શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ

Tripoto
Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 1/6 by Jhelum Kaushal

દુનિયામાં આવ્યા પછી આપણા ઘણા સંબંધો બનતા હોય છે. કેટલાક આપણને વારસામાં મળે છે તો કેટલાક આપણે પોતે બનાવીએ છીએ. આપણે પોતે જેમની સાથે હળીએ મળીએ છીએ એમ આપણે ઘણું નવું શીખીએ છીએ અને ક્યારેક થકી અથવા કંટાળી પણ જઈએ છીએ. પરંતુ આ થાકને દૂર કરવા માટે એક સંબંધ છે જે છે બેસ્ટ ફ્રેન્ડ નો!

બેસ્ટ ફ્રેન્ડ શોધવો કે શોધવી એ લાઇફ પાર્ટનર શોધવા જેટલું જ કઠિન કાર્ય છે. એ જ લાગા સાથે તમારે એ સંબંધ નિભાવવો પડે છે. બંનેની પસંદ નાપસંદ સ્વીકારવી પડે છે. અને મુસાફરીમાં જ કોઈ મિત્ર ખાસ મિત્ર બનતો હોય છે. મારી અને શ્રુતિની મિત્રતા પણ આવી જ છે. હું નીફટ દિલ્લીની ફેશન ગ્રેજયુએટ અને એ બેંગલોરની એંજીનિયર, અમારી બંને વચ્ચે શરૂમાં કશું જ સમાન ન હતું પણ અમારી મિત્રતાનું માધ્યમ બન્યું મુસાફરી. હું તમને જાણવું કે શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ.

1. એક બીજાને વધુ ઓળખવાનો સમય

આજના સમયમાં માત્ર મુસાફરી જ છે જેમાં તમને એકબીજાને જાણવાનો સમય મળે છે. અમે જેસલમેરમાં ખુલ્લા આકાશ નીચે બેસીને એક બીજા જોડે 7 કલાક માત્ર વાતો જ કરી છે! મારા જેવી આંતર્મુખી છોકરી માટે તો આ એક રેકોર્ડ છે. આનથી તમને એકબીજાની સારી અને ખરાબ બંને બાજુઓ જોવા મળશે.

Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 2/6 by Jhelum Kaushal

2. પ્લાનિંગનો રોમાંચ

મુસાફરીનું પ્લાનિંગ કરવાની મજા જે બેસ્ટ ફ્રેન્ડ સાથે છે એ બીજા કોઈ સાથે નથી. લોકેશનના સ્ક્રીનશોટ એકબીજાને મોકલવા, શોપિંગ કરવું, મમ્મી પપ્પાને સમજાવવા, પેકિંગ કરવું વગેરેનો રોમાંચ જ અલગ છે.

Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 3/6 by Jhelum Kaushal

3. લાંબી મુસાફરીમાં કંટાળાનું નામોનિશાન નહિ!

મમ્મી પપ્પા સાથે ક્યારેક 10 કલાકની મુસાફરી પણ લાંબી લાગતી હોય છે. પરંતુ ખાસ મિત્ર જોડે મસ્તી કરવામાં જ ક્યાં સમય જતો રહે છે એ ખબર નથી પડતી. એક વખત મને અને શ્રુતિને મુંબઈથી હમ્પી પહોંચતા 20 કલાક થયા હતા પણ ખાતા પિતા, હસતાં રમત ક્યાં સમય ચાલ્યો ગયો એ ખ્યાલ જ નહોતો આવ્યો.

Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 4/6 by Jhelum Kaushal

4. એડવેન્ચરની કોઈ લિમિટ નહિ

બેસ્ટ ફ્રેન્ડ તમને જજ નથી કરતાં. અને એડવેન્ચર કરવું હોય તો એ ખુશી ખુશી તમને આગળ વધારે છે! આમ જ મસ્તી મસ્તીમાં હું શ્રુતિને હમ્પીમાં રોક કલાઇમ્બીંગ માટે લઈ ગઈ હતી જય 6 કલાક માટે એનું જીવન કઠિન થઈ ગયું હતું પણ અંતે ઉપરથી સૂર્યાસ્ત જોઈને એણે મને થેન્ક યુ કહ્યું હતું.

Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 5/6 by Jhelum Kaushal

5. બેસ્ટ ફ્રેન્ડ તમારો બેસ્ટ પોઝ ઓળખે છે!

તમે ખાસ મિત્ર જોડે કલાકો સુધી ફોટો લઈ શકો ચો. એને ખ્યાલ હોય છે કે નેક્સ્ટ dp ની વેલ્યુ શું હોય છે એટલે એ તમને પૂરી મદદ કરે છે! તમે કોઈ સામાન્ય મિત્ર જોડે જાઓ તો એ તમારા 5 ફોટો લઈને સાઇડમાં જતો રહેશે પણ. અમે ગોવામાં લગભગ 3000 ફોટોઝ લઈને એક રેકોર્ડ બનાવ્યો હતો.

Photo of શા માટે દરેકે પોતાના ખાસ મિત્ર જોડે મુસાફરી કરવી જોઈએ – આવો જાણીએ 6/6 by Jhelum Kaushal

6. બજેટનું ટેન્શન નહિ

બેસ્ટ ફ્રેન્ડ સાથે તમે એક કમ્ફર્ટ લેવલ પર હોવાથી ખર્ચાની ચિંતા રહેતી નથી. મોટા ગ્રુપમાં તો કોણ વધારે કોલ્ડ ડ્રિંક પી ગયું અને કોણ ફાલતુ ખર્ચો કરે છે એવું જ માથાકૂટો ચાલતી હોય છે. આવું બધું તમારે મિત્ર સાથે કરવું પડતું નથી અને એટલે જ તમારી મુસાફરીનો અનુભવ એકદમ લાજવાબ બને છે.

હમ્પીનું મંદિર હોય કે ગોવાનું બીચ મે અને શ્રુતિએ સાથે મુસાફરી કરીને ઘણું મેળવ્યું છે. આજે એ અમેરિકા છે પણ એની સાથે વિતાવેલ સમયને હું યાદ કરીને તમને એટલું જ કહેવા માગીશ કે તમાર ખાસ મિત્ર જોડે ફરવાની કોઈ તક ન ગુમાવો. હું પ્રાર્થના કરીશ કે મને શ્રુતિ સાથે મુસાફરી કરવાની ફરી તક મળે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads