પંચ કેદાર યાત્રા ઉત્તરાખંડનો સૌથી સુંદર ટ્રેકિંગ રૂટ શું કામ છે?

Tripoto

ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે. શરૂઆતથી આ જગ્યા ધાર્મિક ભાવનાઓ અને પૂજા પાઠમાં વિશ્વાસ કરતા લોકો માટે મહત્વપૂર્ણ રહી છે. ઉત્તરાખંડ તીર્થયાત્રીઓને પણ તેની તરફ ખેચે છે. ઉત્તરાખંડમાં ભગવાન શિવને ખુબ માનવામાં આવે છે. અહી પર ભગવાન શિવના બધા રૂપને સ્થાનીય દેવતાઓના રૂપમાં પૂજવામાં આવે છે. ભગવાન શિવને માનતા લોકો માટે ચાર ધામ યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ ઉત્તરાખંડના પંચ કેદાર વિશે પણ જાણી લેવું આવશ્યક છે. શાનદાર નજારા અને શિવ ભક્તિમાં ડૂબેલા આ પાંચ મંદિર જોવાલાયક છે.

Photo of પંચ કેદાર યાત્રા ઉત્તરાખંડનો સૌથી સુંદર ટ્રેકિંગ રૂટ શું કામ છે? by Jhelum Kaushal

પંચ કેદાર

પંચ કેદાર ગઢવાલી હિમાલયમાં સ્થિત પાંચ શિવ મંદિરોનો સમૂહ છે જેનો સીધો સબંધ મહાભારતના પાંચ પાંડવો સાથે જોડાયેલો છે. આ પાંચેય મંદિરની યાત્રા તેની ઉંચાઈના હિસાબથી કરવામાં આવે છે. સૌથી પહેલા ૧૧,૭૫૫ ફૂટ ઉંચાઈ પર બનેલ કેદારનાથની યાત્રા કરવામાં આવે છે. તેના પછી ૧૨,૦૭૦ ફૂટ ઉંચાઈ પર બનેલ તુંગનાથ મંદિર અને ૧૧,૬૬૭ ફૂટ ઉંચાઈ પર બનેલ રુદ્રનાથ મંદિર જવામાં આવે છે. તેના પછી ૧૧,૪૫૦ ફૂટ ઉંચાઈ પર મધ્યમહેશ્વર અને છેલ્લે ૭૨૦૦ ફૂટ ઉંચાઈ પર કલ્પેશ્વર મંદિરની યાત્રા કરવામાં આવે છે. આ બધામાં કેદારનાથ મુખ્ય મંદિર છે જે ચાર ધામ યાત્રાનો ભાગ પણ છે.

પંચ કેદારની દંતકથા

પંચ કેદારની પાછળ એક રસપ્રદ કહાની છે જેને તમારે જરૂર જાણી લેવી જોઈએ. હિન્દુ માન્યતા પ્રમાણે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવો આ જગ્યાઓ પર જ પશ્ચાતાપ કરવા આવ્યા હતા. તેમણે એવું ઋષિ વ્યાસના કહેવા પર કર્યું હતું. પરંતુ ભગવાન શિવ એમને માફ કરવા નહોતા ઇચ્છતા તેથી તેમણે વેશ બદલીને નંદીનો અવતાર ધારણ કર્યો. પછી તેમણે આ કારણથી ધરતીમાં છુપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પાંચ પાંડવમાંથી સૌથી શક્તિશાળી ભીમ નંદિની પૂછ પકડીને તેને ભૂમિની બહાર કાઢવા લાગ્યો. આ સંઘર્ષમાં નંદી પાંચ ટુકડામાં તૂટી ગયો જે પછી પાંચ અલગ અલગ જગ્યા પર પ્રગટ થયો. આ બધું ગુપ્ત કાશીમાં થયું હતું જ્યાંથી આ જગ્યાનું નામ લેવામાં આવે છે. પછી નંદીના પાંચેય ટુકડા ધરતી પર પ્રગટ થયા પરંતુ આ વખતે તો તે ખુદ ભગવાન શિવ હતા.

ક્યાં મંદિર સામેલ છે?

પાંડવોને તેમના ગુનાહોની સજા આપ્યા બાદ ભગવાન શિવ અન્ય ચાર જગ્યા પર પ્રગટ થયા હતા. ભગવાન શિવની ખૂંદ કેદારનાથમાં પ્રગટ થયું હતું જે ૧૨ જ્યોતિલિંગમાંથી એક છે. રુદ્રનાથમાં તેમનો ચહેરો પ્રગટ થયો હતો જે પ્રાકૃતિક રોક કેટ મંદિર છે. ભગવાન શિવની ભુજાઓ તુંગનાથમાં પ્રગટ થઇ હતી. તુંગનાથ સમુદ્ર તટથી ૧૨૦૭૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે જેને કારણે તે દેશનું સૌથી ઉંચુ શિવ મંદિર છે. ભગવાન શિવનું કંબધ મધ્યમહેશ્વરમાં પ્રગટ થયું હતું. ભગવાન શિવના કેશ કલ્પેશ્વરમાં પ્રગટ થયા હતા જે રુદ્રનાથ અને હેલાંગની વચ્ચે પડે છે. આ બધા મંદિરના સમૂહને એક સાથે પંચ કેદાર કહે છે. જાણવા જેવી વાત એ છે કે ભગવાન શિવનું અભિન્ન નંદી પશુપતિનાથમાં જોવા મળ્યા હતા. આ પાંચેય મંદિર સાધુ મહાત્માઓ માટે તપસ્યાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે તેથી અહી વિશ્વભરથી લોકોનું આવવા જવાનું ચાલુ હોય છે.

પંચ કેદાર યાત્રા

પંચ કેદારના બધા મંદિરની યાત્રા કરવામાં ૧૫ થી ૧૬ દિવસનો સમય લાગે છે. કારણ કે આ બધા મંદિર કોઈ ચોક્કસ રસ્તા સાથે જોડાયેલા નથી તેથી તમારે આ બધા મંદિર જોવા માટે થોડી મહેનત કરવી પડે છે. જો કે તમારી બધી મહેનત ગઢવાલના સુંદર પહાડો અને તેના નજારા જોવામાં વસુલ થઇ જશે. પંચ કેદાર યાત્રા પર જતા પહેલા તમારે એ નક્કી કરવું જરૂરી છે કે તમારે આ યાત્રા પર શું કામ જવું છે. આ કોઈ પીકનીક ટ્રેક નથી જો તમે મજા કરવા જવા ઈચ્છો છો તો એવું કરવાથી બચવું. તમારી આખી યાત્રા હિમાલયની ગોદમાંથી થઈને પસાર થશે જે તમને જિંદગીભરની યાદો આપશે.

પંચ કેદાર યાત્રા માત્ર સડક દ્વારા થઇ શકે છે. કારણ કે આ બધા મંદિર અલગ અલગ દિશામાં છે તેથી તમારે ઘણી વખત રસ્તા બદલવા પડશે. ટ્રેકિંગ રૂટ્સ માં પણ અલગ અલગ લેવલની મુશ્કેલીઓ છે. અમુક જગ્યાએ ચાલવું સરળ છે તો અમુક જગ્યાએ મુશ્કેલ છે. રસ્તામાં ઉત્તરાખંડના મશહૂર પહાડો પણ જોવા મળે છે. પંચ કેદાર જતી વખતે તમે નંદા દેવી, ત્રિશુલ અને ચૌખંબા પહાડો જોઈ શકો છો. ગઢવાલમાં ગંગાને પૂજવામાં આવે છે અને ગંગાની સહાયક નદીઓ પંચ કેદારની રોશનીમાં ચાર ચાંદ લગાવી દે છે.

પંચ કેદાર યાત્રા ટ્રેક કુલ ૧૭૦ કી.મી. લાંબી છે જેમાં તમારે પાંચેય મંદિર જવાનું હોય છે. આ ૧૭૦ કી.મી.ની દૂરીમાં ગૌરીકુંડનો રસ્તો પણ જોડાયેલો છે. આ પૂરો રસ્તો તમે લગભગ ૧૬ દિવસમાં પૂરો કરી શકો છો.

પંચ કેદાર ટ્રેક

ટ્રેકની શરૂઆત ગૌરીકુંડથી થાય છે જે હિમાલયના વિહિંગામ નજારોથી સજેલ છે. આ આખા ટ્રેકમાં શરૂઆતથી અંત સુધી તમને પહાડોના સુંદર દ્રશ્યો ખુબ સાથ મળશે. જો તમે ટ્રેકિંગ કરવાનું મન બનાવો છો તો તમે ગરમીના ત્રણ અને વરસાદના બે મહિનામાં સફર કરી શકો છો. ઠંડીની ઋતુમાં તમે કલ્પેશ્વર મંદિર જઈ શકો છો. ઋષિકેશ જતો રસ્તો તમારો પહેલો પડાવ છે જે તમને ઉત્તરાખંડની વાદીઓમાં લાવશે. ઋષિકેશ આવવા માટે તમને દેશના બધા ભાગોમાંથી અલગ અલગ સાધન મળી જશે. ઋષિકેશથી આગળ ગૌરીકુંડ જવાનું હોય છે. પંચ કેદાર માટે તમારે રુદ્રપ્રયાગ કેદારનાથ રોડ પર વધવાનું હોય છે જે તમને ગૌરીકુંડ લઇ જશે. આ તમારા ટ્રેકિંગનો શરૂઆતનો પોઇન્ટ છે જે તમને કેદારનાથ મંદિર લઇ આવશે. આ ૧૪ કી.મી. લાંબા ટ્રેકમાં તમે ગૌરીકુંડથી કેદારનાથ સુધીનું સફર કરશો.

કેદારનાથ મંદિરમાં દર્શન કર્યાં બાદ તમારે ગુપ્તકાશી અને જાગસુ તરફ વધવાનું થશે. કેદારનાથથી જાગસુ કુલ ૩૦ કી.મી. છે. જાગસુ મધ્યમહેશ્વર મંદિર માટે તમારા ટ્રેકનો શરૂઆતી પોઇન્ટ છે. મધ્યમહેશ્વરનો રસ્તો ગૌધંડથી થઈને જાય છે. આ ટ્રેક ૨૪ કી.મી. લાંબો છે. આ ટ્રેકમાં તમને ચોખંબા , કેદારનાથ અને નીલકંઠ પર્વતમાળાના દ્રશ્યો જોવા મળશે.

મધ્યમહેશ્વરથી પાછા આવવા અને તુંગનાથ ટ્રેક માટે તમે જાગસુથી ચોપતા માટે વાયા રોડ જઈ શકો છો જે ૪૫ કી.મી. લાંબો રસ્તો છે. ચૌપતાથી તુંગનાથ મંદિરનો ટ્રેક માત્ર ૪ કી.મી. લાંબો છે જે તમે સહેલાઈથી પાર કરી શકો છો. તુંગનાથ મંદિરમા દર્શન કર્યાં બાદ આગળનો પડાવ રુદ્રનાથ મંદિર છે. રુદ્રનાથ મંદિર આવવા માટે તમે મંડળની તરફ જતા રસ્તા પર આગળ વધી શકો છો. આ રસ્તા પર તમારે લગભગ ૮ કી.મી.નું સફર કરવાનું હોય છે. મંડળથી રુદ્રનાથ મંદિર જવા માટે તમારે ૨૦ કી.મી. લાંબો ટ્રેક કરવો પડશે.

રુદ્રનાથ મંદિર પછી તમારે મંડળ પાછું આવવું પડશે. રુદ્રનાથ પછી કલ્પેશ્વર મંદિર જવા માટે તમારે મંડળથી હેલાંગ તરફ આગળ વધવું પડશે. હેલાંગથી કલ્પેશ્વર મંદિર માટે ૧૧ કી.મી.નું ટ્રેક કરવો પડે છે. આ ટ્રેક થોડો મુશ્કિલ છે પણ પહાડોના આકર્ષક નજારા જોઈને તમને થાક નહિ લાગે. કલ્પેશ્વર મંદિર પંચ કેદાર યાત્રાનો અંતિમ પડાવ છે. કલ્પેશ્વર મંદિરમાં માથું ટેકાવ્યા પછી તમે પાછા આવવાની તૈયારી કરી શકો છો. પાછા આવવા માટે તમે હેલાંગથી ઋષિકેશ માટે ગાડી લઇ શકો છો જે પીપલકોઠી થઈને જાય છે. આ દુરી લગભગ ૨૩૩ કી.મી. લાંબી છે.

કયારે જવું?

પંચ કેદાર યાત્રીઓ માટે વર્ષના ૬ મહિના ખુલ્લું રહે છે. પંચ કેદાર યાત્રા માટે એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે ખુલે છે. જો તમે એકદમ સાચા સમયે પંચ કેદાર જવા ઈચ્છો છો તો મે, જૂન, સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાંથી કોઈ પણ સમયે જઈ શકો છો. ઠંડીમાં આ જગ્યા બરફથી ઢંકાયેલી હોય છે તેથી ત્યારે યાત્રા કરવી શક્ય નથી. આ સમયે કેદારનાથની શિવ પ્રતિમાને ઉખીમઠમાં સ્થાપિત કરવામાં આવેછેઅને ત્યાં જ પૂજા અર્ચના કરવામાં આવે છે. આવી જ રીતે તુંગનાથની મૂર્તિને મુક્કુમઠ, રુદ્રનાથને ગોપેશ્વર અને મધ્યમહેશ્વર મંદિરના શિવલિંગને પણ ઉખીમઠમાં શિફ્ટ કરવામાં આવે છે. માત્ર કલ્પેશ્વર મંદિર જ છે જેની યાત્રા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. જો તમને ટ્રેકિંગનો અનુભવ છે તો તમે ઠંડીમાં જઈ શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખવું:-

- પંચ કેદારની યાત્રા કરવાનું મન હોય તો તમારે શારીરિક રીતે ફીટ હોવાની જરૂર છે. જો તમને ચાલવામાં ફરવામાં અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે આ યાત્રા ન કરવી જોઈએ.

- જરૂરતનો બધો સામાન દરેક સમયે સાથે રાખવો. તમે તમારી સાથે પાવર બેન્ક, એનર્જી બાર , આવશ્યક દવાઓ, ઉનના કપડાં સાથે રાખી શકો છો.

- પંચ કેદાર વર્ષના ૬ મહિના જ ખુલ્લું રહે છે. જો તમે રુદ્રનાથ જવા ઈચ્છો છો તો તમે વર્ષના કોઈ પણ સમયે જઈ શકો છો.

- પંચ કેદાર લાંબી અને થકાન આપતી યાત્રા છે. તેથી જો તમે પંચ કેદાર સારી રીતે ફરવા ઈચ્છો છો તો તમારે સવારે જલ્દી નીકળી જવું જોઈએ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads