આપણામાંથી મોટાભાગના લોકો માટે ડિસેમ્બર એ મુસાફરી કરવાનો મુખ્ય સમય છે. અને બહુ જ સ્વાભાવિક છે. આ સમયમાં લોકો પાસે રજાઓ હોય છે. તેમના બાળકોને ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન વેકેશન હોય છે. અથવા તેઓ વર્ષના અંત પહેલા તેમની રજાઓ પૂરી કરવા માંગે છે.
એક અલગ દ્રષ્ટિથી જોઈએ તો, ટ્રેકર્સ પણ ડિસેમ્બરને શિયાળાના પર્યાય તરીકે જુએ છે. ઘણા લોકો જાન્યુઆરી અને ફેબ્રુઆરીને શિયાળો પણ નથી માનતા.
તેમ છતાં, જ્યારે તમે તેના વિશે વિચારો છો, ત્યારે ડિસેમ્બર મહિનો કઈક અલગ જ મુશ્કેલીઓ ધરાવે છે. (1) વર્ષના આ સમયે ફ્લાઇટ ચાર્જ ખૂબ જ વધારે હોય છે (ભલે તમે અગાઉથી સારી રીતે બુક કરાવો તો પણ).
(2) હોટેલ્સ તેમના નિયમિત ટેરિફ લગભગ બમણી વસૂલ કરે છે (જો તેમની પાસે રૂમ્સ ઉપલબ્ધ હોય તો પણ)
(3) ટ્રેકિંગ ટ્રેલ્સ સહિત તમે જ્યાં જાઓ છો તે દરેક જગ્યા પર પુષ્કળ ભીડ હોય છે.
ડિસેમ્બરમાં ભીડ કોઈપણ સમજદાર ટ્રેકરને રોકી શકે છે, પરંતુ સત્ય એ છે કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ટ્રેકિંગ કરવા જવાનું સાચું કારણ કંઈક બીજું જ છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી (મધ્ય માર્ચ સુધી) એ ખરા અર્થમાં બરફની મોસમ છે. તે ડિસેમ્બર નથી. ડિસેમ્બર એ શિયાળાની માત્ર શરૂઆત છે. જ્યારે શિયાળાનો પહેલો બરફ આવે છે. જો કે, આ હજુ તો માત્ર શરૂઆત જ હોય છે.
અક્ષય દેવરસ, જે છેલ્લા 12 વર્ષથી હવામાન નિષ્ણાત છે, તેમના જણાવ્યા અનુસાર: “આપણે જેને શિયાળાની શરૂઆત (ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર) ગણીએ છીએ તે સત્તાવાર રીતે ચોમાસા પછીનો સમય છે. માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરીને સત્તાવાર રીતે શિયાળો ગણવામાં આવે છે.”
આપણા દેશમાં વાસ્તવિક શિયાળો ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ શરૂ થાય છે, જે હિમાલયના તમામ ટ્રેક પર બરફની આહ્લાદક ચાદર પાથરે છે. અને એટલે જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ Big Snow Season (બિગ સ્નો સિઝન) તરીકે ઓળખવામાં આવે છે.
આપણામાંના મોટાભાગના લોકો શિયાળામાં શહેરની ભાગદોડ અને ઘોંઘાટ ભરી જિંદગીમાં કઈક શાંતિ માણવા માટે અથવા સુંદર બર્ફીલા વાતાવરણમાં ટ્રેક કરવા માટે પર્વતો પર જાય છે.
અને આનો અનુભવ કરવા માટે બિગ સ્નો સીઝન કરતાં વધુ સારો કોઈ સમય નથી:
1. ડિસેમ્બરની સરખામણીમાં રસ્તાઓ પર વધુ બરફ જમા થયો હોય છે. તમે જાણતા જ હશો કે શિયાળાની બરફ આપણા દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દ્વારા લાવવામાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની એક લહેર હોય છે, ત્યારે બિગ સ્નો સિઝનમાં ઓછામાં ઓછા 2-3 મોજા હોય છે. આ સામાન્ય રીતે મજબૂત તરંગો હોય છે અને બરફના મોટા થાપણો પાછળ છોડી જાય છે - એટલા માટે કે આ બરફ જ એપ્રિલના અંત સુધી ચાલે છે.
કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ હિમાલયના ટ્રેકના મોટાભાગના શિયાળાના ફોટા જે તમે જુઓ છો તે આ બિગ સ્નો સિઝનમાં લેવામાં આવ્યા છે, ડિસેમ્બરમાં નહીં.
2. બિગ સ્નો સિઝનમાં હિમવર્ષાની વધુ શક્યતાઓ છે: વધુ WDs એટલે હિમવર્ષાની વધુ સંભાવના. અને આ એવું કંઈક છે જે કોઈ પણ ટ્રેકર્સ માટે સ્વપ્ન સમાન છે! તેથી જો તમે હિમવર્ષાની સૌથી વધારે શક્યતા સાથે સાહસિક અનુભવ મેળવવા માંગતા હો, તો બિગ સ્નો સીઝન એ તમારી શ્રેષ્ઠ તક છે.
અહીં આપણને એવો વિચાર આવી શકે છે કે વધુ બરફની હાજરી તમને તમારો ટ્રેક પૂર્ણ કરવામાં રોકી શકે છે. મેં જે નોંધ્યું છે તે એ છે કે ટ્રેકની સફળતાપૂર્વક પૂર્ણતા એ તકનીકી ટીમ પર ઘણો આધાર રાખે છે જે તમારી સાથે જાય છે.
બિગ સ્નો સિઝન (જાન્યુઆરી અને ફેબ્રુઆરી) માં કરવા માટેના ટોપ 8 હિમાલયન ટ્રેક્સ:
1. દયારા બુગ્યાલ ટ્રેક
2. બ્રહ્મતાલ ટ્રેક
3. સંદકફૂ-ફાલુત ટ્રેક
4. કેદારકાંઠા ટ્રેક
5. દેવરિયાતાલ-ચંદ્રશિલા
6. કુઆરી પાસ
7. અલી બેદની બુગ્યાલ ટ્રેક
8. નાગ તિબ્બા ખાતે વીકએન્ડ ટ્રેક
માહિતી: IndiaHikes
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ