તમે દુનિયાભરના ઘણાં મ્યૂઝિયમ અંગે વાંચ્યુ કે સાંભળ્યું હશે. જેનું નામ આવતા જ લોકોના મનમાં જુની તેમજ યૂનિક તસવીરો, પેન્ટિંગ વગેરેનો ખ્યાલ આવે છે. પરંતુ શું તમે ક્યારેય કોઇ એવી જગ્યા વિશે સાંભળ્યું છે ચૉકલેટથી બની હોય? સાંભળવામાં કદાચ અજુગતુ લાગશે પણ આપને જણાવી દઇએ કે દુનિયાભરમાં ઘણાં મોટા અને લોકપ્રિય ચૉકલેટ મ્યૂઝિયમ પણ છે. આ મ્યૂઝિયમમાં ન કેવળ તમને ચૉકલેટનો ઇતિહાસ જાણવા મળશે પરંતુ સાથે જ અહીં સ્વાદિષ્ટ ચૉકલેટના ઝરણાંમાં ડુબકી લગાવીને વફલનો પણ આનંદ માણવા મળશે. તમે અલગ-અલગ પ્રકારની ચૉકલેટ ખાવાની મજા લઇ શકો છો. એવામાં ચૉકલેટ લવર્સ માટે આવા મ્યૂઝિયમ ફરવા માટે એકદમ બેસ્ટ ગણાય છે. તો આવો જાણીએ દુનિયાના 5 સૌથી લોકપ્રિય ચૉકલેટ મ્યૂઝિયમ અંગે…
કોલોન ચૉકલેટ સંગ્રહાલય, કોલોન, જર્મની
આ મ્યૂઝિયમ રાઇન નદી પર સ્થિત છે. અહીં ચૉકલેટના ઇતિહાસ સાથે જોડાયેલી ત્રણ માળની બિલ્ડિંગ છે જેની મુલાકાત કરી શકાય છે. આ મ્યૂઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર પ્રસિદ્ધ ચૉકલેટ ફુવારો છે. સંગ્રહાલયના કર્મચારી અહીં આવનારા લોકોને સ્વાદિષ્ટ ચૉકલેટના ઝરણામાં વફલ ડુબાડીને આપે છે. ચૉકલેટ પ્રેમીઓ માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી.
લિંટ હોમ ઑફ ચૉકલેટ, સ્વિટ્ઝરલેન્ડ
લિંટ હોમ ઑફ ચૉકલેટ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ મ્યૂઝિયમ ‘લિંટ હોમ ઑફ ચૉકલેટ’ના નામથી જાણીતું છે. આ લગભગ 65 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ મ્યૂઝિયમમાં લગભગ 30 ફૂટની ઊંચાઇવાળુ એક ફાઉન્ટેન પણ છે. આ ચૉકલેટના આકારમાં બનાવાયું છે. આ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ મ્યૂઝિયમમાં દરેક ચીજ ચૉકલેટથી બનીને તૈયાર થાય છે. અહીં રિસર્ચ વ્યવસ્થા, ચૉકલેટ બનાવવાના ક્લાસ અને ગિફ્ટની દુકાનો પણ છે. આ મ્યૂઝિયમમાં દુનિયાની સૌથી મોટી ચૉકલેટ શોપ પણ છે જેનું ઉદ્ઘાટન મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે કર્યું હતું.
દુનિયાભરમાં જ્યૂરિચ શહેર ચૉકલેટની રાજધાની ગણાય છે. એવું કહેવાય છે કે આ શહેરમાં ઉત્પાદિત થતી ચોકલેટ સૌથી સારી ક્વોલિટી અને ટેસ્ટવાળી હોય છે. સ્વિસ ચોકલેટ મેકિંગનો ઇતિહાસ જાણવા માટે આ મ્યૂઝિયમ એકદમ પરફેક્ટ જગ્યાછે.
આ અનોખા મ્યૂઝિયમમાં આવતા વિઝિટર્સ પોતાની સાથે થોડીક ગિફ્ટ પણ ઘરે લઇ જઇ શકે છે. આ સાથે જ અહીં રહેલું ચૉકલેટેરિયામાં લોકો પોતાના હાથે ચૉકલેટ બનાવવાની તક મળશે. આ મ્યૂઝિયમમાં કોકો બીન્સના ઉત્પાદનની શરૂઆત, શરૂઆતી ચોકલેટનો ઇતિહાસ અને તેની આખી સંસ્કૃતિક વિરાસતના ઇતિહાસની ઝલક પણ જોવા મળશે.
લિંટ હોમ ઑફ ચૉકલેટમાં કેફેટેરિયાની જેમ ચૉકલેટેરિયા પણ હશે, જ્યાં કૉફીની જેમ લોકો પોતાની પસંદની ચૉકલેટ બનાવીને સ્વાદ લઇ શકશે.
ચોકો-સ્ટોરી ચૉકલેટ સંગ્રહાલય, બેલ્જિયમ
ચોકો-સ્ટોરી ચૉકલેટ સંગ્રહાલય ફ્રેન્ચ ફ્રાઇઝ કે ફ્રાઇટ્સ ઉપરાંત, બેલ્જિયમ ઘણાં અન્ય ચીજો માટે પણ જાણીતું છે. તેમાંથી એક ચોકો-સ્ટોરી ચૉકલેટ મ્યૂઝિયમ છે. આ બ્રુગ્સમાં સૌથી જુની મધ્યકાલીન ઇમારતો પૈકીની એક છે. આ મ્યૂઝિયમમાં એક ભાગ ચૉકલેટના સ્વાસ્થ્ય લાભને સમર્પિત છે. આ ઉપરાંત, આ મ્યૂઝિયમમાં ચૉકલેટનું એક અનોખુ કલેક્શન પણ છે જે શાહી પરિવારને શ્રદ્ધાંજલિ આપે છે. આ મ્યૂઝિયમમાં તમે ચૉકલેટના હજારો વર્ષ પહેલાના ઇતિહાસને સ્વાદ, શબ્દો અને તસવીરો દ્ધારા અનુભવી શકો છો.
મુસી લેસ સીક્રેટ્સ ડૂ ચૉકલેટ, ફ્રાંસ
મુસી લેસ સીક્રેટ્સ મ્યૂઝિયમમાં તમને બધુ જ મળી જશે. અહીં થિયેટર, ચાની દુકાન અને ગિફ્ટ શૉપ છે જે ચૉકલેટ પાસ્તા, ચૉકલેટ સિરકા, ચૉકલેટ બિયર અને સજાવટી પ્રાચીન ચૉકલેટ મોલ્ડ વેચે છે. આ મ્યૂઝિયમ ઘણું જ સુંદર છે.
મ્યૂઝુ ડે લા જોકોલાટા, બાર્સિલોના, સ્પેન
મ્યૂઝુ ડે લા જોકોલાટા, બાર્સિલોનાના મ્યૂઝિયમમાં મૂર્તિઓ ચૉકલેટથી બનાવાઇ છે. આ મૂર્તિઓ એટલી અદ્ભુત છે કે તમે ભુલી જશો કે તમે ચૉકલેટ જોઇ રહ્યા છો. આ પોતાનામાં એક અનોખો અનુભવ છે.