ભારતીય રેલવે દેશની લાઇફલાઇન કહેવાય છે. કારણ કે અહીં દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. કરોડોની સંખ્યામાં લોકો દરરોજ ભારતમાં ટ્રેનથી યાત્રા કરે છે. આપણે બધા ટ્રેનથી યાત્રા કરીએ છીએ. પોતાની સુવિધા અનુસાર ટ્રેનમાં સીટ બુક કરીએ છીએ. પરંતુ સતત યાત્રા કરવા છતાં ભારતીય રેલવે સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ આપણને ખબર નથી હોતી. કારણ કે ઘણી ચીજો કોડિંગ વર્ડમાં હોય છે. તમે સફર કરતી વખતે શું ટ્રેનની ઉપર લખેલા ચાર, પાંચ અને છ અંકોના નંબર પર નજર કરી છે. આપણે બધા તેની બાજુમાં લખેલું ટ્રેનનું નામ તો વાંચી લઇએ છીએ પરંતુ શું તમે ક્યારેય તે નંબર અંગે વિચાર્યું છે કે છેવટે આને કેમ લખવામાં આવ્યો છે અને આનો અર્થ શું છે? તો આ જ નંબરો અંગે અમે આજે તમને જાણકારી આપીશું.
ટ્રેનના દરેક કોચની બહાર લખેલા આ પાંચ નંબર્સ (Train Coach number)માં એ વાતની જાણકારી હોય છે કે આ બોગી કેવા પ્રકારની છે. આમાં પહેલા બે ડિજિટ જણાવે છે કે ટ્રેનની આ બોગીનું નિર્માણ ક્યારે થયું હતું અને છેલ્લા ત્રણ ડિજિટ આ કેટેગરી દર્શાવે છે.
પહેલા બે ડિજિટનો અર્થ
માની લો ટ્રેનની કોઇ બોગી પર 05497 નંબર લખ્યો છે. તો આને બે ભાગમાં તોડીને વાંચવો જોઇએ. પહેલા બે ડિજિટથી આપણને તેના બનવાનો સમય ખબર પડે છે. જેમ કે આ કેસમાં આ બોગી 2005માં બની હતી. તો બોગી પર 98397 લખ્યું હોત તો આ બોગીનું નિર્માણ 1998માં થયું હોત.
2000 બાદ નિર્માણ વર્ષ તરીકે ’00’, ’01’, વગેરેને કોચ પર શરૂઆતી સંખ્યા તરીકે દર્શાવવામાં આવે છે. ક્યારેક રેલવે ઝોનને દર્શાવવા માટે તેના સંક્ષિપ્ત નામને ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 'SK 01252 AB' - જ્યાં 'SK' તે કોચને દર્શાવે છે. જેની જાળવણી સંયુક્ત રીતે દક્ષિણ મધ્ય રેલવે અને કોંકણ રેલવે દ્વારા કરવામાં આવે છે.
પછીના ત્રણ ડિજિટનો અર્થ
તો બોગી પર લખેલા પછીના ત્રણ ડિજિટ તે બોગીની કેટેગરીને દર્શાવે છે. જેમ કે પહેલા કેસ (05497)માં આ બોગી જનરલ કેટેગરીની છે અને બીજા કેસ (98397)માં બોગી સ્લીપર ક્લાસની છે. આને વિસ્તારથી સમજવા માટે તમે નીચે આપવામાં આવેલા ચાર્ટને જોઇ શકીએ છીએ.
001-025 – એસી પ્રથમ શ્રેણી (AC first class)। એનઇઆર (NER) પર, 2000/2001ના કેટલાક નિર્મિત ડબ્બા કે કોચ
026-050 - સમગ્ર 1 એસી + એસી -2ટી (Composite 1AC + AC-2T)
051-100 - એસી -2ટી (AC-2T) એટલે 2 ટાયર એસી
101-150 - એસી -3ટી (AC-3T) એટલે 3 ટાયર એસી
151-200 - સીસી (એસી ચેર કાર) CC (AC Chair Car)
201-400 - એસએલ (સેકન્ડ ક્લાસ સ્લીપર) SL (2nd class sleeper)
401-600 – જીએસ (સામાન્ય દ્ધિતીય શ્રેણી) GS (General 2nd class)
601-700 - 2 એસ (દ્ધિતીય શ્રેણી સિટીંગ/જન શતાબ્દી ચેર કાર) 2S (2nd class sitting/Jan Shatabdi chair cars)
701-800 - એસએલઆર SLR (Seating cum Luggage Rake)
801+ - પેન્ટ્રી કાર, વીપીયૂ, આરએમએસ મેઇલ, જનરેટર વગેરે
તો ફરીવાર જ્યારે તમે રેલવે (Indian Railways)થી મુસાફરી કરશો તો તમારી બોગીની બહાર લખેલા નંબરને જોઇને તમે ઘણી સરળતાથી બતાવી શકો છો, કે આ બોગી ક્યારે બની છે અને કયા ક્લાસની છે.
દેશના અનોખા રેલવે સ્ટેશન
ભારતના સૌથી અલગ અને અનોખા રેલ્વે સ્ટેશનોની યાદીમાં નવાપુર રેલ્વે સ્ટેશનનું નામ ટોચ પર આવે છે. આ સ્ટેશનનો એક ભાગ મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજો ભાગ ગુજરાતમાં છે. આ કારણોસર નવાપુર રેલ્વે સ્ટેશનને બે અલગ-અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જ્યાં પ્લેટફોર્મથી લઈને બેંચ સુધી દરેક વસ્તુ પર મહારાષ્ટ્ર અને ગુજરાત લખેલું છે. સ્ટેશન પર 4 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં પણ જાહેરાત કરવામાં આવે છે.
નામ વગરનું સ્ટેશન
શું તમે ક્યારેય નામ વગરનું રેલ્વે સ્ટેશન સાંભળ્યું છે? અથવા એવા સ્ટેશન વિશે સાંભળ્યું છે જે કોઈપણ નામ વિના સંપૂર્ણ રીતે કાર્યરત છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનથી 35 કિમી દૂર બાંકુરા-મસગ્રામ રેલ્વે લાઇન પરનું આ અનામી રેલ્વે સ્ટેશન વર્ષ 2008માં બનાવવામાં આવ્યું હતું, જેનું નામ રાયનગર રાખવામાં આવ્યું હતું. પરંતુ રૈના ગામના લોકોને રેલ્વે સ્ટેશનનું આ નામ પસંદ ન આવ્યું, તેથી તેઓએ સ્ટેશનનું નામ બદલવા માટે રેલ્વે બોર્ડને ફરિયાદ કરી, ત્યારબાદ આ સ્ટેશનના બોર્ડમાંથી રાયનાગઢનું નામ હટાવી દેવામાં આવ્યું. ત્યારથી આ રેલવે સ્ટેશન નામ વગર ચાલી રહ્યું છે.
ઝારખંડની રાજધાની રાંચીથી તોરી જતી ટ્રેન પણ એક અનામી સ્ટેશન પરથી પસાર થાય છે. અહીં કોઈપણ પ્રકારનું સાઈન બોર્ડ જોવા મળશે નહીં. જ્યારે આ સ્ટેશનથી 2011માં પહેલીવાર ટ્રેનનું સંચાલન શરૂ થયું ત્યારે રેલવેએ તેને બડકીચાંપી નામ આપવાનું વિચાર્યું હતું. પરંતુ કમલે ગામના લોકોના વિરોધ બાદ આ સ્ટેશન પણ નામ વગરનું રહ્યું. તે લોકોનું કહ્યું હતું કે આ રેલ્વે સ્ટેશન બનાવવા માટે તેમના ગામની જમીન અને મજૂરો રોકાયેલા હતા, તેથી આ ગામનું નામ કમલે સ્ટેશન હોવું જોઈએ. આમ આ વિવાદ પછી પણ આ સ્ટેશનનું કોઈ નામ મળ્યું નથી.
અટારી રેલવે સ્ટેશન
જો તમારે અટારી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી હોય અથવા આ સ્ટેશન પર ઉતરવું હોય તો તમારી પાસે વિઝા હોવા જરૂરી છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત અમૃતસરના અટારી રેલવે સ્ટેશન પર વિઝા વિના જવાની સખત મનાઈ છે. આ સ્ટેશન પર સુરક્ષા દળો દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે, તેથી જો કોઈ વ્યક્તિ વિઝા વગર પકડાય છે, તો તેના પર 14 ફોરેન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે અને તે વ્યક્તિને સજા પણ થઈ શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો