દુનિયાના ઘણાં દેશોમાં પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. એક એવો દેશ જ્યાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે. અને સૌથી મોટું ધાર્મિક સ્મારક પણ છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાં કોઇ હિન્દુ નથી. આ દેશના ઝંડાનું ચિહ્ન પણ હિંદુઓનું એક મંદિર છે. હિંદુ ધર્મ દુનિયાનો એકમાત્ર એવો ધર્મ છે જે સૌથી પ્રાચીન છે. એવું કહેવાય છે કે હિંદુ ધર્મ 12 હજાર વર્ષથી પણ જુનો છે. હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્વ છે. એ વાતના ઘણાં પુરાવા છે કે દુનિયાના ઘણાં દેશોમાં પહેલા સનાતન ધર્મ જ હતો.
અંગકોર વાટ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે. આ ઉપરાંત, તે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક પણ છે. આ કમ્બોડિયા દેશના અંગકોરમાં સ્થિત છે. અંગકોર સિમરિપ શહેરમાં મીકાંગ નદીના કિનારે આવેલું છે. અંગકોર વાટ મંદિર સેંકડો ચોરસ માઇલમાં ફેલાયેલું છે. આ ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહીં પહેલા શાસકોએ મોટા-મોટા શિવ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. આનું જનું નામ યશોધપુર હતું. રાજા સૂર્યવર્મન દ્વિતીયના શાસન કાળ ઇસ. 1112 થી 1153માં આ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરના ચિત્રને કમ્બોડિયાના રાષ્ટ્રીય ધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાં આ સામેલ છે અને યૂનેસ્કોના વિશ્વ હેરિટેજ સ્થળમાં સામેલ છે.
આ દેશમાં કોઇ હિંદુ કેમ નથી?
સૌથી મોટો સવાલ એ છે કે કમ્બોડિયામાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે, પરંતુ 100 ટકા હિંદુ ધર્મને માનનારા હિંદુ ક્યાં જતા રહ્યાં? કમ્બોડિયામાં દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે પરંતુ હિંદુ કેમ નથી? ઇતિહાસ અનુસાર, અહીં લોકોએ બીજા ધર્મોને અપનાવી લીધો છે. વર્તમાનમાં આ દેશમાં ગણતરીના હિંદુઓ બચ્યા છે, પરંતુ દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર આ જ દેશમાં છે.
દક્ષિણ પૂર્વ એશિયાનો એક મુખ્ય દેશ છે કમ્બોડિયા અને અહીંની વસતી અંદાજે 1.7 કરોડ છે. ઇસ્ટ એશિયામાં પહેલા પણ 5 હજારથી લઇને 1 હજાર વર્ષ જુના મંદિરોની શોધ કરવામાં આવી છે. આ રિસર્ચમાં ભારતની પ્રાચીન વૈભવશાળી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો છે હજારો વર્ષમાં સમુદ્રનું જળસ્તર અંદાજે 500 મીટર સુધી વધ્યું છે. આનાથી એ સાબિત થયું કે રામ-સેતુ, દ્વારકા નગરી જેવા સ્થાન આજે પણ છે અને તેની સાથે જોડાયેલા પાત્રો પણ સાચા છે.
મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ
એવું કહેવાય છે કે વર્ષો પહેલા કંમ્બોડિયામાં હિન્દૂ ધર્મ હતો. પહેલા તેનું સંસ્કૃત નામ કંબુજ કે કમ્બોજ હતું. કમ્બોજની પ્રાચીન કથાઓ અનુસાર, વસાહતનો પાયો આર્યદેશના રાજા કંબુ સ્વયાંભુવે રાખ્યો હતો. ભગવાન શિવની પ્રેરણાથી રાજા કંબુ સ્વયાંભુવ કંબોજ દેશ આવ્યા. તેમણે અહીંના નાગ જાતિના રાજાની મદદથી આ જંગલી રણ પર રાજ્યની સ્થાપના કરી. નાગરાજની અદ્બૂત જાદુગરીથી રણપ્રદેશ લીલાછમ, સુંદર પ્રદેશમાં બદલાઇ ગયા.
કથાઓ અનુસાર, કંબુએ નાગરાજની કન્યા સાથે લગ્ન કર્યા અને કંબુજ રાજવંશનો પાયો નાંખ્યો હતો. પરંતુ અહીં વિદેશીઓ પર નજર પડી અને તેમણે અહીં રહેનારા હિંદુ લોકોને તલવારની અણીએ ધર્મ પરિવર્તન કરાવી લીધું. અહીંના લોકો હજુ પણ દિલથી પોતાને હિંદુને માને છે.
આ મંદિરના નિર્માણને લઇને ઘણી કહાનીઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે રાજા સૂર્યવર્મને કંબોડિયા દેશની રાજધાની હંમેશા માટે જીવિત રહેવા માટે આ મંદિરને બનાવ્યું હતું. અહીં તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિને સ્થાપિત કરીને પૂજા કરવાની શરૂઆત કરી હતી. આ મંદિરને 12મી શતાબ્દીમાં હિંદુ શાસકે બનાવ્યું હતું. પરંતુ 14મી શતાબ્દી સુધી અહીં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા રહસ્યો કરવા લાગ્યા હતા અને મંદિરને છેવટે બૌદ્ધ સ્વરૂપ આપી દીધું.
મંદિરનું દ્વાર છે 1 હજાર ફૂટ પહોળું –
આ મંદિરની ખીણ 700 ફૂટ પહોળી છે. તમને દૂરથી ખીણ તળાવ જેવું જોવા મળશે. મંદિરની પશ્ચિમ તરફ અને આ ખીણને પાર કરવા માટે એક પુલ બનાવ્યો છે. અહીં દિવાલો પર અંકિત રામાયણને જોઇને એવું લાગે છે કે પ્રવાસી કલાકારોએ ભારતીય કળાને જીવંત રાખવાની પૂરી કોશિશ કરી છે. આ મંદિર એક ઉંચા ચબુતરા પર સ્થિત છે. જેમાં 3 ખંડ છે. દરેક ખંડમાં 8 ગુંબજ છે. જેમાં સુંદર મૂર્તિઓ છે અને ઉપરના ખંડ સુધી પહોંચવા માટે સીડીઓ છે. મુખ્ય મંદિર ત્રીજા ખંડના છત પર છે. જેનું શિખર 213 ફૂટ ઉંચુ છે. મંદિરની ચારેબાજુ પથ્થરની દિવાલ છે. જૂ પૂર્વથી પશ્ચિમ અને અંદાજે બે તૃતિયાંશ માઇલ ઉત્તરથી દક્ષિણ તરફ અડધો માઇલ લાંબુ છે.
મંદિરના રોક પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવી છે રામકથા
અંગકોર વાટ મંદિર ઘણું જ વિશાળ છે અને અહીંના ભીંતચિત્રોમાં રામકથા ઘણાં જ સંક્ષિપ્ત રૂપમાં છે. આ ચિત્રોમાં રાવણ વધથી શરૂઆત થઇ છે. ત્યારબાદ સીતા સ્વયંવરનું દ્રશ્ય આવે છે. આ બે મુખ્ય ઘટનાઓ બાદ વિરાધ તેમજ કબંધ વધનું ચિત્રણ છે. પછી બીજા ભીંતચિત્રોમાં ભગવાન શ્રી રામ સ્વર્ણ મૃગ પાછળ દોડતા, સુગ્રીવથી રામની મિત્રતા, વાલી-સુગ્રીવનું યુદ્ધ, અશોક વાટીકામાં હનુમાન, રામ-રાવણ યુદ્ધ, સીતાની અગ્નિ પરીક્ષા અને રામનું અયોધ્યા પાછા ફરવાના દ્રશ્ય જોવા મળે છે. આ અંગકોર વાટ મંદિરના કોરિડોરમાં તત્કાલિન સમ્રાટ, બલિ-વામન, સ્વર્ગ-નર્ક, સમુદ્ર મંથન, દેવ-દાનવ યુદ્ધ, મહાભારત, હરિવંશ પુરાણ વગેરે સંબંધિત અનેક ભીંતચિત્રો પણ જોવા મળે છે.
મંદિર સાથે જોડાયેલી મહત્વની વાતો
વર્ષ 1986થી લઇને વર્ષ 1993 સુધી ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ મંદિરના સંરક્ષણની જવાબદારી સંભાળી હતી. ફ્રાંસથી આઝાદી મળ્યા બાદ અંગકોર વાટ મંદિર કમ્બોડિયા દેશનું પ્રતીક બની ગયું. રાષ્ટ્રના સન્માનના પ્રતીક આ મંદિરને 1983માં રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેવી રીતે પહોંચશો
કમ્બોડિયા જવા માટે દિલ્હી, મુંબઇ, કોલકાતા અને બેંગાલુરુથી ફ્લાઇટ મળે છે. વીઝાની વાત કરીએ તો અહીં ઑન અરાઇવલ વીઝા મળે છે. આ ઉપરાંત ઇ વીઝા પણ લઇ શકાય છે. ભારતથી આવતી ફ્લાઇટ્સ કંમ્બોડિયાના ફનોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સીએમ એઅપ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થાય છે. એરપોર્ટથી અંગકોરવાટ જવા માટે બસ અને કેબ મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો