જેમ જેમ હોળીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ લોકોએ આ દિવસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલી પુષ્કર હોળીની પોતાની આગવી શૈલી છે. અહીંના લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી હોળીની ઉજવણી કરે છે. જો તમે પણ આ વર્ષની હોળીને કંઈક અલગ રીતે ઉજવવા ઈચ્છો છો તો આ વખતે તમારે પુષ્કરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, કારણ કે જો તમે અહીં હોળી નથી જોઈ તો સમજી લો કે તમે કંઈપણ જોયું નથી. હોળીને વધુ મનોરંજક બનાવવા માટે, તમે મિત્રો સાથે અહીં ટૂંકી સફરનું આયોજન કરી શકો છો. હોળી એ એકમાત્ર વસ્તુ નથી જેના માટે પુષ્કર પ્રસિદ્ધ છે, અહીં વિશ્વપ્રસિદ્ધ એકમાત્ર બ્રહ્મા મંદિર પણ છે. આખી દુનિયામાં બ્રહ્મા મંદિર ફક્ત પુષ્કરમાં જ છે.
તેથી ઓફિસના મિત્ર સાથે હોળીના પુષ્કર તહેવારને માણવાનો નિર્ણય કર્યો.
પુષ્કર કેવી રીતે પહોંચવું?
દિલ્હીથી કાર અથવા સાર્વજનિક પરિવહન દ્વારા પુષ્કર, રાજસ્થાન પહોંચવા માટે વિવિધ માર્ગો છે અને સામાન્ય રીતે અહીં પહોંચવામાં 6-7 કલાક લાગે છે.
પુષ્કર પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ જયપુર થઇને જવાનો છે. પુષ્કર રાજસ્થાનની આ રાજધાનીથી માત્ર 140 કિમી દૂર છે. અહીં અદ્ભુત હાઇવે પર તમને અનેક ઢાબા જોવા મળશે જેથી તમે વધુ ખાઈ શકો અને વધુ વાહન ચલાવી શકો!
જયપુર
5 કલાક સુધી ડ્રાઇવિંગ કર્યા પછી અમે મધ્યરાત્રિની આસપાસ જયપુર પહોંચ્યા અને એક સંબંધીના ઘરે રાત્રિ રોકાણ કરવાનું નક્કી કર્યું. આમપણ સંબંધીઓ જ કામમાં આવતા હોય છે. હોળીનો તહેવાર સવારે 9 વાગ્યાની આસપાસ શરૂ થતો હોવાથી અમારે વહેલા ઉઠવાનું હતું કારણ કે હજુ 2-3 કલાકની ડ્રાઈવ હતી.
દિવસ 2
પુષ્કર
જે દિવસની રાહ હતી તે આવી ગયો...
વહેલા જાગીને હું પુષ્કર પહોંચવા અને હાથમાં રંગો લઇને હોળી રમવાની શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. 2.5 કલાકની ડ્રાઇવ પછી અમે સવારે 9.30ની આસપાસ પુષ્કર પહોંચ્યા.
આ જગ્યા વિશે શું કહું, આખું શહેર રસ્તાઓ પર હોળી રમી રહ્યું હતું. સાયકાડેલિક, ટ્રાંસ અને EDM મ્યુઝિક વગાડતા રસ્તાઓની બાજુમાં મૂકેલી મોટી મ્યુઝિક સિસ્ટમ્સ જોવી ખૂબ જ અજુગતી વસ્તુ હતી. તેનાથી મને અહેસાસ થયો કે મેં સાચો નિર્ણય લીધો છે.
ક્યાં રહેશો?
પુષ્કરમાં રોકાવા માટે સંખ્યાબંધ જગ્યાઓ છે પરંતુ તમને એડવાન્સ બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે હોળી સમયે કદાચ રહેવાનું મોંઘુ પડે (હોટેલ, હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ) અથવા રહેવાની જગ્યા બિલકુલ ન મળે તેવું પણ બને.
બંકયાર્ડ હોસ્ટેલ: આ જગ્યા આઉટડોર સ્વિમિંગ પુલની સાથે શહેરની 3 કિમી અંદર છે, છાત્રાલય રાજસ્થાની પરંપરાની ઝાંખી પૂરી પાડે છે. મેં અહીં જ રહેવાનું નક્કી કર્યું. તેઓ દર બીજા દિવસે રાત્રે કવ્વાલી સેશન પણ કરે છે. આટ આટલુ મળે તો કોઈને બીજું શું જોઈએ છે?
ઝોસ્ટેલ: તે આઉટડોર સ્વિમિંગ પૂલ સાથે બંકયાર્ડ હોસ્ટેલ જેવું જ છે. અહીં મૈત્રીપૂર્ણ સ્ટાફ છે અને આરામ કરવા માટે સામાન્ય રૂમ પણ છે. અહીં રહેવાનું ગમશે કારણ કે વિદેશી પણ આવી જગ્યાઓ પસંદ કરે છે.
મારા અનુભવ પર પાછા આવું છું.... આખું શહેર રસ્તાઓ પર હોવાથી હોળીના તહેવારના કેન્દ્ર સુધી પહોંચવા માટે સ્થાનિક વાહનવ્યવહાર મળવો મુશ્કેલ હતો પરંતુ સ્થાનિક લોકોનો આભાર કે જેમણે અમને બ્રહ્મા ઘાટ સુધી લિફ્ટ આપી.
જેમ જેમ અમે ગલીના છેડા તરફ ચાલવાનું શરૂ કર્યું, ત્યારે જોરદાર સંગીત મને દોડવા માટે લલચાવવા લાગ્યું કારણ કે તે એક ખૂણેથી બીજા ખૂણે દેખાતું ન હતું પણ હું જેવો હું ત્યાં પહોંચ્યો.....
15 વિશાળ સ્પીકર્સ!! શું તમે માની શકો, ગલીના એક છેડે 15 વિશાળ સ્પીકર્સ હતા જેમાં ડીજે વાગતું હતું, તમામ પ્રકારના EDM, ટ્રાંસ અને સાયકાડેલિક સંગીત પીરસાતું હતું. વાહ !! શેરીની મધ્ય બાજુમાં વધુ 4 સ્પીકર્સ હતા. તે એક પ્રકારનો અનોખો અનુભવ હતો.
કુદરતી રંગોથી ખૂબ સજ્જ અમે શેરીઓમાં ખૂબ આનંદિત દેખાતા બહાર નીકળ્યા. તેની શરૂઆત સ્થાનિક મહિલાઓ અને બાળકો કે જેઓ પોતપોતાના ઘરની બહાર દરેક વ્યક્તિને પગથી માથા સુધી રંગવા માટે રાહ જોઈ રહ્યા હતા, તેની સાથે કરી. અમે સ્થાનિકો સાથે સેલ્ફી ક્લિક કરી અને ડાન્સ કર્યો.
દરેક પ્રકારના લોકો એક જ જગ્યાએ હોળી રમતા હોય તે જોવાનું દ્રશ્ય દુર્લભ હોય છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે એકલા છો કે સમૂહમાં, આનંદ ચરમસીમાએ હોય છે. લોકો અલગ દેખાવા માટે તમામ પ્રકારના માસ્ક અને ફેન્સી વિગ પહેરતા હતા, આકાશ અનેક રંગોથી ભરેલું હતું. બૉલીવુડથી સાયકાડેલિક ટ્રાન્સ મ્યુઝિક સુધી; આ હોળીનો તહેવાર સંગીતની તમામ શૈલીઓને પૂરી કરે છે. અમારામાંથી હજારો લોકો એક જ પરિવારની જેમ એક જ ધબકારા પર હસતા, કૂદતા અને આનંદ માણતા હતા. તે દિવસે ખૂબ ગરમી હતી પણ આનું ભાન કોને હોય છે! અમે બધા અમારા જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યા હતા. સમૂહમાં ઉત્સવ ઉજવવાની મજા જ કંઇક અલગ હોય છે.
સલાહ: તહેવારમાં પ્રવેશતા પહેલા તમારા કેમેરાને શક્ય તેટલું કવર કરો.
ભાંગ
માનવજાતને કુદરતની ભેટ. હોળીના તહેવાર દરમિયાન સ્થાનિક લોકો 'ભાંગ લસ્સી' વેચવા માટે નાની નાની ઝુંપડી જેવું બનાવે છે. જડીબુટ્ટી લસ્સી સાથે ભેળવીને કુલડમાં પીરસવામાં આવે છે જેનો ટેસ્ટ તમારે માણવો જ જોઇએ. અહીં આકર્ષક બાબત એ છે કે પીણું ખુલ્લામાં વેચાય છે અને કોઈને પરેશાન કરતું નથી.
છોકરીઓ માટે ચેતવણી:
તમારે તમારું ધ્યાન રાખવું પડશે. લોકો દબાણ/સ્પર્શ/ગ્રેબ કરશે અને તમે એ કોણે કર્યું તે જાણી પણ શકશો નહીં. તમારે તૈયાર રહેવું પડશે અને ખાતરી કરવી પડશે કે તમે સુરક્ષિત છો અને સારી કંપની સાથે છો.
જ્યારે અમે ઘાટ પર સૂર્યાસ્ત જોયો ત્યારે દિવસ સુંદર રીતે સમાપ્ત થયો! આવા એક્શનથી ભરેલા દિવસ પછી તે શાંત અને ખૂબ જરૂરી હતું. પરંતુ એક દુર્લભ દૃશ્યમાં ફરીથી સ્ત્રીઓનું એક જૂથ, તમામ વિદેશીઓ, બ્રહ્માઘાટના મંદિરમાં ભજન (ગીતોના શબ્દો તેમના આઈપેડ પર હતા) વાંચી રહ્યા હતા. એટલું જ નહીં, અમે સરપ્રાઈઝ માટે સમયસર હોસ્ટેલમાં પાછા ફર્યા, એક કવ્વાલી સત્ર શરૂ થવાનું હતું. અનુમાન કરો કે કોનો દિવસ સારો હતો!!
બીજા દિવસે સવારે.....
દરેક વસ્તુનો એક અંત હોય છે અને તેમાં કોઇ અપવાદ નથી. તેથી અમે અમારી બેગ પેક કરી અને વાસ્તવિકતા તરફ પાછા જવાની અમારી સફર શરૂ કરી પરંતુ અમે એકલા નહોતા કારણ કે અમે વિશ્વ વિખ્યાત પુષ્કર હોળી તહેવારની યાદો પાછી લઈ રહ્યા હતા. અમે દરગાહ શરીફ, અજમેરથી આશીર્વાદ લઈને પાછા ફર્યા.
હવે ફરી મળીશું....!!
ત્યાં સુધી ફરતા રહો અને એક્સપ્લોર કરતા રહો.
(ઉપયોગમાં લેવાયેલ તમામ તસવીરો ઓરિજિનલ છે)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો