Day 1
બૉલીવુડની રંગબેરંગી ફિલ્મોને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અને કેમ ન કરવામાં આવે! ફિલ્મોમાં હિરો-હિરોઇન સુંદર એક્ટિંગ જો કરે છે અને તેમના દ્ધારા કરવામાં આવતી ફેશનને દરેક ફોલો કરે છે. જો તમે તેમની ફેશનથી થોડીક નજર દૂર કરી હોય તો તમે જોયું હશે કે મૂવીમાં બતાવવામાં આવતો પેલેસ અને હોટલ્સ ઘણી જ શાનદાર રીતે દર્શાવવામાં આવે છે. તમારા મનમાં પણ એ સવાલ ઉભો થતો હશે કે આ હોટલ ક્યાં આવેલી છે? જો તમે પણ કંઇક આવુ વિચાર્યું છે તો ચાલો આજે તમને જણાવીએ એવી હોટલ્સ અંગે જેને બોલીવુડ ફિલ્મોમાં બતાવવામાં આવી છે.
ઑબેરૉય ઉદયવિલાસ, ઉદેપુર
યે જવાની હૈ દીવાની મૂવી તો તમે જોઇ જ હશે, તેમાં કલ્કીના લગ્નને કોણ ભૂલી શકે છે. દરેક દોસ્તોનું ગ્રુપ ઇચ્છતું હશે કે તેમના બેસ્ટ ફ્રેન્ડના લગ્ન પણ કંઇક આ જ રીતે શાહી હોટલમાં થાય. જો તમે પણ આવુ જ સપનું જુઓ છો તો પહેલા જાણી લો કે કલ્કિના લગ્નનું શૂટિંગ ક્યાં કરવામાં આવ્યું હતું. શૂટિંગ ઉદેપુરની ઑબેરૉય ઉદયવિલાસમાં કરવામાં આવ્યું હતું. જો તમે પણ રૉયલ્ટીની મજા લેવા માંગો છો તો ઉદેપુરની આ લક્ઝરી હેરિટેજ હોટલમાં એક રાત જરુર વિતાવો.
સ્પેન રિસોર્ટ અને સ્પા, મનાલી
યે જવાની હૈ દિવાનીનો એ સીન તો યાદ હશે જ જ્યારે બની એટલે કે રણબીર કપૂર અને આદિત્ય રૉય કપૂર સૂતેલી કલ્કીને પરેશાન કરવા માટે આવી જાય છે અને ત્યાં દીપિકા પણ સામેલ થઇ જાય છે? આ સુંદર રિસોર્ટ મનાલીનો સ્પેન રિસોર્ટ એન્ડ સ્પા રિસોર્ટ હોય છે. પહાડી શહેરના કિનારે પર્યટકોની ભીડથી દૂર આ રિસોર્ટ ઘણો જ સુંદર છે, જ્યાં જંગલો અને નદીની સુંદરતાને જોઇ શકાય છે.
ચોમૂ પેલેસ, જયપુર
જો અક્ષય કુમાર તમારો પસંદગીનો હીરો છે, તો તમે તેની હિટ ફિલ્મ ભૂલ ભુલૈયા તો જોઇ જ હશે? તેમાં દર્શાવવામાં આવેલો મહેલ કોઇ જેવો તેવો નહોતો, પરંતુ જયપુરનો 300 વર્ષ જુનો ચોમૂ મહેલ હતો. આજે આ જયપુરની એક લોકપ્રિય હોટલ છે જે મહેમાનો માટે ખુલ્લી છે, અહીં તમને દરેક જરુરીયાત સાથે જોડાયેલી સુવિધાઓ જોવા મળી જશે.
વુડવિલ પેલેસ હોટલ, શિમલા
શિમલા આમ પણ એટલી સુંદર જગ્યા છે અને અહીંના સુંદર રિસોર્ટ કેક પર ચેરી જેવું કામ કરે છે. અહીંની વુડવિલે પેલેસ હોટલ એક જુના બ્રિટિશ કાળના જમાનાની સંપત્તિ છે. આ હોટલનું પ્રાચીન આકર્ષણ લોકોને અહીં ફિલ્મોના શૂટિંગ કરવા માટે મજબૂર કરી દે છે. તેની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવાઇ શકાય છે કે અહીં બ્લેક, રાઝ 2 અને રાજૂ ચાચા જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. સાથે જ થ્રી ઇડિયટ્સથી કરીના કપૂરનો વેડિંગ સીન પણ અહીં જ શૂટ થયો હતો.
લાલગઢ પેલેસ, બીકાનેર
જ્યારે ફિલ્મોમાં રૉયલ લગ્ન દર્શાવવાની વાત આવે છે તો રૉયલ પેલેસથી વધારે સારુ શું હોઇ શકે છે. ફિલ્મ બેન્ડ બાજા બારાતના અંતમાં લગ્નની પૂરી સીક્વેંસ બીકાનેરની સૌથી લોકપ્રિય હેરિટેજ હોટલોમાંની એક, ભવ્ય અને આકર્ષક લાલગઢ મહેલમાં ફિલ્માવાઇ છે. લાલ બલુઆ પથ્થરની આ સંરચનાને મહારાજા ગંગા સિંહે બનાવી હતી.