એક દિવસની રજા માણવા માંગતા હોવ તો તમે અહીં જઈ શકો છો. અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ટ્રિપને યાદગાર તો બનાવશે જ સાથે સાથે તમને ફ્રેશ પણ કરશે. એવી જગ્યા જ્યાં તમારો આત્મા જઈને કહેશે વાહ...!
હું જે સ્થળની વાત કરી રહી છું તે અલવરની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે અને તેનું નામ છે સિલીસેઢ તળાવ.
દોસ્તો આમ તો મને અલવરમાં આવ્યાને થોડોક જ સમય થયો છે, પરંતુ જ્યારે પણ હું અહીંની શ્રેષ્ઠ જગ્યાઓ વિશે સાંભળું છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. અહીં ઐતિહાસિક કિલ્લાઓ ઉપરાંત બીજા પણ ઘણા અદ્ભુત સ્થળો છે, જેના વિશે હું મારા બ્લોગમાં લખવાની છું. અત્યારે તો વાત કરીએ સિલિસેઢ તળાવની. ,
7 કિમીના વિસ્તારમાં ફેલાયેલું, સિલીસેઢ તળાવ રાજસ્થાનના સૌથી સુંદર તળાવોમાંનું એક છે, જે અલવરના લોકપ્રિય સ્થળોમાંનું એક છે. અગાઉ 1845 માં, અલવર શહેરને પાણી પહોંચાડવા માટે સિલીસેઢ તળાવ બનાવવામાં આવ્યું હતું, જેની સ્થાપનાનો શ્રેય મહારાજા વિનય સિંહને જાય છે. આ તળાવમાં એક ભવ્ય લેક પેલેસ છે. જે મહારાજાનો પ્રિય ગણાતો હતો. અલવર શહેરથી લગભગ 13 કિમીના અંતરે સ્થિત સિલીસેઢ તળાવ પ્રવાસીઓ માટે એક લોકપ્રિય પિકનિક સ્થળ છે. જો તમે શાંતિ, આરામ અને મનોરંજન માટે શહેરની ધમાલથી દૂર કોઈ સ્થળની શોધમાં હોવ તો અલવરમાં સિલીસેઢ તળાવ સૌથી આકર્ષક અને શાંત સ્થળો પૈકીનું એક છે.
1. સિલીસેઢ તળાવમાં તમે શું કરી શકો છો-
1-: સિલીસેઢ તળાવના કિનારે તમે આરામ તેમજ બર્ડ વૉચિંગ કરી શકો છો.
2-: તમે સિલીસેઢ તળાવમાં બોટિંગનો આનંદ માણી શકો છો.
3-: તળાવની આસપાસ આરામથી હરીફરી શકો છો અને સાંજે હરિયાળીની વચ્ચે સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકાય છે.
2. સિલીસેઢ લેકની મુલાકાત લેવાનો સમય -
સિલીસેઢ તળાવ સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે.
3. સિલિસેઢ તળાવની મુલાકાત લેવા માટે પ્રવેશ ફી -
તમને જણાવી દઇએ કે સિલિસેઢ તળાવ પ્રવાસીઓ માટે બિલકુલ મફત છે. સિલિસેઢ તળાવની મુલાકાત લેવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
4. સિલીસેઢ તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય -
જો તમે સિલીસેઢ તળાવની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે જુલાઈથી માર્ચ સુધી સિલીસેઢ તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શિયાળો એ સિલીસેઢ તળાવની મુલાકાત લેવાનો આદર્શ સમય છે કારણ કે આ સમય દરમિયાન હવામાન ખૂબ જ સુખદ હોય છે. સિલીસેઢ તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે, તેથી જ ત્યાંનું હવામાન મોટાભાગે ખુશનુમા રહે છે. સિલીસેઢ સરોવરમાં ચોમાસામાં ખૂબ ભારે વરસાદ થતો નથી, તેથી જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે આ સ્થાનની મુલાકાત લેવામાં કોઈ સમસ્યા નથી. હું પણ થોડા દિવસ પહેલા જ અહીં ગયો હતો.
સિલીસેઢ તળાવ અલવર કેવી રીતે પહોંચવું -
દિલ્હીથી 165 કિમી અને જયપુરથી 110 કિમી દૂર સ્થિત સિલીસેઢ લેક અલવર સુધી ટ્રેન, રોડ અથવા વિમાન દ્વારા મુસાફરી કરીને પહોંચી શકાય છે.
ફ્લાઇટ દ્વારા સિલીસેઢ તળાવ કેવી રીતે પહોંચવું -
જો તમે સિલીસેઢ લેક સુધી ફ્લાઈટ દ્વારા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જણાવી દઈએ કે સિલીસેઢ લેકનું સૌથી નજીકનું એરપોર્ટ જયપુર એરપોર્ટ છે, જે સિલીસેઢ લેકથી લગભગ 100 કિલોમીટર દૂર છે. તેથી તમે કોઈપણ મોટા શહેરથી ફ્લાઇટ દ્વારા જયપુર પહોંચી શકો છો, અને પછી ત્યાંથી તમે સિલીસેઢ તળાવ સુધી જવા માટે બસ અથવા ટેક્સી ભાડે કરી શકો છો.
રોડ માર્ગે સિલીસેઢ તળાવ કેવી રીતે પહોંચવું -
રાજ્યના વિવિધ શહેરોથી અલવર સુધી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. આ રૂટ પર નિયમિત બસો ઉપલબ્ધ છે, પછી તે દિવસ હોય કે રાત્રિ. જયપુર, જોધપુર વગેરે સ્થળોએથી તમે સિલીસેઢ તળાવ અલવર સુધી પહોંચવા માટે ટેક્સી, કેબ અથવા તમારી પોતાની કારમાં મુસાફરી કરીને અલવર પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા સિલીસેઢ તળાવ કેવી રીતે પહોંચવું -
સિલીસેઢ તળાવનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન અલવર જંકશન છે જે શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન છે. અલવર માટે દેશના ઘણાં રાજ્યોના મુખ્ય શહેરોથી નિયમિત ટ્રેનોનું સંચાલન થાય છે તો તમે ટ્રેનમાં બેસીને અલવર પહોંચી શકો છો અને ત્યાંથી બસ દ્વારા અથવા ટેક્સી ભાડે કરીને સિલીસેઢ તળાવ પહોંચી શકો છો.
સિલીસેઢ તળાવની ફોટો ગેલેરી -
અત્યારે તો તમે આ તસવીરો દ્વારા સિલીસેઢ તળાવની સુંદરતાને જોઈ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો