બરોબર વાંચ્યુ તમે, ઉત્તર પ્રદેશમાં પણ એક બીચ (સમુદ્ર) છે. જે શારદા નહેર અને શારદા સાગર બંધની વચ્ચે સ્થિત છે. જો કે, આ એક રેગ્યુલર દરિયાકિનારો નથી જ્યાં રેતી હોય અને તેમાં તમે આળોટી શકો. પરંતુ અહીં ગાઢ વૃક્ષો છે અને ટ્રી હાઉસને જોઇ શકાય છે. અહીં ગાઢ જંગલોની વચ્ચે સૂર્યાસ્તના શાનદાર દ્રશ્યોને જોઇ શકાય છે. કેટલાક પ્રાણીઓ પણ જોઇ શકાય છે.
ચૂકા બીચ છે ક્યાં?
Day 1
ચૂકા બીચ પીલીભીત ટાઇગર રિઝર્વમાં પીલીભીત શહેરના બહારના વિસ્તારમાં સ્થિત છે. આ જગ્યા બિલકુલ શાંત છે અને ઉત્તર પ્રદેશના બરેલીથી લગભગ એક કલાકના ડ્રાઇવ પર ભારત-નેપાળ બોર્ડર પર સ્થિત છે, શહેરથી તેનું અંતર 65 કિ.મી. છે. પૂરનપુરથી અહીંનું અંતર માત્ર 25 કિ.મી. છે. ગાઢ જંગલોમાંથી પસાર થવાનો 1 કિ.મી.નો રસ્તો શાનદાર અનુભવ આપે છે.
જંગલોની વચ્ચોવચ છે ચૂકા સ્પૉટ:
પૂરનપુર
પૂરનપુર ક્ષેત્રમાં આવેલુ ચૂકા સ્પૉટ ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. આ એક ઇકો ટૂરિઝમ પર્યટન સ્થળ છે. તેથી અહીં મીટ, શરાબ, પૉલીથીન લઇ જવાનું પ્રતિબંધિત છે.
શું છે આકર્ષણ:
નેપાળથી આવતી શારદા નદી નહેરનું અહીં બાયફરકેશન થાય છે. જેનાથી પાણીનો કળ-કળ અવાજ આવે છે. કિનારા પર સમુદ્ર જેવો અનુભવ કરાવતું રેતીનું મેદાન પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.
ચૂકા બીચ પર તમે આનંદ લઇ શકો છો:
ચૂકા ઇકો ટૂરિઝમ સ્પૉટ એન્ટ્રી પોઇન્ટ
અહીં પર્યટન વિભાગ દ્ધારા ટ્રી હાઉસ બનાવાયું છે. જેમાં રહેવાનો ખર્ચ 1500 થી લઇને 4000 રુપિયા સુધીનો છે. અહીં પેડલ બોટની મજા પણ લઇ શકાય છે. તે સિવાય અહીં એક કેન્ટીન પણ છે જ્યાં ભોજન કરી શકાય છે.
વન્યજીવ પ્રેમીઓ માટે:
વન્યજીવ પ્રેમીઓ માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. પક્ષીઓનો કલરવ અને પ્રાણીઓના અવાજો તમારુ ધ્યાન ખેંચે છે. પીપળા અને પાકડના જંગલોની વચ્ચેથી પસાર થતા રસ્તા પર ઘણીવાર દિવસે એટલું અંધારુ થઇ જાય છે કે વાહનોએ દિવસે હેડલાઇટ કરવી પડે છે. બીચ પર ક્યારેક મગર પણ જોવા મળે છે.
ચૂક સ્પૉટની આજુબાજુ ખાવાની જગ્યા:
ચૂકા ક્ષેત્રની આસપાસ ભોજન ભારતીય, ચાઇનીઝ અને ભારત-પશ્ચિમી વ્યંજનોનું મિશ્રણ છે કારણ કે આ નેપાળની બોર્ડર પર સ્થિત છે. પીલીભીતની આસપાસ ઘણાં નાના રેસ્ટોરન્ટ પણ છે.
ચૂકા બીચ જવાનો બેસ્ટ સમય:
અહીં જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો છે. તે સમયે અહીં હવામાન ઠંડુ હોય છે. ઉનાળામાં આકરી ગરમી પડે છે.
ચૂકા બીચ પીલીભીત પાસે રહેવાની જગ્યા:
ચૂકા બીચની યાત્રા માટે પીલીભીતમાં રહેવાની યોગ્ય જગ્યા હોટલ ગ્રાન્ડ શારદા છે, જ્યાં તમે બુકિંગ કરી શકો છો. આ ઉપરાંત, બરેલીમાં પણ રહી શકાય છે. જે પીલીભીતથી એક કલાકના અંતરે છે. અહીં હોટલ કૃષ્ણા રેસિડેન્સી અને હોટલ લા રહેવા માટે સારી જગ્યા છે. તમે તમારી સુવિધા અનુસાર રહી શકો છો.
કેવી રીતે જશો:
હવાઇ માર્ગે:
નજીકનું એરપોર્ટ નવી દિલ્હી છે જે પીલીભીતથી રોડ માર્ગે 8 કલાક દૂર છે.
ટ્રેન માર્ગે:
જો તમે ટ્રેન દ્ધારા યાત્રા કરવા માંગો છો તો પીલીભીત નજીકનું રેલવે સ્ટેશન છે. પીલીભીત બરેલી, રામપુર, નવી દિલ્હી અને લખનઉ જેવા આસપાસના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
રોડ માર્ગે:
જો રોડ દ્ધારા જવું હોય તો પીલીભીત શહેર માટે ડ્રાઇવ કરી શકો છો. કારણ કે તે આસપાસના શહેરો અને નગરો સાથે જોડાયેલું છે. તમે બસથી પણ યાત્રા કરી શકો છો.
ચૂકા બીચની પાસે સ્થાનિક પરિવહન:
શહેરથી ચૂકા બીચ જવા માટે તમારે કેબ ભાડેથી લઇ શકો છો જે પીલીભીત ટાઇગર રિઝર્વ, જંગલમાં સ્થિત છે. જો તમે અહીંના અન્ય પર્યટન સ્થળોની યાત્રા કરવા માંગો છો તો કેબ ભાડેથી લેવાનો વિકલ્પ સારો છે.