્ટ્રીને અસર કરી છે. પરંતુ સારા સમાચાર એ છે કે ધીમે ધીમે બધું સામાન્ય થઈ રહ્યું છે. લોકો ફરવા માટે એટલા તરસ્યા થયા છે કે ભાઈ સાહેબ દિલ્હીના વાહનોએ હિમાચલમાં ચક્કા જામ કરી દીધુ હતું.
થોડી ધિરજ રાખો અને બધુ હળવુ થાય તેની રાહ જુઓ. તે સમય દૂર નથી જ્યારે તમે ફરીથી જશો. જો તમે વેક્સીનનો એક ડોઝ પણ લીધી હોય તો સાહેબ તમારું નસીબ ચમકવાનુ છે. પહેલાં જે ફ્લાઇટ તમને 10,000 મા પડતી હતી તે હવે ડિસ્કાઉન્ટ સાથે ઓછા ભાવે મળશે.
આ પણ વાંચો: સસ્તી ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાની શ્રેષ્ઠ રીત!
ઈન્ડિગો એર સર્વિસ લઈને આવી છે ધમાકેદાર ઓફર
ઈન્ડિગો એર સર્વિસ તમારી માટે એક વિશેષ ઓફર લઈને આવી છે, જેમાં વેક્સીન લીધેલા મુસાફરોને બુકિંગ પર વિશેષ છૂટ આપવાની જોગવાઈ છે.
આ ઓફર મુજબ, જો તમે ભારતીય નાગરિક છો અને ટિકિટ બુકિંગ સમયે તમે ભારતમાં છો તો તમે આ વેક્સી ફેરનો લાભ મેળવી શકો છો. આમાં તમે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરેલા કોવિડ વેક્સીન પ્રમાણપત્ર અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર વેક્સીન સ્ટેટસ બતાવીને ચેક ઈન કરો. જો તમે આમ કરવામાં અસમર્થ રહો છો તો તમારે સામાન્ય ચુકવણી કરવી પડશે.
વેકસી ફેર કેવી રીતે કામ કરશે ?
પહેલુ સ્ટેપ
ઈન્ડિગોની વેબસાઇટ પર જઈને તમારી ફ્લાઇટ બુક કરો અને વેક્સીનેટેડ બટન પર ક્લિક કરો.
બીજુ સ્ટેપ
તમારા વેક્સીન સ્ટેટસની પસંદગી કરો જેમા તમને વેક્સીનનો પહેલો કે બીજો ડોઝ આપેલો હોય.
ત્રીજુ સટેપ
તમારી ફ્લાઈટની પસંદગી કરો.
ચોથુ સ્ટેપ
તમારુ નામ અને બેનિફિશિયરી આઈડીની જાણકારી ભરો.
પાંચમુ સ્ટેપ
બૂકિંગ પુરુ કરો.
છેલ્લુ સ્ટેપ
જ્યારે તમે ફ્લાઈટ પકડો ત્યારે તમારી સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કોવિડ વેક્સીન રિપોર્ટ અથવા આરોગ્ય સેતુ પર જરુરી જાણકારી ભરો.
મહત્વની જાણકારી
1. ઈન્ડિગોની આ સુવિધાથી તમને ફ્લાઇટ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ છૂટ ફક્ત તે જ મુસાફરોને મળશે કે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય અને ઈન્ડિગોની વેબસાઇટ દ્વારા બુક કરાવી હોય.
2. આ ઓફર 23 જૂનથી શરૂ થાય છે અને દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
3. આ ઓફર ફક્ત 18 વર્ષથી ઉપરના લોકો, ભારતીય નાગરિકો અને જેઓએ રસી લીધી છે તેમના માટે જ છે.
4. જ્યારે તમે ફ્લાઇટ લેવા જાવ ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કોવિડ વેક્સેનનો રિપોર્ટ અથવા એરોગ્ય સેતુ પર જરુરી જાણકારી ભરો.
5. તમે વધુ વિગતો માટે આ લિંકની મુલાકાત લઈ શકો છો.
મજા આવી ને, અમે કામ જ મજા આવે એવુ કર્યું છે. તમે પણ ટિકિટ બુક કરો અને પ્રવાસની મજા લો.
આ પણ વાંચો: આપત્તિને અવસરમાં પરિવર્તિત કેમ કરવી એ ભાવેશભાઇ પાસેથી શીખવું જોઈએ.
360 મુસાફરોની દુબઈની ફ્લાઈટમા એકલા મુસાફરી કરી