તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે

Tripoto

ભારતમાં આસ્થાની કમી નથી અને જે ભગવાનોને પૂજવામાં આવે છે તેની પણ કમી નથી. પણ લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો તિરૂપતિ બાલાજી મંદિર જરૂરથી આગળ આવે છે. આ હું મારી પસંદના હિસાબથી નથી કહી રહી પરંતુ જો તમે આ મંદિર સાથે સંકળાયેલી અમુક વાતો જાણી લો તો તમે તરત તિરૂપતિ બાલાજી મંદિરના દર્શન કરવા નીકળી જશો. તો આવો જાણીયે ભગવાન તિરૂપતિ ના આ મંદિર સાથે સંકળાયેલી કેટલીક વાતો અને ત્યાં કેવી રીતે પહોંચવું તે .

Photo of તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે by Jhelum Kaushal

બાલાજી મંદિર

હિંદુઓ માટે એક મહત્વનું ધાર્મિક સ્થળ માનવામાં આવતા આ મંદિરને શ્રી વેંકટેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં તિરુમાલા પહાડોમાં વસેલ આ ભવ્ય મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ૩૦૦ ઈ.સ. માં બનેલ આ મંદિરનું નિર્માણ દ્વિવિડ વાસ્તુકલામાં થયેલ છે અને અહી પૂજા કરવા માટે આવતા શ્રધ્ધાળુઓ સિવાય પણ ઘણા પ્રવાસીઓ આ મંદિરની કલા અને સુંદરતા નિહાળવા માટે પણ આવે છે.

શું કામ ખાસ છે તિરૂપતિ બાલાજી?

૧. સૌથી અમીર ભગવાન છે તિરૂપતિ બાલાજી

હજારો શ્રધ્ધાળુઓ રોજ પોતાની જોલી ફેલાવતા તિરૂપતિ મંદિર પર આવે છે , અને શું કામ ન આવે , કારણ કે શ્રી વેંકટેશ્વર દુનિયાના બીજા સૌથી અમીર ભગવાન છે. તિરૂપતિ બાલાજી મંદિરમાં રોજના લગભગ ૭૫ લાખ રૂપિયાનું દાન આવે છે અને વર્ષે આ કમાઈ લગભગ ૪૦૦ કરોડ સુધી પહોંચી જાય છે. સોના - ચાંદી થી લઈને રોકડ સુધી આ મંદિરની દાનપેટીમાં કોઈ વસ્તુની કમી નથી. સાચું કહેવાય છે દેવાવાળા જયારે દે છે ત્યારે છપ્પર ફાડીને દે છે.

Photo of તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે by Jhelum Kaushal

૨. તિરૂપતિ બાલાજીના કેશનું રાઝ

એવું માનવામાં આવે છે કે મંદિરમાં હાજર બાલાજીની મૂર્તિના સાચા કેશ ક્યારેય પણ ઉલજતા નથી. પૌરાણિક કથાઓના હિસાબથી જયારે શ્રી વેંકટેશ્વર ના કેશના અમુક કટકા એક હુમલામાં અલગ થઈ ગયા હતા ત્યારે નીલા દેવી નામના એક રાજકુમારીએ તેમને પોતાના કેશ અર્પણ કરી દીધા. આ બલિદાનથી ખુશ થઈને ભગવાન બાલાજીએ આ ભેટ સ્વીકાર કરી લીધી અને આશીર્વાદ આપ્યા કે જે કોઈ પણ તેમના ચરણમાં પોતાના વાળ અર્પણ કરશે ભગવાન તેની મનોકામના પૂરી કરશે. બસ ત્યારથી જ અહીંયા કેશ ઉતારવા અને તેને ભગવાનને ચડાવાનો રિવાજ છે.

Photo of તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે by Jhelum Kaushal

૩. ગુપ્ત ગામથી આવે છે બાલાજીની પૂજાનો સામાન

જે આરતીને અને અભિષેકને જોવા માટે તિરૂપતિ મંદિરમાં કલાકો સુધી મોટી લાઈન લાગે છે તેના વપરાશની સામગ્રી ક્યાંથી આવે છે એ પણ એક રાઝ છે. હકીકતમાં બધાને એ તો ખબર છે કે મંદિરથી લગભગ ૨૦ કી.મી. દૂર એક ગામમાંથી આ સામગ્રી આવે છે પણ તે ગામ વાસ્તવિકમાં ક્યાં છે તે કોઈને ખબર નથી. અને ગામની બહારના લોકોને આ ગામમાં પ્રવેશ પણ નથી મળતો.

૪. અખંડ મૂર્તિની તાકાત

એ તો બધા માને છે કે ભગવાનને કોઈ મિટાવી નથી શકતું પણ તેનો સાચો પુરાવો તમને તિરૂપતિ બાલાજી મંદિરમાં મળે છે. જ્યાં કાચું કપૂર જો કોઈ પથ્થર પર લગાડવામાં આવે તો તેમા કા તો તડ પડી જાય છે અથવા તો પથ્થર પર નિશાન પડી જાય છે પરંતુ આ કપૂર ભગવાન બાલાજીની મૂર્તિને કઈ પણ કરી શકતું નથી. છે ને કમાલ!

Photo of તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે by Jhelum Kaushal

૫. જીવિત છે તિરૂપતિ બાલાજીની મૂર્તિ

એવી ઘણી અનોખી ઘટનાઓ છે જેને લીધે લોકો મૂર્તિને જીવિત માને છે. પહેલા તો માનવામાં આવે છે કે મૂર્તિની પાછળ જો તમે કાન લગાવીને સાંભળો તો તમને સમુદ્રની લહેરોનો અવાજ સાંભળવા મળશે. માત્ર આટલું જ નહીં ભગવાન બાલાજીની આ મૂર્તિને પરસેવો પણ થાય છે જે સમયે સમયે પૂજારી રેશમના કપડાથી લૂછે છે. હવે તમે આ વાત માનો કે ન માનો પણ આ બધી વાતો આ મંદિરને એક રોમાંચક જગ્યા તો જરૂર બનાવે છે.

Photo of તિરૂપતિ બાલાજી : કરોડપતિ ભગવાનના આ મંદિરમાં ઘણા રાઝ છુપાયેલા છે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું તિરૂપતિ મંદિર?

હવાઈ યાત્રા : તિરુમલા પહોંચવા માટે તિરૂપતિ એરપોર્ટ સૌથી નજીકનું હવાઈ સ્ટેશન છે. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે તમારે ૪૦ કી.મી. ની યાત્રા કરવી પડશે જેના માટે સહેલાઈથી તમને બસ કે ટેકસી મળી રહે છે.

રેલ યાત્રા : તિરુપતિનું પોતાનું રેલવે સ્ટેશન નથી તેથી તમારે તિરુમલા રેલવે સ્ટેશન પર જ ઉતરવું પડશે. અહીંથી તમને મંદિર સુધી જતી બસ અને પ્રાઇવેટ ટેકસી મળી જશે.

બસ યાત્રા : તિરુમલા રોડ બધા મોટા શહેરો સાથે સારી રીતે કનેક્ટેડ છે. ચેન્નઈ , વેલ્લોર અને બેંગ્લોર માટે તમને સીધી બસ મળી જશે. તમે ઈચ્છો તો તિરુપતિથી બસ કે ટેકસી કરીને મંદિર પહોંચી શકો છો.

તિરૂપતિ બાલાજી મંદિરની યાત્રા સાથે જોડાયેલી જરૂરી વાતો

આ બધું વાંચીને તમારો તિરૂપતિ જવાનો પ્લાન તો જરૂર બની ગયો હશે પણ તમે બેગ લઈને ચાલવા લાગો તે પહેલા મંદિર સાથે સંકળાયેલી કેટલીક જરૂરી વાતો જાણી લો :

- તિરૂપતિ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે એક લાંબી લાઈન લાગે છે અને પ્રવેશ મેળવવા માટે ૪ કલાકથી લઈને ૨૪ કલાક પણ લાગી શકે છે. તો લાંબી રાહ જોવા માટે તૈયાર રહેવું.

- રોજ અહી હજારો શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે તો તમારે તમારી ટિકિટ ૨-૩ મહિના અગાઉ જ બુક કરી લેવી. દર્શન માટે પણ સવાર થતા જ પ્રવેશ માટે પહોંચી જવું. તમે ઈચ્છો તો જલ્દી પ્રવેશ માટે VIP ટિકિટ પણ લઇ શકો છો.

- મંદિરની અંદર કોઈ પણ જાતની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી માટે અનુમતિ નથી તો પહેલા જ પોતાના ફોન અને બીજો સામાન જમા કરી દેવો. તેના માટે લોકરની સુવિધા છે.

બધી જાણકારી હવે તમારી પાસે છે તો હવે રાહ કઈ વાતની , દર્શન કરી આવો આ અનોખા મંદિરના.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads