યમુનોત્રી એટલે કે યમુના નદીનું ઉદ્દગમ સ્થળ. ગંગા બાદ દેશની બીજી અને સૌથી પવિત્ર અને પૂજ્ય નદી યુમના ઉત્તરાખંડનું મુખ્ય પર્યટક અને તીર્થ સ્થળ છે. સમુદ્ર કિનારાથી અંદાજે 3293 ફૂટની ઉંચાઇ પર આવેલું યમુનોત્રી પહાડના ચારધામમાંથી એક છે. હિમાચલની ચારધામ યાત્રાની શરૂઆત યમુનોત્રીથી જ થાય છે.
ચારધામ યાત્રાનું પુરુ ફળ ચાખવા માટે યમુનોત્રી ધામની યાત્રા કર્યા બાદ જ ગંગોત્રી ધામની યાત્રા કરવી જોઇએ. પૌરાણિક કથાઓ અનુસાર યમુના સૂર્ય દેવતાની પુત્રી હોવાની સાથે યમરાજ અને શનિદેવની બહેન છે. કહેવાય છે કે અહીં પવિત્ર યમુના નદીમાં સ્નાન કરીને નજીકમાં ખરસાલીમાં શનિદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના બધા કષ્ટ દૂર થઇ જાય છે. એમ પણ માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી આકસ્મિક મૃત્યુ નથી થતું. આ સાથે જ અહીં દિવ્યશિલા, સૂર્યકૂંડ અને વિષ્ણુકુંડના દર્શન માત્રથી સમસ્ત પાપોથી મુક્તિ મળી જાય છે.
યમુના નદીનું ઉદ્દગમ સ્થળ મંદિરથી અંદાજે એક કિલોમીટર આગળ હિમનદ કે ચંપાસર ગ્લેશિયરમાં છે. અહીં જવાનો રસ્તો ઘણો દુર્ગમ છે. અહીં સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ છે. એટલે યમુના દેવી મંદિરનું નિર્માણ પહાડોના તળિયે કરવામાં આવ્યું છે. ચારેબાજુ પહાડોથી ઘેરાયેલી આ જગ્યા ઘણી સુંદર અને મનમોહક છે. અહીં તમારા મનને એક અલગ જ શાંતિ મળે છે. યમુનોત્રી હિમનદથી નીકળીને અંદાજે 10 કિલોમીટર દૂર સપ્તઋષિ કુંડમાં પડે છે અને પછી અહીંથી યમુના નદીના રૂપે પ્રવાહિત થાય છે.
મંદિરની બન્ને બાજુ બે કુંડ છે- સૂર્ય કુંડ અને ગૌરી કુંડ. સૂર્ય કુંડ ગરમ પાણીનો સ્ત્રોત છે. શ્રદ્ધાળુ અહીં પોટલીમાં ચોખા અને બટાકા મુકીને કુંડના ગરમ પાણીમાં નાંખે છે. ગરમ પાણીમાં ચડેલા ચોખા અને બટાકાને મંદિરમાં ચઢાવે છે. આને પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે. તીર્થયાત્રી કે પર્યટકો અહીંથી અંદાજે 6-7 કિલોમીટર પહેલા જાનકીચટ્ટી સુધી પોતાની ગાડી કે ટેક્સીથી આવે છે. પછી અહીંથી પગપાળા યમુનોત્રી ધામ સુધી પગપાળા, પાલખી કે ટટ્ટુઓની મદદથી પહોંચે છે. પહાડોથી ઘેરાયેલા જાનકીચટ્ટીથી જ એક રીતે યમુનોત્રીન યાત્રા શરૂ થાય છે.
જાનકીચટ્ટીથી પહેલા લોકો યમુનોત્રી માટે હનુમાન ચટ્ટીથી પગપાળા યાત્રા શરૂ કરતા હતા. ત્યારે શ્રદ્ધાળુઓને અંદાજે 13-14 કિલોમીટર પગપાળા ચાલવું પડતું હતું. હવે રોડ બનવાથી સુવિધા થઇ ગઇ છે. અહીં પર્યટક ભગવાન હનુમાનના દર્શન કરે છે. અહીં પર શ્રદ્ધાળુઓને રહેવા અને ખાવા-પીવાની સારી વ્યવસ્થા હોય છે.
યમુનોત્રીથી અંદાજે 50 કિલોમીટર દૂર સ્થિત છે –બરકોટ. અહીં તમે ગંગા અને યમુના બન્ને પવિત્ર નદીઓનું જળપ્રાપ્ત કરી શકો છો. અહીંનું દ્રશ્ય ઘણું જ દિવ્ય છે. તમારુ મન અહીંથી જવાનું નહીં કરે. તમે અહીં કેટલોક સમય વિતાવવાનું જરૂર પસંદ કરશો. પર્યટક અહીં ટ્રેકિંગ કરવા પણ આવે છે.
કેવી રીતે પહોંચશો-
રોડ માર્ગે યમુનોત્રી જવા માટે તમારે ઋષિકેશ (200 કિ.મી.), હરિદ્વાર (250 કિ.મી.), દેહરાદૂન (200 કિ.મી.) અને ઉત્તરકાશી (130 કિ.મી.)થી ટેક્સી કે બસ લેવી પડશે. રેલવેમાં આવો તો તમારે દેહરાદૂન કે ઋષિકેશ આવીને પછી અહીંથી રોડ દ્વારા યમુનોત્રી જવું પડશે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનનું જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે.
ક્યારે જશો-
અહીં આવવા માટે સૌથી સારી મહિનો એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચેનો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો