સામાન્ય રીતે, જ્યારે આપણે પૃથ્વી પરના સ્વર્ગની વાત કરીએ છીએ, ત્યારે ફક્ત સ્વિટ્ઝર્લેન્ડ અથવા કાશ્મીર જ ધ્યાનમાં આવે છે. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે ભારતમાં એક બીજી જગ્યા છે જે સ્વર્ગ જેવી ખૂબ જ સુંદર છે અને તેનું નામ છે દારમા વેલી. દારમા વેલી ઉત્તરાખંડની સૌથી સુંદર ખીણોમાંથી એક છે. અહીંની સુંદરતા જોઈને તમે એકવાર કાશ્મીરને ભૂલી જશો. હિમાલયની પર્વતમાળાના સફેદ શિખરો અને હરિયાળી વચ્ચે, દારમા ખીણ તમને સ્વપ્નભૂમિની સફર પર લઈ જાય છે. થોડા દિવસો પહેલા સુધી દુર્ગમ વિસ્તાર હોવાના કારણે અહીં બહુ ઓછા પ્રવાસીઓ આવતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને દુનિયાભરના લોકો આ વિશે જાણવા ઉત્સુક બન્યા છે.
જ્યારે ઉત્તરાખંડની પ્રસિદ્ધ ખીણોનું નામ લેવામાં આવે છે ત્યારે વેલી ઑફ ફ્લાવર્સ, હર્ષિલ વેલી, તોશ વેલી અને પિંડર વેલીનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉત્તરાખંડની સુંદર ખીણોમાં આવેલી દારમા વેલી સુંદરતાના મામલામાં કોઈથી ઓછી નથી. આ લેખમાં, અમે તમને દારમા ખીણની વિશેષતા અને નજીકના કેટલાક શ્રેષ્ઠ સ્થાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
દારમા વેલી ક્યાં છે?
ઉત્તરાખંડના પૂર્વ વિસ્તારમાં સ્થિત દારમા ખીણમાં ઉત્તરમાં તિબેટ એટલે કે ચીન અને પૂર્વમાં નેપાળ છે. તમને જણાવી દઈએ કે આ સુંદર ઘાટી પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં ધોલીગંગા નદીના કિનારે આવેલી છે. પંચાચુલીના પાંચ સફેદ શિખરો એટલે કે પાંચ ચૂલી (શિખરો) વચ્ચે આવેલી આ ખીણ દરેકને આકર્ષિત કરે છે.
પંચાચુલીના પાંચ શિખરો 6,334 મીટરથી 6,904 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. આ પાંચ શિખરો વિશે એવું કહેવાય છે કે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી રાજ્ય પર શાસન કરવાનો આનંદ માણ્યા પછી, પાંડવોએ હિમાલય દ્વારા સ્વર્ગમાં જતા પહેલા અહીં તેમનો છેલ્લો ચૂલો શરૂ કર્યો હતો, એટલે કે, તેઓએ તેમનું અંતિમ ભોજન આ જ ચુલા પર રાંધીને ખાધુ હતુ.
આ પાંચ શિખરો પર પાંડવો દ્વારા બાંધવામાં આવેલા પાંચ ચૂલાને કારણે તે પંચચુલી તરીકે ઓળખાવા લાગ્યું. અહીંના લોકો એવું પણ માને છે કે પંચચુલીના આ પાંચ શિખરો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવના પ્રતિક છે. એવું કહેવાય છે કે દારમા ખીણમાં પાંડવ શિખર છે, જેની મુલાકાત લીધા પછી, પ્રવાસીઓમાં સુખદ અને સકારાત્મક ઉર્જા આપમેળે ઉત્પન્ન થવા લાગે છે.
ધોલીગંગા નદી પંચાચુલીની ગોદમાં આવેલી દરમા ખીણમાંથી પસાર થાય છે. તે પહેલા દારમા નદી તરીકે પણ જાણીતી હતી. તમે નદી કિનારે બેસીને કલાકો સુધી સ્વચ્છ વહેતા પાણીને જોઈ શકો છો. ખીણમાં ભોજપત્રના વૃક્ષો, બુરાંશ ફૂલોના છોડ સાથે હરિયાળીથી ભરપૂર બગ્યાલ કોઈપણ પ્રવાસીને આકર્ષવા માટે પૂરતું છે. દારમા ખીણમાં પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય મનને એક અલગ જ અલૌકિક આનંદ આપે છે. ક્યારેક એવું લાગે છે કે આપણે દરમા નહીં પણ ફૂલોની ખીણમાં આવ્યા છીએ. હરિયાળી અને સફેદ શિખરો વચ્ચે વહેતા ધોધ મનને અપાર શાંતિ પ્રદાન કરે છે.
દારમા વેલીની ખાસિયત
દારમા ખીણની વિશેષતા જાણ્યા પછી, તમે તમારી જાતને ત્યાં જતા રોકી નહીં શકો. હા, દારમા ખીણની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને પ્રકૃતિની અનોખી ભેટ માનવામાં આવે છે. હિમાલયની ગોદમાં આવેલી દારમા વેલી ઉત્તરાખંડની સુંદરતામાં વધારો કરે છે. તેને ઉત્તરાખંડનો છુપો ખજાનો પણ માનવામાં આવે છે. ઊંચા પર્વતો, ઘાસના મેદાનો, હજારો જાતના ફૂલો અને તળાવો અને ધોધ આ ખીણની સુંદરતામાં વધારો કરે છે. દારમા ખીણને હિમાલયની સૌથી સુંદર ખીણોમાંની એક ગણવામાં આવે છે.
પિથોરાગઢ જિલ્લામાં લગભગ 3,470 મીટરની ઉંચાઈ પર સ્થિત દારમા વેલી આજકાલ ટ્રેકિંગ કરતા પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ તરીકે ઉભરી આવી છે. અહીં લીલાછમ હરિયાળી અને સફેદ બરફ વચ્ચે ટ્રેકર્સને સાહસની અનોખી તક મળે છે. ખીણથી પંચાચુલી બેઝ કેમ્પ સુધીનો રસ્તો એટલો સુંદર છે કે ક્યારેક ટૂંકા અંતર કાપવામાં આખો દિવસ લાગે છે. હાથમાં કેમેરા સાથે, આ સ્થળની સુંદરતાને કેપ્ચર કરવા માટે વારંવાર રોકાવાનું મન થાય છે. તમે આ સ્થળની સુંદરતામાં ખોવાઈ જશો. તમને સમયનું ધ્યાન નહીં રહે.
પંચચૂલી બેઝકેમ્પ ટ્રેક:
દારમા ખીણનું સૌથી મોટું આકર્ષણ પંચચુલી બેઝકેમ્પનો ટ્રેક છે. દુગ્તુ ગામથી પંચચુલી બેઝકેમ્પનું અંતર લગભગ 5 કિમી છે અને આ સમગ્ર માર્ગ અત્યંત અદભૂત દૃશ્યોથી ભરેલો છે. શરૂઆતમાં માર્ગ ભોજપત્રના જંગલોમાંથી પસાર થાય છે. પછી જેમ જેમ ઊંચાઈ વધે છે તેમ તેમ જંગલો અદૃશ્ય થઈ જાય છે અને તેની જગ્યાએ ઘાસના મેદાનો એટલે કે બુગ્યાલ આવે છે. બુગિયાલમાં અસંખ્ય પ્રકારનાં ફૂલો ખીલે છે અને તેમની આગળ પંચચુલીનાં બરફીલા શિખરો દેખાય છે.
બેઝકેમ્પ આશરે 3800 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અહીંથી પંચચુલી શિખરો પરથી ઉતરતી ગ્લેશિયર ખૂબ જ આકર્ષક લાગે છે. જો તમે ઇચ્છો તો, તમે અહીં તમારો તંબુ લગાવી શકો છો અને રાત્રિ રોકાણ કરી શકો છો. તમારે કાં તો તમારી સાથે ટેન્ટ લાવવો પડશે, નહીં તો તે ડુગ્ટુમાં પણ ભાડે મળશે.
જો તમે ટ્રેકિંગના શોખીન છો, તો પંચચુલી બેઝકેમ્પ સિવાય, દારમા વેલીમાં તમને આપવા માટે ઘણું બધું છે. તમે 4,350 મીટરની ઉંચાઈ પર સ્થિત બિડાંગ (વેદાંગ) તળાવ સુધી પહોંચી શકો છો. તમે 5,500 મીટર ઊંચા સિન્લા પાસને પાર કરીને પણ આદિ કૈલાશ પહોંચી શકો છો.
ક્યારે જશો અને ક્યાં રોકાશો?
દારમા વેલીની સુંદરતા માણવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીનો છે. ઑક્ટોબર પછી, અહીં ઠંડી વધી જાય છે. જ્યારે ઠંડી વધે છે ત્યારે લોકો શિયાળામાં નીચાણવાળા વિસ્તારોમાં જતા રહે છે. શિયાળો ઓછો થતાં જ આ લોકો પાછા આવી જાય છે. મુસાફરી દરમિયાન તમે અહીં હોમસ્ટે પણ કરી શકો છો. કુમાઉ મંડળ વિકાસ નિગમે (KMVN) અહીંના લોકોના સહયોગથી હોમસ્ટે શરૂ કર્યું છે. અહીં તમે દાંતુ, દુગ્તુ, બાલિંગ અને નાંગલિંગ સહિત ઘણા ગામોમાં રહેવા અને ખાવાની સુવિધા મેળવી શકો છો. ટ્રેકર્સ પણ તેમની સાથે ટેન્ટ લઈ જાય છે.
દારમા વેલી કેવી રીતે પહોંચશો
દારમા વેલી સુધી પહોંચવું ખૂબ જ સરળ છે. દારમા ખીણમાં જવા માટે સૌપ્રથમ ઉત્તરાખંડના ધારચુલા પહોંચવું પડે છે. ધારચુલાથી તમે લોકલ ટેક્સી અથવા કેબ દ્વારા દારમા વેલી જઇ શકો છો.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દારમા વેલીની નજીકમાં આવેલું સ્ટેશન ટનકપુર રેલ્વે સ્ટેશન છે. ટનકપુરથી દારમા વેલી લગભગ 240 કિમી છે. તમે ટનકપુર ઉત્તરાખંડ રોડવેઝની બસ લઈને દરમા વેલી જઈ શકો છો. નજીકનું એરપોર્ટ પતંગ નગર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો