કલ્પના કરો કે જો તમને એવા સ્થાન પર જવાનો મોકો મળે જે તમને પૌરાણિક કથાઓ સાથે જોડે એટલું જ નહીં પણ તમને આદરની લાગણી પણ કરાવે. જો કે આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભારતીય ઈતિહાસ અને આપણી સંસ્કૃતિ જોઈને આપણે ગર્વ અનુભવીએ છીએ, પરંતુ અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કેરળની અત્યંત સુંદર ખીણોમાં સ્થિત છે. આ ઉપરાંત આ જગ્યાને વિશ્વની સૌથી મોટી પ્રતિમા હોવાનો શ્રેય પણ મળ્યો છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો પણ છે, જેને જાણ્યા પછી તમે કેરળના કોલ્લમ જવા માટે અધીરા થઈ જશો.
તમને તો ખબર જ હશે કે જાન્યુઆરીમાં આખો દેશ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની ઉજવણી કરી રહ્યો હતો. માતા સીતાનું અપહરણ એ રામાયણની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. આ સંદર્ભમાં જટાયુ પક્ષીનો પણ ઉલ્લેખ છે. જટાયુ અરુણ દેવતાનો પુત્ર હતો. જ્યારે રાવણે કપટથી માતા સીતાનું અપહરણ કર્યું હતું અને તે પુષ્પક વિમાનમાં તેમને આકાશમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. એક પક્ષી હોવા છતાં, જટાયુએ માતા સીતાની રક્ષા કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને અંતે પોતાનો જીવ ગુમાવ્યો.
હવે કેરળમાં જટાયુ પક્ષી માટે નેચર પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં જટાયુની અંદાજે 70 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ નેચર પાર્ક એ જ જગ્યાએ બનાવવામાં આવ્યો છે જ્યાં જટાયુએ ભગવાન રામને માતા સીતાના અપહરણની જાણ કર્યા પછી અંતિમ શ્વાસ લીધા હતા. આ જ કારણ છે કે આ નેચર પાર્કનું પોતાનું મહત્વ છે. આ સમગ્ર વિશ્વમાં પક્ષીની સૌથી મોટી પ્રતિમા છે. તો, આજે આ લેખમાં અમે તમને જટાયુ અર્થ સેન્ટર નેચર પાર્ક સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવી રહ્યા છીએ-
દુનિયાની સૌથી મોટી પક્ષી મૂર્તિ
જો કે વિશ્વભરમાં ઘણી જગ્યાએ પક્ષીઓની પ્રતિમાઓ છે, પરંતુ જટાયુ નેચર પાર્કમાં સ્થિત જટાયુની પ્રતિમાને વિશ્વની સૌથી મોટી પક્ષી પ્રતિમા તરીકેનું ગૌરવ પ્રાપ્ત છે. જટાયુ નેચર પાર્કને જટાયુ અર્થ સેન્ટર અથવા જટાયુ રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને બનાવવામાં લગભગ દસ વર્ષ લાગ્યાં હતા. સેન્ટર પાર્ક કેરળના કોલ્લમ જિલ્લાના ચદયમંગલમ ખાતે સ્થિત એક ઉદ્યાન અને પ્રવાસન કેન્દ્ર છે. અહીં આેવેલી જટાયુની મૂર્તિની પહોળાઈ અંદાજે 150 ફૂટ, ઊંચાઈ 70 ફૂટ અને લંબાઈ 200 ફૂટ છે. અંદાજે ત્રીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ પાર્કમાં ફરવાનો પોતાનો જ આનંદ છે.
જટાયુ નેચર પાર્કનું છે પૌરાણિક મહત્વ
જટાયુ નેચર પાર્કનું પણ પોતાનું પૌરાણિક મહત્વ છે. વાસ્તવમાં જ્યારે જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે જટાયુની એક પાંખ કપાઈ ગઈ. જેને ધ્યાનમાં રાખીને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને આ મૂર્તિને પણ પાંખ નથી. આ નેચર પાર્ક ખૂબ જ સુંદર છે અને તે દરિયાની સપાટીથી લગભગ 1200 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. તેથી અહીં આવતા પ્રવાસીઓને એક અલગ જ નજારો જોવા મળે છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે રાવણ દ્વારા માર્યા ગયા બાદ પૌરાણિક પક્ષી ચાદયામંગલમના એક પર્વત શિખર પર પડ્યું હતું. માતા સીતાને બચાવવા તે રાવણ સાથે બહાદુરીથી લડ્યા, પરંતુ વૃદ્ધ હોવાને કારણે રાક્ષસ રાજા રાવણ દ્વારા તેનો પરાજય થયો અને તેમનો વધ કરવામાં આવ્યો. મૂર્તિ એક પહાડની ટોચ પર બેસે છે જ્યાં તેણે ભગવાન રામને અપહરણ વિશે જાણ કર્યા પછી અંતિમ શ્વાસ લીધા.
પૌરાણિક કથા અનુસાર રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે રાવણ પાસેથી સીતાને છોડાવવા જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. જટાયુએ પોતાના તીક્ષ્ણ નખ અને ચાંચ દ્વારા રાવણને ઘાયલ કર્યો. રાવણનાં બધાં બાણ પોતાની પાંખથી જટાયુએ ઉડાડી દીધાં. અંતે રાવણે જટાયુની પાંખો તોડી નાખીને તેને મૃતપ્રાય કરી નાખ્યો, અને તે સીતાને લઈ ગયો. સીતાહરણના સમાચાર જટાયુએ રામને આપ્યા અને સીતાહરણના સમયને લક્ષમાં રાખીને આગાહી કરી કે સીતાની પુન:પ્રાપ્તિ અવશ્ય થશે. રામે જટાયુનો આદર કરી તેને આલિંગન આપ્યું. પછી જટાયુએ પ્રાણત્યાગ કર્યો. રામલક્ષ્મણે જટાયુને પૂજ્ય ગણીને તેની ઉત્તરક્રિયા કરી. એ વખતે તેની ઉંમર સાઠ હજાર વર્ષની હતી. જટાયુના મૃત્યુના સમાચાર જાણી તેનો મોટો ભાઈ સંપાતિ ત્યાં આવ્યો અને અંગદ વગેરેની મદદથી જટાયુનું તેણે તર્પણ કર્યું
એડવેન્ચર સેક્શન છે ઘણું જ ખાસ
જટાયુ અર્થ સેન્ટર નેચર પાર્કમાં, તમને માત્ર રામાયણ વિશે જ જાણવા નહીં મળે, પરંતુ અહીં કરવા માટે ઘણું બધુ છે. અહીં એક એડવેન્ચર સેક્શન છે, જ્યાં તમે પેઈન્ટ બોલ, લેસર ટેગ, રાઈફલ શૂટિંગ, રોક ક્લાઈમ્બિંગ વગેરે જેવી ઘણી શાનદાર પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો. એટલું જ નહીં, અહીં આવેલી જટાયુ પક્ષીની પ્રતિમામાં ઓડિયો-વિઝ્યુઅલ આધારિત ડિજિટલ મ્યુઝિયમ પણ છે. આ મ્યુઝિયમમાં તમને રામાયણ વિશે વિગતવાર માહિતી મળશે.
આ પાર્કમાં આયુર્વેદિક ગુફા રિસોર્ટ પણ છે. અહીં તમને મનોરંજનથી લઈને સાહસ અને આરામ સુધીની દરેક વસ્તુ મળશે. આ પાર્કમાં એરિયલ રોપ-વેની પણ સુવિધા છે. રોપવે પર 1000 ફીટનું ધીમે ધીમે ચઢાણ એ અદભૂત અનુભવ છે, જે મંત્રમુગ્ધ નજારો આપે છે.
મહિલાઓની મદદથી બન્યો છે આ અદ્ભુત પાર્ક
જટાયુ નેચર પાર્ક રોડથી 400 ફૂટ ઉપર બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજી ઉપરાંત મહિલાઓએ પણ તેને બનાવવામાં મદદ કરી છે. આ પાર્ક બનાવવા ઉપરાંત અહીંના કામમાં મહિલાઓનો પણ મહત્વનો ફાળો છે. આ પાર્ક મહિલાઓના સન્માન અને મહિલાઓની સુરક્ષાને સમર્પિત કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અહીં કામ કરતી મોટાભાગની કર્મચારીઓ મહિલાઓ છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને શિલ્પકાર, રાજીવ આંચલ ગુરુચંદ્રિકા બિલ્ડર્સ એન્ડ પ્રોપર્ટી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ નેચર પાર્કનો ભવ્ય પ્રોજેક્ટ અને આકર્ષક પક્ષી શિલ્પ બનાવવાનું તેમનું વિઝન હતું. આ પ્રતિમાને બનાવવામાં સાત વર્ષનો સમય લાગ્યો હતો. કોંક્રિટ સ્ટ્રક્ચરને સ્ટોન ફિનિશ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગ બાંધવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી કારણ કે તમામ સામગ્રીને ટોચ પર લઈ જવાનું ખૂબ જ મુશ્કેલ હતું.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો