બિહાર ભારતના એ રાજ્યોમાંથી એક છે, જ્યાં ગંગા નદીનો વિસ્તાર ઘણો વધારે છે. આ આખા રાજ્યને લગભગ બે ભાગમાં વહેંચનારી ગંગાના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે બિહાર સરકારે 3 મહાસેતુના નિર્માણની યોજના બનાવી છે.
ગંગા નદી પર પહેલેથી જ મહાત્મા ગાંધી પુલ, વિક્રમશિલા પુલ જેવા બ્રિજ હતા. પરંતુ આ 3 મહાસેતુથી બિહારની સ્પીડને વધુ ગતિ મળશે.
ઔટા ઘાટ સિમરિયા બ્રિજ
ગંગા નદી પર બનનારા આ મહાસેતુનો ખર્ચ 1491 કરોડનો છે અને આવનારા 2023 સુધી આ પુલનું કામ પૂર્ણ થઇ જશે.
કાચી દરગાહ બિદુપુર બ્રિજ
કાચી દરગાહથી બિદુપુર બીચ બનનારો આ બ્રિજ દેશનો સૌથી મોટો એકસ્ટ્રાડોજ કેબલ બ્રિજ હશે. જેનું 45 ટકા કામ પહેલેથી જ પૂર્ણ થઇ ચૂક્યું છે. આવનારા 2023માં આ પુલનું કામ પણ પૂર્ણ થઇ જશે.
આ બ્રિજની લંબાઇ લગભગ 20 કિ.મી હશે. આ બ્રિજની મદદથી રાજધાની પટનાનો વિસ્તાર ઉત્તર બિહારથી સીધો જોડાઇ જશે.
સુલ્તાનગંજ અગવાની ઘાટ પુલ
સુલ્તાનગંજથી અગવાની ઘાટ સુધી જનારા આ પુલનું નિર્માણ 2022 સુધી પૂર્ણ થઇ જશે અને આ જ વર્ષે જનતા માટે ખોલી નાંખવામાં આવશે. ચાર લેનવાળા આ પુલની મદદથી ભાગલપુરથી ખગરિયા જનારા લોકોને ઘણી જ રાહત થશે.