મેં ઘણું સાંભળ્યું છે કે ગોવામાં એવી ગણી ચીજો છે જે સામાન્ય આંખોથી દેખાતી નથી પરંતુ હું ક્યારેય આ અનુભવ ન કરી શક્યો. છેલ્લી ગોવા યાત્રા દરમિયાન મેં નક્કી કર્યું તેની શોધ કરવાનું અને નીકળી પડ્યો પોતાની જાસૂસી ટોપી પહેરીને એ જોવા માટે કે ગોવામાં સમુદ્ર અને સસ્તી અંગ્રેજી શરાબ ઉપરાંત છે શું. સ્થાનિક લોકો સાથે વાત કર્યા પછી કંઇક ખબર પડી જો મજા કરવા આવતા પર્યટકોનો દેખાતું પણ નથી અને તેમનાથી છુપાવવામાં પણ આવે છે.
આવો જાણીએ એવા કેટલાક ગોટાળા અંગે જે તમને ગોવામાં કોઇ નહીં બતાવે.
1. પબ્લિક ટ્રાન્સપોર્ટનો એકાધિકાર (મોનોપોલી)
તમે ગોવા બસથી જાઓ કે ટ્રેનથી કે વિમાનથી, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ગોટાળો તો પગ મૂકતા જ ખુંચે છે. મને મડગાંવ સ્ટેશન પર ઉતરીને ત્યાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ લઇને પાલોલેમ તરફ જવાનું હતું જ્યાં મારી હોટલ બુક હતી. જેમને જાણકારી નથી ગોવા અંગે, આ 35 કિલોમીટરનું અંતર છે. જેના માટે દિલ્હીમાં 500-600 રુપિયામાં ઉબર, ઓલામાં થાય છે.
જેવો મડગાંવમાં ઉતર્યો, ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પ્રીપેડ ટેક્સીવાળો 1200ની રસીદ કાપવા માટે તૈયાર હતો જે મારી કેલ્ક્યુલેશનથી બે ગણું વધારે હતું. બીજો ઓપ્શન હતો ઓટો જે તમને લાગશે કે સસ્તું હશે પરંતુ ગોવા તમને સરપ્રાઇઝ કરશે, 800 રુપિયા માંગ્યા ઓટોવાળા એ.
આવુ કેમ થાય છે?
સાદી સ્ટોરી છે ડિમાંડ અને સપ્લાયની. તેને પોતાના ફાયદા માટે સારી રીતે ટ્વિટ કરવામાં આવ્યા છે. માર્કેટમાં ઓલા, ઉબરની જગ્યા તો છે પરંતુ ગોવાના પ્રાઇવેટ ટેક્સીવાળા કોઇને ઘુસવા નથી દેતા. ગવર્નમેન્ટ એપ્રૂવ્ડના નામે બધુ કન્ટ્રોલ કરીને રાખ્યું છે અને પિસાય છે બિચારા પર્યટક.
ઉપાય?
થોડો ઓછો સામાન રાખો અને બસની મુસાફરી પસંદ કરો જે સૌથી સસ્તુ સાધન છે ગોવા ફરવાનું. બીજુ નજર રાખો બાકી પર્યટકો પર જેમની સાથે તમે ટેક્સી શેર કરી શકો છો.
2. રોકડની તંગી (કૅશ ફ્લો)
એક બીજો પ્રોબ્લેમ જે ગોવામાં છે અને તે છે રોકડનો. ATM ઘણાં ઓછા છે, ખાસકરીને સાઉથ ગોવામાં. સ્થાનિક લોકો કાર્ડથી પેમેન્ટ લેવાનું પસંદ નથી કરતા. જે ATM બચ્યા છે, ત્યાં ક્યાં તો રોકડ નથી હોતી ક્યાં લાંબી લાઇન લાગી હોય છે.
આવુ કેમ થાય છે?
ATM શોધતા જ્યાં સુધી રીક્ષાવાળા સાથે વાત થઇ તેણે કહ્યું કે એવુ નથી કે બેંક અહીં એટીએમ ખોલવા નથી માંગતા પણ અહીંના લોકો ખોલવા જ નથી દેતા. કેશ એક્સચેન્જ પોઇન્ટ બનેલા છે દરેક જગ્યાએ જ્યાં ટિકિટ બુક વગેરે કરવાનો પણ બિઝનેસ ચાલે છે. અહીં લોકો કેશ પર 3 થી 5 ટકાનું કમિશન લે છે. અને આ બધુ ફક્ત ફોરેનર્સ માટે, આપણા નસીબમાં તો ATM શોધવાનું જ લખ્યું છે.
ઉપાય?
પોતાની યાત્રાનો અંદાજો લગાવીને ચાલો અને તે હિસાબે હંમેશા પોતાની પાસે રોકડ રાખો.
3. પેટ્રોલ માફિયા
રોકડની જેમ પેટ્રોલ, ડીઝલ વગેરેની મુશ્કેલી તો નથી પરંતુ ડિસ્ટ્રીબ્યૂશનનું નેટવર્ક એવું છે કે પ્રોબ્લેમ આવે છે. સૌથી વધુ પર્યટક અહીં આવે છે. આખા ગોવામાં ફક્ત 110 વર્કિંગ પેટ્રોલ પંપ છે જેમાં સૌથી વધુ નોર્થ અને સેન્ટ્રલ ગોવામાં છે.
આવુ કેમ થાય છે?
પણજીના એક વેટરે એકદમ યોગ્ય જણાવ્યું કે લોકો અહીં મહેનતવાળુ કામ નથી કરવા માંગતા. ઘરેથી પ્લાસ્ટીક બોટલમાં પેટ્રોલ વેચવું પણ આવુ જ એક કામ છે જેના માટે લાયસન્સની જરુર નથી પડતી. 65 રુપિયા લીટરને આરામથી 70-75 રુપિયામાં વેચી શકો છો.
ઉપાય?
પોતાની ટ્રિપને સારા રીતે પ્લાન કરો અને એકસામટુ થોડુક વધારે પેટ્રોલ પોતાની ગાડી કે સ્કૂટીમાં ભરાવો.
પોતાની આંખો અને કાન ખુલ્લા રાખો અને હંમેશા સતર્ક રહો. જે તમને લૂંટવા માંગે છે તેનાથી સતર્ક રહો.