જાતે પ્લાન કરી રહ્યાં છો ચારધામની યાત્રા કરવાનો તો કંઇક આ રીતે કરો પ્લાનિંગ

Tripoto
Photo of જાતે પ્લાન કરી રહ્યાં છો ચારધામની યાત્રા કરવાનો તો કંઇક આ રીતે કરો પ્લાનિંગ by Paurav Joshi
Photo of જાતે પ્લાન કરી રહ્યાં છો ચારધામની યાત્રા કરવાનો તો કંઇક આ રીતે કરો પ્લાનિંગ by Paurav Joshi

ચાર ધામ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. દર વર્ષે લાખો લોકો ચારધામ યાત્રા કરવા આવે છે. ચાર ધામ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ખાતે આવેલા ચાર મંદિરોની યાત્રા છે.

Photo of જાતે પ્લાન કરી રહ્યાં છો ચારધામની યાત્રા કરવાનો તો કંઇક આ રીતે કરો પ્લાનિંગ by Paurav Joshi

આ ચાર પવિત્ર સ્થાનો ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલા છે. પરંપરાગત રીતે ચાર ધામની યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે અને બદ્રીનાથમાં સમાપ્ત થાય છે. તમે તમારી અનુકૂળતા મુજબ દિલ્હી, દેહરાદૂન, હરિદ્વાર અથવા ઋષિકેશથી આ મુસાફરી શરૂ કરી શકો છો. મુસાફરી કરતા પહેલા તમારે પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે. ચાર ધામ યાત્રા 11 દિવસમાં કેવી રીતે પૂર્ણ કરવી? અમે તમને આ સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

દિવસ 1: હરિદ્ધાર

ચાર ધામ યાત્રાના પહેલા દિવસે તમારે હરિદ્વાર પહોંચવાનું છે. હરિદ્વાર પહોંચવા માટે, તમે કોઈપણ રોડ માર્ગ અને રેલ માર્ગે આવી શકો છો. હરિદ્વાર ભારતના સૌથી પ્રખ્યાત ધાર્મિક શહેરોમાંનું એક છે. ગંગા નદીના કિનારે આવેલું હરિદ્વાર, હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ધાર્મિક મહત્વનું મુખ્ય કેન્દ્ર છે.

દિવસ 2: બારકોટ

હરિદ્વાર પછી, તમે ચારધામ યાત્રાના બીજા દિવસે બારકોટ પહોંચો છો. હરિદ્વારથી બરકોટ લગભગ 180 કિલોમીટરના અંતરે છે. બરકોટ ગઢવાલમાં આવેલું એક નાનું શહેર છે. બરકોટનું મૂળ નામ વિરાટનગર છે અને તે પાંડવોના વનવાસ દરમિયાનના આશ્રય સ્થાન તરીકે પણ જાણીતું છે.

દિવસ 3: યમુનોત્રી

યમુનોત્રી હિમાલયની પહાડીઓમાં સ્થિત એક મુખ્ય તીર્થસ્થાન છે. ચાર ધામ યાત્રાનું પ્રથમ સ્થાન યમુનોત્રી છે. યમુનોત્રી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. બરકોટથી યમુનોત્રી લગભગ 50 કિમી દૂર છે. યમુનોત્રી ધામ પહોંચવા માટે તમારે 13 કિલોમીટર એક લાંબો ટ્રેક પણ કરવો પડે છે. યમુનોત્રી યમુના નદીનું મૂળ ઉદ્ગમ સ્થાન પણ છે.

યમુનોત્રીમાં એક પ્રાચીન હિન્દુ મંદિર છે. યમુનોત્રી મંદિર ઉપરાંત ચૌલીની ગુફા, સપ્તર્ષિ કુંડ અને દિવ્ય શિલાની મુલાકાત લઈ શકાય છે. સાંજ સુધીમાં બારકોટ પાછા આવીને બારકોટમાં જ રાત વિતાવો.

દિવસ 4: ગંગોત્રી

બીજા દિવસે બારકોટથી ગંગોત્રી પહોંચો. બારકોટથી ગંગોત્રીનું અંતર લગભગ 180 કિમી છે. છે. ગંગોત્રી ચાર ધામ યાત્રાનું મહત્વનું સ્થળ છે. હિમાલયની પહાડીઓમાં સ્થિત ગંગોત્રી એ ગંગા નદીનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. ગંગોત્રી સમુદ્ર સપાટીથી 3,042 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ભક્તો ગંગોત્રીમાં યાત્રી માર્ગ પર જઈને ભાગીરથી નદીને પાર કરીને પર્વતીય રસ્તાઓ દ્વારા ગંગોત્રી મંદિરે પહોંચે છે.

દિવસ 5: હર્ષિલ

યમુનોત્રી પછી બીજા દિવસનો વિરામ તમારો હર્ષિલ હશે. હર્ષિલ ગંગોત્રીથી માત્ર 25 કિલોમીટર દૂર છે. ભાગીરથી નદીના કિનારે વસેલું હર્ષિલ સમુદ્ર સપાટીથી 2,620 મીટરની ઉંચાઈ પર આવેલું છે. હર્ષિલ ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. સુંદર પર્વતોથી ઘેરાયેલા આ શહેરમાં તમે સુંદરતા, શાંતિ અને આરામનો આનંદ માણી શકો છો

દિવસ 6: ગુપ્તકાશી

બીજા દિવસે હર્ષિલમાં નાસ્તો કર્યા પછી, આગળની મુસાફરી માટે નીકળી જાઓ. હર્ષિલથી ટિહરી અને શ્રીનગર થઈને ગુપ્તકાશી પહોંચો. હર્ષિલથી ગુપ્તકાશી લગભગ 270 કિલોમીટરના અંતરે છે. આ શહેર બદ્રીનાથથી લગભગ 47 કિલોમીટરના અંતરે આવેલું છે.

ગુપ્તકાશી એક ધાર્મિક સ્થળ છે જ્યાં પ્રવાસીઓ ગુપ્તકાશી તરીકે ઓળખાતા ભગવાન વિષ્ણુના મંદિરની મુલાકાત લે છે. ગુપ્તકાશી પાસે બે ગુફાઓ છે જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રથમ ગુફા ગુપ્તકાશી નામની નાની ગુફા છે જે બદ્રીનાથથી લગભગ 2.5 કિમીના અંતરે આવેલી છે. બીજી ગુફા વિશાળ છે અને તે મહાભારત કાળ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

દિવસ 7: ગૌરીકુંડ

Photo of જાતે પ્લાન કરી રહ્યાં છો ચારધામની યાત્રા કરવાનો તો કંઇક આ રીતે કરો પ્લાનિંગ by Paurav Joshi

ગૌરીકુંડ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. ગૌરીકુંડને કેદારનાથ ટ્રેકનો બેઝ કેમ્પ માનવામાં આવે છે. કેદારનાથની યાત્રા અહીંથી શરૂ થાય છે. ગૌરીકુંડ ગુપ્તકાશીથી 30 કિમી દૂર છે. તમે તમારી પોતાની કાર દ્વારા ગુપ્તકાશીથી ગૌરીકુંડ જઇ શકો છો. ગૌરીકુંડમાં ગરમ પાણીનું ઝરણું છે.

દિવસ 8: કેદારનાથ

કેદારનાથ હિંદુઓ માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. ગૌરીકુંડથી કેદારનાથનું અંતર લગભગ 16 કિમી છે. આ યાત્રા પૂર્ણ કરવા માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે, જો કે તમને પાલખીની સુવિધા પણ મળશે. કેદારનાથમાં ઘણી હોટલો અને ધર્મશાળાઓ છે જ્યાં તમે રોકાઈ શકો છો.

દિવસ 9: રુદ્રપ્રયાગ

કેદારનાથની યાત્રા પૂરી કરીને પહેલા ગુપ્તકાશી પહોંચો અને પછી ત્યાંથી રૂદ્રપ્રયાગ પહોંચો. કેદારનાથથી રૂદ્રપ્રયાગ લગભગ 86 કિમી દૂર છે. રુદ્રપ્રયાગ ઉત્તરાખંડના ધાર્મિક શહેરોમાંનું એક છે. રુદ્રપ્રયાગ અલકનંદા નદીના પંચ પ્રયાગમાંનું એક છે. રુદ્રપ્રયાગ અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમ પર આવેલું છે. રુદ્રપ્રયાગનું નામ ઋષભનાથના પુત્ર ઋષિ રુદ્રના નામ પરથી પડ્યું છે, જેમણે આ સ્થાન પર ધ્યાન અને તપસ્યા કરી હતી. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીના કિનારે ઋષિ જમદગ્નિને સમર્પિત એક જૂનું મંદિર છે.

દિવસ 10: જોશીમઠ

બીજા દિવસે રુદ્રપ્રયાગથી જોશીમઠ પહોંચો. રુદ્રપ્રયાગથી જોશીમઠ 113 કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીથી 1,890 મીટરની ઉંચાઈ પર સ્થિત, જોશીમઠ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠમાંનું એક છે. જોશીમઠથી બદ્રીનાથ માત્ર 44 કિમી.ના અંતરે આવેલું છે. જોશીમઠમાં તમે કલ્પવૃક્ષ મંદિર અને નરસિંહ મંદિરની મુલાકાત લઈ શકો છો. તમારે આ અદ્ભુત શહેરમાં રાતે રોકાવું જોઈએ.

દિવસ 11: બદ્રીનાથ મંદિર

બદ્રીનાથ એ ભારતના પવિત્ર સ્થળોમાંનું એક છે અને ચાર ધામમાંનું એક છે. બદ્રીનાથ સમુદ્ર સપાટીથી 3,133 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચાર ધામ યાત્રાના ચાર તીર્થસ્થાનોમાં બદ્રીનાથને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અલકનંદી નદીના કિનારે આવેલું બદ્રીનાથ મંદિર 9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.

બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે બદ્રીનાથ તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત આ મંદિરમાં શંકરાચાર્યની સમાધિ સ્થાન પણ છે. ચાર ધામની યાત્રા બદ્રીનાથ મંદિરની મુલાકાત સાથે પૂર્ણ થાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads