આપણે દુનિયાના વિચિત્ર ગામો અંગે જરુર સાંભળ્યુ હશે, જ્યાં લોકો કંઇક અલગ પ્રકારની સંસ્કૃતિને અપનાવતા હશે. પરંતુ શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે જે જમીનની અંદર છુપાયેલું હોય. જી હાં, આ આખુ ગામ જમીનની અંદર વસેલું છે, અને તે પણ 3000 ફૂટ નીચે અને અહીંની કુલ વસતી 208 છે. એડવેન્ચરના શોખીનો દર વર્ષે આખી દુનિયામાંથી અંદાજે 55 લાખ લોકો આવે છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના પ્રસિદ્ધ ગ્રાન્ડ કેનિયનની પાસે હવાસૂ કેનિયનમાં સુપાઇ ગામની. આ ગામ જમીનની સપાટી પર નહીં પરંતુ ગ્રાન્ડ કેનિયનની અંદર અંદાજે 3 હજાર ફૂટની ઊંડાઇ પર વસેલું છે.
ગામમાં પહોંચવા માટે ખચ્ચર કે હેલિકોપ્ટરનો ઉપયોગ
સુપાઇ ગામના તાર આજ સુધી શહેરના રોડ સુધી નથી જોડાઇ શક્યા. અહીં સુધી પહોંચવાનો રસ્તો ઘણો ખરબચડો છે. ગામનો સૌથી નજીકનો રસ્તો પણ લગભગ 8 માઇલ દૂર છે. અહીં સુધી પહોંચવા માટે ખચ્ચર અને હેલિકૉપ્ટરનો ઉપયોગ થાય છે. સુપાઇ ગામમાં ગ્રાન્ડ કેનિયનના ગાઢ રહસ્યો છુપાયેલા છે. આ ગામ ચારે તરફથી મોટા અને ઉંચા શિખરોથી ઘેરાયેલું છે. ઊંડી ખીણમાં છુપાયેલું આ ગામ અંદાજે એક હજાર વર્ષથી આબાદ છે. અહીં અમેરિકાના મૂળ નિવાસી રહે છે. 20મી સદી સુધી આ ગામના લોકોએ બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આરામદાયક જીવન પસાર કરનારી તમામ સુવિધાઓ
ગામ સંપૂર્ણ રીતે ટ્રાફિકના શોરબકોરથી આઝાદ છે. ખચ્ચર અને ઘોડા ગામના રસ્તાઓ પર નજરે પડે છે. આ ગામમાં ભલે શહેરો જેવી સુવિધા ન હોય પણ આરામથી જીવન પસાર કરી શકો છો. અહીં પોસ્ટ ઓફિસ, કેફે, બે ચર્ચ, લૉજ, પ્રાઇમરી સ્કૂલ અને કેટલીક કરીયાણાની દુકાનો છે. અહીંના લોકો આજે પણ હવાસુપાઇ ભાષા બોલે છે, સેમની ફલી અને મકાઇની ખેતી કરે છે. રોજગારી માટે લચ્છેદાર ટોકરીઓ વણે છે અને શહેરોમાં વેચે છે. ટોકરીઓ બનાવવાનો પરંપરાગત વ્યવસાય છે. ગામના લોકો જરુરીયાતનો સામાન ખચ્ચર પર લાદીને અહીં લાવે છે.
ફેબ્રુઆરી મહિનાથી નવેમ્બર સુધી પ્રવાસીઓ અહીંના લોકો સાથે તેમના ઘરોમાં રહી શકે છે.
દર વર્ષે ગામમાં અંદાજે વીસ હજાર લોકો અહીંની કુદરતી સુંદરતા અને અહીંના જીવનને જોવા માટે આવે છે, પરંતુ અહીં સુધી પહોંચવા માટે બધા પ્રવાસીઓએ હવાસુપાઇની ટ્રાઇબલ કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે. ફેબ્રુઆરી મહિનાથી નવેમ્બર સુધી પ્રવાસીઓ અહીંના લોકો સાથે તેમના ઘરોમાં રહી શકે છે. ચાંદની રાતે ઝરણામાંથી પડતા પાણીને અવાજની સાથે ગામની સુંદરતાની મજા લઇ શકો છો.
અહીંના ફિરોઝી પાણીનું રહસ્ય
વૈજ્ઞાનિકો એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે આ રેગિસ્તાની વિસ્તારમાં ફિરોઝી પાણીના ઝરણા કેવી રીતે આવ્યા. પાણીમાં ફિરોઝી રંગ હકીકતમાં અહીંના ખડકો અને જમીનમાં ચૂનાના પથ્થરની પ્રચૂર માત્રામાં જોવા મળે છે. પથ્થર પર પાણી પડવાથી જ્યારે હવા મળે છે તો એક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનવા લાગે છે. સૂરજનો પ્રકાશ પડવા પર આજ પાણી ફિરોઝી રંગનું નજરે પડે છે. અહીંના લોકો પોતાની સરકાર જાતે ચલાવે છે અને પોતાનો કાયદો જાતે બનાવે છે.
1975માં રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફોર્ડે કરાર હેઠળ 1,85,000 એકર જમીનનો કંટ્રોલ હવાસુપાઇના લોકોને આપી દીધો. આજે અહીંના લોકો ફક્ત કેનિયન સુધી સીમિત નથી પરંતુ અહીંના જંગલોમાં શિકાર કરવાનો હક તેમને પણ મળ્યો છે. આજે હવાસુપાઇની ઓળખ એક ખુદમુખ્તાર પ્રાંત તરીકે છે. અહીંના લોકો પોતાની સરકાર જાતે ચલાવે છે. ટ્રાઇબલ કાઉન્સિલની ચૂંટણી ગામના લોકો કરે છે અને પોતાનો કાયદો જાતે બનાવે છે.
દુનિયાથી કપાયેલું છે ગામ
બહારની દુનિયાથી અહીંના લોકોનો સંપર્ક કપાયેલો છે. એક અલગ જ દુનિયામાં અહીંના લોકો જીવે છે. અહીં ટ્રાન્સપોર્ટેશન પણ સીમિત છે. એક બે વિમાન આવે છે જે આ ગામને નજીકના હાઇવે સાથે જોડે છે. અહીંના લોકો માને છે કે તેઓ પોતાના પૂર્વજોના ઘરમાં રહે છે.
અહીં ન તો ઇમેલ, ન ફેક્સ અને નથી ફોન
આ ગામ કેટલી હદ સુધી પછાત છે તે એ વાતથી ખબર પડે છે કે આજે પણ ચિઠ્ઠીઓને લેવા લઇ જવાનું કામ ખચ્ચરો પર બેસીને જ કરવામાં આવે છે. અહીં ફોન, મેઇલ કે ફેક્સની સુવિધા નથી. અમેરિકા જેવા દેશમાં જેનું અનુકરણ આખી દુનિયા કરે છે, ત્યાં આધુનિકીકરણથી દૂર આવા ગામનું હોવું ખરેખર આશ્ચર્યની વાત છે.
Pic :- Source