Day 1
ભારતમાં નાની અને મોટી નદીઓની સંખ્યા લગભગ 200થી વધુ છે. આ 200 નદીઓમાંથી કેટલીક નદીઓ એવી છે જે ભારતીય લોકો માટે ઘણી જ પવિત્ર છે. આ પવિત્ર નદીઓમાં દર વર્ષે કરોડો ભક્તો સ્નાન અને પૂજા-પાઠ કરે છે. ભારતમાં નદીઓને એક ખાસ દરજ્જો આપવામાં આવે છે, જ્યાં નદીઓને ધર્મ અને આસ્થા સાથે પણ સાંકળીને જોવામાં આવે છે. દોસ્તો, આજે આ આર્ટિકલમાં અમે આપને ભારતમાં રહેલી સૌથી મોટી અને પ્રમુખ નદીઓ અંગે નજીકથી બતાવવા જઇ રહ્યા છીએ, તો આવો જાણીએ.
ગંગા નદી
ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક છે. હિમાલયથી નીકળીને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહાર થઇને બંગાળની ખાડીમાં જઇને મળી જાય છે. આ નદીના કિનારે અલાહાબાદ, વારાણસી અને પટના જેવા મુખ્ય શહેર આવેલા છે. જો વાત કરીએ ગંગા નદીની લંબાઇ અંગે તો ભારતમાં આ નદીની કુલ લંબાઇ લગભગ 2500 માઇલથી વધુ છે.
ગોદાવરી નદી
ભારતની આગેવાન નદીઓમાંની એક ગોદાવરી નદી પણ છે. આ નદી દક્ષિણ ભારતની સૌથી મુખ્ય નદી છે. ગોદાવરી નદીનું ઉદ્દગમ સ્થાન મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્ર્યંબક પહાડીઓ છે. મહારાષ્ટ્ર થઇને આ નદી છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ થઇને બંગાળની ખાડીમાં જઇને મળી જાય છે. આ નદીની લંબાઇ લગભગ 1464 કિ.મી. છે.
યમુના નદી
પવિત્ર અને સૌથી મોટી નદીઓમાં ત્રીજા નંબરે છે યમુના નદી. હિમાલય પર્વતમાં યમુનોત્રીથી નીકળીને ત્રિવેણી સંગમ, અલાહાબાદમાં મળી જાય છે. આ ગંગા નદીની સૌથી મોટી સહાયક નદીઓમાંની એક છે. આ નદીના કિનારે ગોકુળ અને મથુરા છે. તો ઉદ્દગમ સ્થાન યમુનોત્રી પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રદ્ધાળુ યમુના દેવીના દર્શન અને પવિત્ર સ્થાન માટે આવે છે. આ નદીના કિનારે ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો પણ છે. યમુના નદીની લંબાઇ લગભગ 1376 કિ.મી. છે.
નર્મદા નદી
નર્મદા નદી જે ભારતમાં માં રેવાના નામે પણ ઓળખાય છે. ભારતની 10 પવિત્ર નદીઓમાં સામેલ છે. નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટકમાં મેકલા પર્વતમાળામાંથી નીકળે છે અને ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ થઇને બંગાળની ખાડીમાં મળી જાય છે. આ નદી ગુજરાત અને મધ્ય પ્રદેશ માટે લાઇફ લાઇન ગણાય છે. આ નદીની લંબાઇ 1312 કિ.મી. છે.
શિપ્રા નદી
શિપ્રા નદી મધ્ય પ્રદેશમાં વહેતી સૌથી પવિત્ર નદીઓમાંની એક છે જેને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર નગરી ઉજ્જૈન તેના જમણા કિનારે આવેલું છે. દર 12 વર્ષે ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન થાય છે જે દરમિયાન લાખો લોકો પવિત્ર નદી શિપ્રામાં પવિત્ર સ્નાન કરવા આવે છે. આ પવિત્ર નદી ઇન્દોરના ઉજ્જૈની મુંડલા ગામની ક્કડી બડલી નામની જગ્યાએથી નીકળે છે અને ચંબલ નદીમાં જઇને ભળી જાય છે. આ નદીની લંબાઇ ભારતમાં 195 કિ.મી. છે.
કાવેરી નદી
કાવેરી નદી ભારતની સાત સૌથી પવિત્ર નદીઓમાં અંતિમ નદી છે જે હિન્દુઓ માટે ઘણી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કાવેરી નદીને દક્ષિણ ભારતની અત્યંત પવિત્ર નદી માનવામાં આવે છે. આ પશ્ચિમી ઘાટમાં બ્રહ્મગિરી પહાડોમાંથી નીકળે છે અને કર્ણાટક તેમજ તામિલનાડુના હ્રદય સ્થળ થઇને પસાર થાય છે. ભારતમાં આ નદીની કુલ લંબાઇ 805 કિ.મી. છે.
સરસ્વતી નદી
સરસ્વતી એક પ્રાચીન નદી છે જે વૈદિક યુગથી ઉત્તર ભારતમાં વહતી હતી. જો કે અત્યારે આ પ્રાચીન નદીનું ભૌતિક અસ્તિત્વ નથી જે ક્યાક રણમાં ખોવાઇ ગઇ. ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક સરસ્વતી નદી શિવાલિક પર્વતમાળા, હિમાલયથી નીકળીને ત્રિવેણી સંગમમાં જઇને મળે છે. અલાહાબાદમાં ત્રિવેણી સંગમ 3 નદીઓનો સંગમ છે, આ 3માંથી એક સરસ્વતી નદી પણ છે જેનાથી આ નદીની પવિત્રતાનો અંદાજ લગાવી શકાય છે. ભારતમાં ગંગા, જમના અને સરસ્વતી ઘણીવાર સાથે બોલાય છે. આ નદીની લંબાઇ 1600 કિ.મી. છે. આ નદી ભારત અને પાકિસ્તાન એમ બન્નેમાં વહે છે.
બ્રહ્મપુત્ર નદી
તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્રહ્મપુત્રને નદી નહીં પરંતુ નાદ માનવામાં આવે છે. બ્રહ્મપુત્ર નાદને પુરુષ તરીકે માનવામાં આવે છે અને આ ભારતના સૌથી મોટા અને પવિત્ર નાદોમાંની એક છે. માનસરોવરમાંથી નીકળીને તે અરુણાચલ પ્રદેશ, આસામ થઇને બંગાળની ખાડીમાં જઇને મળી જાય છે. મહત્વનું છે કે ચીનમાં સાંગ્પો નદી, બાંગ્લાદેશમાં જમુના નદી અને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નદીના નામથી બ્રહ્મપુત્ર નાદને ઓળખવામાં આવે છે. આ નાદની લંબાઇ લગભગ 2900 કિ.મી. છે.
કૃષ્ણા નદી
કૃષ્ણા નદી દક્ષિણ ભારતની એક મુખ્ય નદી છે. મહારાષ્ટ્ર રાજ્યમા મહાબળેશ્વરથી નીકળીને કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વહે છે. આ નદીના પાણીથી ઘણાં રાજ્યોના લોકો ખેતી પણ કરે છે. આ નદીની કુલ લંબાઇ લગભગ 1300 કિલોમીટરની આસપાસ છે.
તાપ્તી નદી
તાપ્તી નદીની ઉત્પતિ મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ જિલ્લામાં થાય છે. તાપ્તી નદી મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે. જો વાત કરીએ આ નદીની લંબાઇની તો તે 724 કિ.મી. લાંબી છે.