શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય

Tripoto
Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

ભારતમાં બનેલા દરેક મંદિરની અલગ માન્યતા છે. આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે પણ હિમાચલ પ્રદેશનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ અનુસાર આ મંદિરમાં સાચી શ્રદ્ધાથી પૂજા કરવાથી ઘરમાં બાળકોની ચીચીયારીઓ ગુંજી ઉઠે છે. તો ચાલો જાણીએ હિમાચલ પ્રદેશના આ મંદિર અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ વિશે.

આ મંદિર હિમાચલના સિમસામાં આવેલું છે

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

નિઃસંતાન લોકો બાળક મેળવવા માટે શું નથી કરતા? આવું જ કંઈક હિમાચલ પ્રદેશના એક ગામમાં બને છે. હિમાચલના સિમસ ગામમાં એક એવું મંદિર છે, જેના ફ્લોર એટલે કે જમીન પર સૂવાથી નિઃસંતાન મહિલાઓ ગર્ભવતી બની જાય છે. લોકો માને છે કે દેવી માતા સ્વયં તેમના સપનામાં દેખાય છે અને તેમને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે છે અને સ્ત્રીઓને સંતાનનું સુખ મળે છે. આ મંદિરમાં દૂર-દૂરથી હજારો નિઃસંતાન મહિલાઓ આ ખાસ ફ્લોર પર સૂવા માટે આવે છે. એવું કહેવાય છે કે જેવી મહિલાઓ આ મંદિરમાં આવે છે અને માતાના આશીર્વાદ લે છે, તેમનું ઘર ગુંજી ઉઠે છે. સિમસા દેવી સાથે જોડાયેલી આ માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે, તેથી ઘણી મહિલાઓ પણ અહીં જાય છે.

મંદિર સંતાનદાત્રી તરીકે ઓળખાય છે

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

સંતાનદાત્રી નામથી પ્રસિદ્ધ આ મંદિરમાં નવરાત્રો દરમિયાન "સાલિન્દરા" નામનો વિશેષ ઉત્સવ થાય છે. સાલિન્દ્રા એટલે સ્વપ્ન. એવું કહેવાય છે કે આ તહેવાર દરમિયાન મહિલાઓના જમીન પર સૂવાથી તેમને જલ્દી સારા સમાચાર મળે છે. એવું કહેવાય છે કે માતા રાણી પોતે તેમના ભક્તોને તેમના સપનામાં દેખીને આશીર્વાદ આપે છે જે એક પ્રકારનો સંકેત હોય છે.

માતા સપનામાં સંકેત આપે છે

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

એવો દાવો કરવામાં આવે છે કે જો માતા સિમસા કોઈ સ્ત્રીને સપનામાં ફળ આપે છે, તો તે સ્ત્રીને સંતાનના આશીર્વાદ મળે છે. એટલું જ નહીં, ફળ જોઈને એ પણ જાણી શકાય છે કે તે છોકરો છે કે છોકરી. એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રીને સ્વપ્નમાં કંદ-મૂળ અથવા ફળ મળે છે, તો તેનો અર્થ એ છે કે તેણીને આશીર્વાદ મળ્યા છે. આ સાથે એવી માન્યતા પણ છે કે જામફળનું ફળ મળવાથી છોકરો અને ભીંડા મળવાથી છોકરીનો સંકેત મળે છે. બીજી તરફ જો સપનામાં ધાતુ, લાકડા કે પથ્થરની બનેલી વસ્તુ જોવા મળે તો તેનો અર્થ એ છે કે સંતાન નહીં થાય. એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી નિઃસંતાન હોવાનું સપનું જુએ છે, તે પછી પણ તે મંદિર છોડતી નથી, તો તેના શરીર પર ખંજવાળવાળી લાલ ફોલ્લીઓ દેખાય છે.

જો કોઈને તેના સપનામાં આવુ નથી દેખાતું, તો તે ફરીથી સૂવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સપનું આવ્યા પછી પણ ત્યાં જ રોકાઇ રહે છે, તો એવું માનવામાં આવે છે કે તે બીમાર થઈ જાય છે. ઘણા વર્ષોથી લોકોમાં અતૂટ આસ્થા અને લોકોનું કહેવું છે કે ખરેખર આવું થાય છે. જો તમે ક્યારેય મંદિરની મુલાકાત લેશો તો ઘણા લોકો તેમના બાળકો સાથે આવે છે, જે તેઓ માને છે કે તેમનો જન્મ માના આશીર્વાદથી થયો છે.

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

શું કહે છે લોકોના પોતાના અનુભવો?

વિજ્ઞાનના યુગમાં ભલે દેવતાઓની હાજરી અને ચમત્કારો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે સાંકેતિક રીતે પણ કેમ ન હોય, માં સિમસાના મંદિરમાં સપનાની બાબતમાં કંઈક સત્ય છે. દાખલા તરીકે, અહીંની નિઃસંતાન મહિલાઓ જે સ્વપ્ન કરે છે કે તેમને બાળક થશે, વાસ્તવમાં પતિ-પત્ની બંનેમાં કોઈ ગંભીર તબીબી ઉણપ નથી હોતી, પરંતુ તેમ છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરવા સક્ષમ નથી હોતી. આ હોર્મોનલ અસંતુલન અથવા પતિમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે હોઈ શકે છે. આવા ઘણા લોકો પોતે જ કહે છે કે તેમની સાથે પણ એવું જ થયું છે. તેમનું કહેવું છે કે દરેક જગ્યાએ ચેકઅપ કરાવ્યા બાદ જાણવા મળ્યું કે પતિ-પત્ની મેડિકલ રીતે સ્વસ્થ છે પરંતુ પ્રેગ્નન્સીમાં સમસ્યા હતી. બાદમાં મંદિરમાં આવ્યા બાદ પત્નીને ફળ મળવાનું સ્વપ્ન આવ્યું અને થોડા મહિના પછી તે ગર્ભવતી થઈ.

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

તો કેટલાક ઉદાહરણો એવા પણ જોવા મળ્યા છે જેમાં મહિલાઓને તેમના સપનામાં નિર્જીવ વસ્તુઓ એટલે કે પથ્થર અથવા વાસણો વગેરે જુએ છે, તેનો અર્થ એ છે કે તેમને સંતાન નહીં થાય. આ પછી, જ્યારે તેઓએ તબીબી તપાસ કરાવી ત્યારે ઘણી વખત સ્ત્રીઓમાં કેટલીક તબીબી સમસ્યા જોવા મળી હતી અને ઘણી વખત તેમના પતિઓને તબીબી કારણોસર ખામી જોવા મળી હતી. પરંતુ જ્યારે તેઓએ હોસ્પિટલમાં તેમની સમસ્યાઓની સારવાર કરાવી તો જરૂર તેમને સંતાનપ્રાપ્તિ થઇ. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા પણ લોકોને સંતાન પ્રાપ્તિ થઇ છે. આવા લોકોનું માનવું છે કે આમાં પણ માતાની કૃપા જ રહી હોવી જોઇએ કારણ કે જો સપનાનો અર્થ આ જ હતો કે તે સ્થિતિમાં સંતાન પ્રાપ્તિ નહીં કરી શકે. ત્યારબાદ જ તે દંપતિ હોસ્પિટલ ગયા હતા. તેઓ કહે છે કે જો વિજ્ઞાન તેમના માટે વરદાન સાબિત થયું છે તો પણ તેમને માં ના કારણે સંતાન પ્રાપ્તિ થઇ છે. કારણ કે જો સંતાન ન થવાનું સપનું આવ્યું હોત તો કદાચ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયા જ ન હોત.

Photo of શું ખરેખર હિમાચલના આ મંદિરમાં સૂવાથી પ્રેગ્નન્ટ થઇ જાય છે મહિલાઓ? આ રહ્યું સંપૂર્ણ સત્ય by Paurav Joshi

આસ્થા અને વિજ્ઞાન

કેટલીકવાર આપણે એ જ સપનાઓ જોઈએ છીએ જેના વિશે આપણે વાત કરી હોય છે. તેથી આ એક સંયોગ જ હોઈ શકે કે જે સ્વપ્નને જોવાની ઇચ્છાથી તમે મંદિરમાં જઈ રહ્યા છો, ત્યાં તે જ સ્વપ્ન આવે. પરંતુ ચોક્કસપણે એ વાત તો જરૂર આશ્ચર્યમાં મૂકે છે કે જે સ્ત્રીને જેવું સપનું આવે છે તેને તેવું જ પરિણામ કેમ મળે છે. જો કે, આસ્થા અને વિજ્ઞાનની પોત પોતાની દુનિયા છે. આ ચર્ચા તો ક્યારેય સમાપ્ત નહીં થાય.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી લોકોની માન્યતાઓ પર આધારિત છે. ટ્રિપોટો આની પુષ્ટિ કરતું નથી. કે કોઇ અંધવિશ્વાસ ફેલાવવામાં માનતું નથી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads