હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. દરેક રખડુની ઇચ્છા હોય છે કે તે હિમાચલના મેદાનોમાં થોડાક દિવસો પસાર કરે. હિમાચલ 5 હજારથી વધુ ખીણોનું ઘર છે. જ્યાં કુલુ, મનાલી, શિમલા, કસોલ અને ધર્મશાળા સહિત ઘણી ફેમસ જગ્યા છે. હું આ બધી જગ્યાઓ પર તો નહોતો જઇ શકતો. હું ઇચ્છતો હતો કે કોઇ અજાણી જગ્યાઓ અંગે લખું. હું આવી જ કોઇ જગ્યાએ જવા માંગતો હતો, જ્યાં ઠંડી હવાના સ્પર્શને મહેસૂસ કરી શકું, નદીનો અવાજને સાંભળી શકુ અને પોતાના પગ નીચે ચોખ્ખા પાણીને વહેતા જોઉં. એવી જગ્યા, જ્યાં લોકો ઓછા હોય અને ભીડભાડ તો બિલકુલ ન હોય, એટલા માટે મેં જગ્યા પસંદ કરી, જિભી.
જ્યારે હું હિમાચલ પ્રદેશ જઇ રહ્યો હતો તો મારા દોસ્તોએ પૂછ્યું કે હિમાચલમાં ક્યાં જઇ રહ્યા છો? મેં કહ્યું જિભી. ઘણું રિસર્ચ કર્યા પછી આ જગ્યા અંગે મને બે સારા બ્લોગ મળ્યા. ત્યાર પછી મેં આ જગ્યાએ ફરવાનું મન બનાવ્યું. જિભી હિમાચલ પ્રદેશની સુંદર જગ્યાઓમાંનું એક છે. અહીંના દ્રશ્યો અચંબો પમાડનારા છે. રોડની બરોબર બાજુમાંથી વહેતી નદી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે.
જિભી હિમાચલ પ્રદેશની બંજર ખીણનું નાનું અને છેલ્લુ ગામ છે. તેની ચારે બાજુ પહાડ અને જંગલ દેવદારના ઝાડથી ઘેરાયેલું છે. જિભીથી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક ફક્ત 1 કલાકના અંતરે છે. જિભીની હરિયાળીથી ભરેલી સુંદરતા અને શાંતિનો અહેસાસ કરાવનારી છે તો તમને અહીં ડોલી ગેસ્ટ હાઉસમાં રોકાવું જોઇએ. પ્રકૃતિની સુંદરતા જોવા માટે ગેસ્ટ હાઉસ યોગ્ય જગ્યા છે.
ડોલી ગેસ્ટ હાઉસ એક 65 વર્ષ જુના પહાડ પર વસેલું ઘર છે, જેને હવે ગેસ્ટ હાઉસમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. આ ગેસ્ટ હાઉસને ભારતીય સેનાના રિટાયર બીએસ રાણા ચલાવે છે. તેઓ ઇચ્છેછે કે લોકો જિભી આવે અને આ જગ્યાને ટેક કરે, ચા પીતા પીતા ગાર્ડનમાં રિલેક્સ કરે, નદી કિનારે માછલી પકડે અને સાંજે એક બીજાને પોત પોતાની વાર્તા સંભળાવે. ડોલી ગેસ્ટ હાઉસની બરોબર બાજુમાં નદી વહે છે જે આ જગ્યાને મનમોહક બનાવી દે છે. પહાડોમાં આવા ગેસ્ટ હાઉસમાં રહેવાનું સપનું પુરુ કરવા જેવું છે. ગેસ્ટ હાઉસના કોટેજનો ખર્ચ 1500 રુપિયા છે.
સંપર્કઃ 01903-228231/9816058290
કેવી રીતે પહોંચશો?
ફ્લાઇટથીઃ જો તમે હવાઇ માર્ગે જિભી આવવા માંગો છો તો સૌથી નજીકનું એરપોર્ટ ભુંતર એરપોર્ટ છે. ભુંતરથી જિભી 60 કિ.મી. દૂર છે. અહીંથી તમે લગભગ 2 હજાર રુપિયામાં ટેક્સી બુક કરી શકો છો. તમે ચંદીગઢ દિલ્હીથી બસમાં પણ આવી શકો છો. અહીંથી તમને જિભી માટે ટેક્સી મળી રહેશે. જેનો ખર્ચ લગભગ 1 હજાર રુપિયા આવશે.
રેલવે માર્ગઃ જિભી આવવા માટે ટ્રેન સારો વિકલ્પ નથી એટલા માટે પરેશાન ન થશો.
વાયા રોડઃ જિભી જવા માટે સૌથી સારો વિકલ્પ બસ છે. દિલ્હી-ચંદિગઢથી બસ મનાલી થઇને ઔત પહોંચો. ત્યાર બાદ ડોલી ગેસ્ટ હાઉસના માલિકને કોલ કરો તે ઔતથી જિભી માટે ગાડીની વ્યવસ્થા કરી દેશે. આ સિવાય તમે ઓતથી બંજર પહોંચો. બંજરથી જિભી ફક્ત 8 કિ.મી. દૂર છે. અહીંથી તમે ટેક્સીથી જિભી પહોંચી શકો છો. જો તમારી પાસે પોતાની ગાડી છે તો તમને કોઇ મુશ્કેલી નહીં પડે. આરામથી ગાડી ચલાવીને તમે જિભી પહોંચી શકો છો.
શું જોશોઃ જિભી વોટરફૉલ, ચૌન કિલ્લો, ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક અને સેરોયુલ સરોવર
ક્યારે જશોઃ જિભીમાં ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં હવામાન ઘણું જ ખુશનુમા રહે છે. બરફવર્ષા પણ ઘણી થાય છે. જો તમે બરફને લઇને ઉત્સાહિત નથી તો આખુ વર્ષ ક્યારેય પણ જઇ શકો છો. જો તમે પણ આવી જ કોઇ જગ્યાએ જવા માંગો છો તો જિભી જરુર જાઓ.