અમે લાવ્યા છીએ તમારા માટે એવા કેટલાક શાનદાર આર્કિટેક્ચરનું લિસ્ટ જે છે વિશ્વમાં અજોડ! આ સ્થળો વિષે જાણીને તમે ત્યાં જવાની ઈચ્છાને કાબુમાં નહીં જ રાખી શકો!
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગુજરાતમાં નર્મદા કિનારે 182 મીટર ઉંચી સરદાર પટેલની આ પ્રતિમા 2700 કરોડથી પણ વધુ ખર્ચે બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે! આ બનાવવામાં વિદેશીઓની પણ મદદ લેવામાં આવી છે. ગુજરાત જાઓ ત્યારે અહીંની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
પનવલ નદી વાયડક્ટ
મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં 424 મીટર લાબું આ સ્ટ્રક્ચર પનવલ નદી પર બનેલું છે. એશિયામાં ત્રીજા નંબરનો સૌથી ઉંચો આ વાયડક્ટ કોંકણ રેલવેનું એક એન્જિનિરીંગ માર્વેલ ગણાય છે.
પમ્બન બ્રિજ - તામિલનાડુ
તામિલનાડુની રામેશ્વરમ સાથે જોડતા આ બ્રિજના ખાસિયત એ છે કે આ એક કેંટીલેવર બ્રિજ છે એટલે કે સમુદ્ર ઉપર બનેલું હોવાથી શિપને પસાર થવા માટે આ બ્રિજને ઉપર ઉઠાવવામાં આવે છે! 143 પિલર પર ટાંકેલો આ બ્રિજ 2 કિમી લાંબો અને દેશનો બીજા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે.
પીર પંજાલ રેલવે ટનલ
બનિહાલ-કાઝીગુન્દ વચ્ચેની ઘાટીની આ ટનલ પીર પંજાલ માઉન્ટેન રેન્જને કોતરીને બનાવવામાં આવી છે. 11 કિમી લાંબી આ ટર્નલને એશિયાની બીજા નંબરની ટ્રાન્સપોર્ટેશન પેસેજ તરીકે ગણતરી કરવામાં આવે છે.
બાંદ્રા વરલી સી લિંક
મુંબઈના બાંદ્રા અને વરલીને જોડતો 8 લેનનો આ બ્રિજ આરબ સાગર પર બનાવવામાં આવ્યો છે. કેબલ સ્ટે બ્રિજને ખુલ્લા દરિયામાં પહેલી વાર ભારતમાં અહીં બનાવવામાં આવ્યો છે. મુંબઈ જાઓ ત્યારે અહીંયા જરૂર જાઓ.
ભૂપેન હઝારીકા સેતુ
આસામને અરુણાચલ સાથે જોડતો આ બીમ બેઝડ બ્રિજ છે જે DHOLA SADIYA બ્રિજ તરીકે પણ ઓળખાય છે. દેશનો આ 9 .15 કિમી લાંબો સૌથી લાંબો બ્રિજ છે અને 60 ટનની બેટલ ટેન્કનું વજન પણ ખામી શકે છે.
આઈફ્લેક્સ સોલ્યુશન-બેંગ્લોર
આઈફ્લેક્સ સોલ્યુશન બિલ્ડીંગ એના સ્ટ્રક્ચર માટે પુરા વિશ્વમાં જાણીતું છે. આનું આર્કિટેક્ચર કોઈ અન્ય સાધારણ બિલ્ડીંગ કરતા ઘણું જ અલગ છે.
ભવિષ્યના અન્ય બેજોડ ઉદાહરણો:
ભગવાન શ્રીરામની પ્રતિમા
ઉત્તરપ્રદેશમાં બનવા જઈ રહેલી ભગવાન શ્રીરામની આ 251 મીટર ઉંચી પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે.
અંડરવોટર ટનલ
હુગલી નદીમાં અડધો કિમી અંદર સુધી બનનારી આ ભારતની સૌથી પહેલી અંડરવોટર ટનલ હશે.
ચિનાબ બ્રિજ
ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવી રહેલો આ 427 મીટર લાંબો આર્ક બ્રિજ હશે. આ વિશ્વનો પોતાના પ્રકારનો એકમાત્ર બ્રિજ હશે જે જમ્મુ કાશ્મીરની ચિનાબ નદી પર બનવાનો છે જે બક્કલ અને કોડી સ્થળોને એકબીજા સાથે જોડશે.
.
વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.