કચ્છ
કચ્છ એ એક સમયે પશ્ચિમનો શાંત ખૂણો હતો. ત્યાં સ્થાનિક લોકો પિકનિક, રોડ ટ્રિપ્સ અને જુના સમયને યાદ કરવા માટે જતા હતા. સમય જતા કચ્છના સફેદ રણ વિશે લોકોને જાણકારી મળી અને ટ્રક ભરીને લોકોનો કાફલો આવ્યો. એ ઓછું હતું તો રાજ્યએ ચાર મહિના સુધી રણ ઉત્સવ યોજવાનું નક્કી કર્યું. પહેલા લોકો કચ્છને "ઓહ! ૨૦૦૧નો ભૂકંપ." એવી રીતે જાણતા હતા હવે લોકો "ઓહ! રણ ઉત્સવ. મારે મુલાકાત લેવી છે." એવી રીતે જાણે છે. તેથી કચ્છની મુલાકાત રણ ઉત્સવમાં ન લેવાય તેનું એક બીજું પણ નાનું રહસ્ય છે.
રણ ઉત્સવ કોઈ તહેવાર નથી.
સામાન્ય રીતે તહેવાર કેટલા દિવસ ચાલે તો મનમાં ત્રણ દિવસ , અઠવાડિયું , નવરાત્રિના નવ દિવસો એટલો સમય આવે છે પરંતુ તમે ક્યારેય એવા તહેવાર વિશે સાંભળ્યું છે જે ૪ મહિના સુધી ચાલે? ચાલો હું તમને રણ ઉત્સવનો પરિચય કરવું. સામાન્ય રીતે તમે તહેવારમાં શું અપેક્ષા રાખો છો? લાઈવ મ્યુઝિક, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકનૃત્ય અને સામાન્ય પ્રદર્શન?
રણ ઉત્સવમાં દિવાળી, ક્રિસમસ , 31st અને મકરસંક્રાંતિ સિવાયના દિવસોની વાત કરીએ તો ઉપરની વસ્તુમાંથી ભાગ્યે જ કોઈ વસ્તુ જોવા મળે છે. ત્યાં વધારે હસ્તકલાની દુકાનો, સરખી ખાવા-પીવાની વસ્તુઓ વેંચતા લોકો અને વધારે કિંમતના ટેન્ટ હોય છે. જે તહેવાર જેવું નથી લાગતું પરંતુ મેળા જેવું લાગે છે જ્યાં ખુબ ભીડ જ જોવા મળે છે. રણ ઉત્સવ દરમિયાન તમે ત્યાંની સંસ્કૃતિ વિશે પણ પૂરતી જાણકારી નથી મેળવી શકતા.
રણ ઉત્સવમાં જો તમે કચ્છની મુલકાત લેશો તો તમને ચારેય બાજુ પ્રવાસીઓ, પ્રવાસીઓ અને ખુબ જ વધારે પ્રવાસીઓ જોવા મળશે. વિચારો કે તમે ઝૂ અથવા તો એમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ છો અને ત્યાં કોઈ સ્કૂલ ટ્રીપ થઇ રહી છે.
કચ્છનું સફેદ રણ ૭૫૦૦ ચોરસ કી.મી.માં ફેલાયેલું છે. પરંતુ રણ ઉત્સવમાં પ્રવેશ માટે ખુબ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. ખુબ ટ્રાફિક જામ થઇ જાય છે અને માણસોની ભીડ સિવાય કઈ નજર નથી આવતું. આજુબાજુ બાળકો દોડતા હોય છે, લોકો જોરજોરથી બૂમો પાડે છે અને ગમે ત્યાં કચરો ફેંકી દે છે. સેલ્ફી, વિડિયો કોલ્સ, અને અન્ય ઘણી બધી બેજવાબદારી દેખાડતી પ્રવૃતિઓ જોવા મળે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો.
તમારા વોલેટમાં શું છે?
રણ ઉત્સવનો સમય એ પ્રવાસીઓ માટે પિક સિઝન છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચે છે. ટેન્ટ એક રાત માટે ૧૫૦૦૦ રૂપિયા અને તેનાથી પણ વધારે ભાવે વેચાય છે. રણની નજીકની હોટેલ્સ એક રાત માટે ૫૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. અને ભુજની હોટેલ્સના ભાવ પણ વધી જાય છે. ટેકસીનું ભાડું સામાન્ય દિવસો કરતા ૧.૫ ગણું વધી જાય છે અને પ્રમાણમાં ટ્રીપ ખુબ ખર્ચાળ બની જાય છે.
જરૂરિયાતની વસ્તુઓની અછત
રણ ઉત્સવની શરૂઆત પહેલા માત્ર નિડર પ્રવાસીઓ ત્યાં જતા હતા પરંતુ હવે તો લોકો તેમના કૂતરાને પણ સાથે લઈને આવે છે. પ્રવાસીઓના ભારે ઘસારાને લીધે પૂરતા પ્રમાણમાં મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓની અછત રહે છે. રૂમની અછતને કારણે પ્રવાસીઓને ક્યારેક પોતાની કારમાં પણ સૂવું પડે છે. રણ અને કચ્છના અન્ય સ્થળોએ જવા માટે ટેકસી પણ મેળવી મુશ્કેલ થઇ જાય છે. તેને લીધે તમારી પૈસા ખર્ચવાની ઈચ્છા હોવા છતાં રહેવા અને ફરવાનું અઘરું બની જાય છે.
અન્ય વિકલ્પો ?
ગુજરાત ટુરિઝમના પ્રયાસોને કારણે કચ્છના સફેદ રણે વિશ્વમાં ધ્યાન દોર્યું છે. પરંતુ કચ્છના સ્થાનિક લોકોએ તેમનું સ્વર્ગ ગુમાવ્યું છે જેના માટે તેમને બીજા કેટલાક રત્નો શોધી કાઢ્યા છે.
કચ્છના સફેદ રણને જોવા માટેનો સૌથી સારો સમય કયો છે?
સફેદ રણ એ એક ઋતુગત ઘટના છે જે નવેમ્બરથી માર્ચ દરમિયાન થાય છે. જેથી તેની મુલાકાત લેવાનો સૌથી સારો સમય રણ ઉત્સવના ૧૫ દિવસ પહેલા કે પછીનો છે. તમે ત્યાં જવાનું આયોજન કરો તો પહેલા એ જાણી લેવું કે ત્યાં સફેદ મીઠું છે કે નહિ. અને તમે રણ ઉત્સવ દરમિયાન જવા ઇચ્છતા હોવ તો ફેબ્રુઆરી સારો સમય છે કારણ કે ત્યારે તહેવારોની રજાઓ નથી આવતી અને તેથી પ્રવાસીઓ ઓછા હોય છે.
રણ ઉત્સવ દરમિયાન સફેદ રણ જોવાનો તમારો અનુભવ કેવો હતો એ જણાવો અને લાખો પ્રવસીઓ સાથે શેર કરો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ