ક્યારેક આપણે પ્રવાસથી એવા અનુભવ લઈને પાછા આવીએ છીએ જેને આપણે ક્યારેય ભુલાવી નથી શકતા. આ અનુભવને યાદ રાખવાનો એક સરળ રસ્તો એ છે કે જ્યાં પણ ફરવા જાઓ ત્યાંથી તે જગ્યાની કોઈ યાદગાર વસ્તુ સાથે લઈને આવવી. ભારતમાં તમે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વસ્તુ ખરીદી શકો છો જેમ કે કુલ્લુની રંગબેરંગી ટોપી, કાશ્મીરની પશમીના શોલ, મૈસૂરની શાહી રેશમ, અને આંધ્રપ્રદેશના પિતળથી બનેલ વસ્તુ.
૧.હૈદરાબાદ
શું ખરીદવું : બુદીથી બ્રાસવેર
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં બુદીથી ગામ છે જ્યાં બુદીથીની કલા સદીઓથી ચાલે છે. અલગ અલગ ધાતુઓના મિશ્રણના હાથથી બનેલ શિલ્પકારીનો સામાન મજબૂત હોવાની સાથે સુંદર પણ છે. જુના અને નવા જમાનાની કારીગરીના એવા નમૂના જોવા મળશે કે બુદીથી ગામ પોતાના પિતળની કારીગરીના સામાન માટે ધીમે ધીમે લોકપ્રિય બનતું જાય છે.
ક્યાંથી ખરીદવું
- કાલાંજલિ કલા અને શિલ્પ,નમ્પલ્લી,હૈદરાબાદ.
- લેપાક્ષી હસ્તશિલ્પ એમ્પોરિયમ , ગન ફાઉન્ડ્રી,હૈદરાબાદ અને મિનર્વા કોમ્પ્લેક્સ, SD રોડ, સિકંદરાબાદ.
૨. અરુણાચલ પ્રદેશ
શું ખરીદવું : હાથથી બનેલ લાકડી અને વાસનો સામાન
અરુણાચલ પ્રદેશનો અડધાથી વધારે ભાગ ગાઢ જંગલો અને વાસના ઉપવાનોથી ભરેલ છે તેથી આ રાજ્યમાં હાથથી બનેલ લાકડી અને વાસના સામાનની ખરીદી ખુબ જ સારી કહેવાય છે. વાસથી બનેલ ટોકરી, ટોપી, લાકડાના ઘરેણાં, ફોટો ફ્રેમ, અને નક્શી કામ કરેલા મગ પણ ખરીદી શકો છો.
ક્યાંથી ખરીદવું
- હસ્તશિલ્પ કેન્દ્ર, મેન ટાઉન , તવાંગ
- ગંગા માર્કેટ, ઇટાનગર, અરુણાચલ પ્રદેશ
૩.આસામ
શું ખરીદવું : આસામની ચા
કહેવાય છે કે આસામની ચા પીને જે ન જાગે તે ક્યારેય નથી જાગી શકતા. આસામની ચા પોતાના કડક અને થોડા નમકીન સ્વાદ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને તેને લાંબા સમય સુધી ખરીદીને રાખી પણ શકાય છે.
ક્યાંથી ખરીદવું
- અમલગમેટેડ પ્લાન્ટેશન્શ, ગુવાહાટી-શિલૉન્ગ રોડ, આનંદ નગર, ક્રિશ્ચિયન બસ્તી, ગુવાહાટી.
- બરુઆનગર ચા એસ્ટેટ, ઇટીબી હાઉસ, ૧ ૯ ૧ જીએનબી રોડ, ચંદમરી, ગુવાહાટી.
૪.બિહાર
શું ખરીદવું : મધુબની ચિત્રકલા
બિહારના મિથિલા ક્ષેત્રમાં મધુબની ચિત્રો ઘણી સદીઓથી આંગળીઓ, પીંછીઓ, ટવીગ્સ અને નિબસવાલી પેનથી બનાવવામાં આવે છે. મધુબની ચિત્રકલાની ઘણી શૈલીઓ પ્રચલિત છે જેને ભરની, કાચની, તાંત્રિક, ટેટુ અને કોહબર કહેવામાં આવે છે.
ક્યાંથી ખરીદવું
-ખેતાન બજાર, બિરલા મંદિર રોડ, બકરગંજ, પટના
- પટના બજાર, ગાંધી મેદાનની પાસે, અશોક રાજપથ, પટના
૫. છત્તીસગઢ
શું ખરીદવું : ટેરાકોટા માટીના બનેલ વાસણ અને મૂર્તિઓ
છત્તિસગઢમાં ટેરાકોટાની માટીથી બનેલ વાસણ આદિવાસી જિંદગીના રીતિ રિવાજો, સંસ્કારો અને સંસ્કૃતિને ખુબ જ સુંદર રીતે દર્શાવે છે. અહીની કલાકૃતિઓ લોકોની ભાવનાઓ જેવી કે સુખ, દુઃખ, ગુસ્સો, ખુશી, ઉદાસી વગેરેને ખુબ સારી રીતે દર્શાવે છે.
ક્યાંથી ખરીદવું
- બસ્તર ટ્રાઇબલ આર્ટ , બાલાજી ભવન સિનેમા લાઈન, રાજનાંદગામ, છત્તિસગઢ
- સહજ ઈમ્પૅક્સ, MIG - ૧૩૦૩, સીજી. હાઉસિંગ બોર્ડ, કુરુદ(જમુલ), ભીલાઈ, છત્તિસગઢ
૬.ગોવા
શું ખરીદવું : નારિયેળથી બનેલ કલાકૃતિઓ
નારિયળના ગોળાથી બનેલ અજીબ જાતની કલાકૃતિઓ, નારિયળના ભૂકાથી બનેલ બોટલો, બિયર મગ, સ્ટોરેજ પાઉચ , આ બધામાંથી તમારું મન કરે તે તમે ગોવાના રસ્તા પરથી ઘરે લઇ જવા માટે પસંદ કરી શકો છો.
ક્યાંથી ખરીદવું
- અંજુના બુધવાર ફલી માર્કેટ
- કૈલુનગટ માર્કેટ સ્કેવર
૭.ગુજરાત
શું ખરીદવું : કાચથી બનેલ દરવાજાના લટકણ
ગુજરાતમાં કાચના કામ કલાના રૂપમાં તમને ઘણી વસ્તુઓ પર જોવા મળશે, જેમ કે નાના નાના કાચના ટુકડાથી બનેલ તકિયા કવર, બેડ કવર અને બીજો સામાન. જો તમે દરવાજાના લટકણ નથી ખરીદવા ઇચ્છતા તો ગુજરાતથી તમે યાદગીરી માટે બેગ અથવા તો ઘરેણાના ડબ્બા પણ મળી જશે.
ક્યાંથી ખરીદવું
- લો ગાર્ડન માર્કેટ, નેતાજી રોડ, એલિસબ્રિજ, અમદાવાદ.
- સિંધી માર્કેટ, રેવડી બજાર, કાલુપુર, અમદાવાદ.
૮.હરિયાણા
શું ખરીદવું : લાકડીથી બનેલ હસ્તકલાનો સામાન
હરિયાણામાં તમને સારી ગુણવત્તા ના કાચા માલથી બનેલ નકશીકામ કરેલા અને પિતળની કારીગરીવાળા સારા સામાન મળી જશે. જેમ કે પશુપક્ષીઓની મૂર્તિઓ , મીણબતી હોલ્ડર, ઘરેણાના બોક્સ, ફોટો ફ્રેમ અને ઘણું બધું.
ક્યાંથી ખરીદવું
- મોહેંજોદરો, બી-૨૦, સુપર માર્ટ ૧, ડીએલએફ ફેઝ IV , ગુરુગામ
- મોરા તારા , ૧૦૧, ગેલેકસી હોટેલ , સેક્ટર ૧૫ , પાર્ટ ૨, ૩૨મા માઈલસ્ટોન, ગુરુગ્રામની પાસે.
૯.હિમાચલ પ્રદેશ
શું ખરીદવું : કુલ્લુ ટોપી
કુલ્લુ ટોપી હિમાચલ પ્રદેશની અલગ અલગ જાતિના સમુહોના પરંપરાગત પહેરવેશનો એક ભાગ છે. કુલ્લુ ઘાટીના લગભગ બધા લોકો આ પરંપરાગત ટોપીને બનાવવાના કામમાં સામેલ છે. જુના રીતિ રિવાજો અને પરંપરાની રક્ષા માટે હેન્ડલુમ દ્વારા સિલાઈનો બહિષ્કાર કરેલ છે અને હાથથી બધા કામ કરવામાં આવે છે.
ક્યાંથી ખરીદવું
- મોલ રોડ, શિમલા, હિમાચલ પ્રદેશ.
- ખાદી ગ્રામોદ્યોગ એમ્પોરિયમ , અખરા બજાર, કુલ્લુ, હિમાચલ પ્રદેશ.
૧૦.જમ્મુ અને કાશ્મીર
શું ખરીદવું : કાલીન અને પશ્મિના શોલ
જમ્મુ અને કાશ્મીરથી તમારે કઈ ખરીદવું હોય તો પશ્મિના શોલ અને કાશ્મીરી કાલીન પ્રખ્યાત છે. કશ્મિરનું પશ્મિના ઉન બકરીઓની ચાર અલગ અલગ જાતિમાંથી આવે છે. કાશ્મિરમમાં ચાંગથાન્ગ પઠારથી ચાંગથંગી અથવા કાશ્મીરી પશ્મિના બકરી, કારગિલ ક્ષેત્રથી માલરા, પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં હિમાલય પ્રદેશથી ચેગુ અને નેપાળથી ચિયાંગારા અથવા નેપાલી પશ્મિના બકરીની આ ચાર પ્રકારના ઉન ભેગા થઈને પશ્મિનાનું ખાસ પ્રકારનું ઉન બને છે. અહીના કાગળની જાળીમાંથી બનાવેલ ઉત્પાદનો પણ વિશ્વભરના પ્રવાસીઓમાં ખુબ પ્રખ્યાત છે.
ક્યાંથી ખરીદવું
- જમ્મુમાં રઘુનાથ બજાર, હરિ માર્કેટ અને વીર માર્ગ.
- શ્રીનગર, કાશ્મીરમાં લાલ ચોક અને રેસિડેંસી રોડ.
૧૧.ઝારખંડ
શું ખરીદવું : પિતળની મૂર્તિઓ
ઝારખંડ તેના પિતળની ધાતુ પરની કારીગરી માટે ખુબ પ્રખ્યાત છે. તેના માટે પહેલા પિત્તળને ઓગાળવામાં આવે છે પછી અલગ અલગ આકારમાં ઢાળીને દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે.
ક્યાંથી ખરીદવું
- પુસ્તક બજાર, અપ્પર બજાર, રાંચી.
૧૨.કર્ણાટક
શું ખરીદવું : મૈસુર સિલ્ક
આખા ભારતમાં બનતું ચૌદ હજાર મેટ્રિક ટન રેશમમાંથી નવ હજાર મેટ્રિક ટન મલબરી એટલે કે શેતૂરના કિડાનું રેશમ કર્ણાટકથી આવે છે. કર્ણાટકમાં મૈસુરનું રેશમ તેની સરસ કારીગરી, સિલાઈ અને કોમળતા માટે જાણીતું છે.
ક્યાંથી ખરીદવું
- મૈસુર સિલ્ક ઉદ્યોગ, કાલિદાસ રોડ, વાની વિલાસ મોહલ્લા, મૈસુર.
- મૈસુર સાડી ઉદ્યોગ, ૩૩/૩, જુમા મસ્જિદ રોડ એવેન્યુ રોડ, બેંગ્લોર.
૧૩. કેરલ
શું ખરીદવું : કથકલીનું માસ્ક
ભારતના પરંપરાગત લોકપ્રિય નૃત્યોમાંથી એક કથકલી કેરલનું પ્રખ્યાત નૃત્ય છે જે અહીના ઇતિહાસ અને પરંપરાની ગાથા ગાય છે. વિસ્તૃત શૈલીની સાથે સાથે કથકલીને તેના જોરદાર શણગાર , જટિલ વેશભૂષા અને માસ્ક માટે પણ જાણીતું છે.
ક્યાંથી ખરીદવું
- ચાલાઈ બજાર, ચાલાઈ , તિરૂવનંતપુરમ , કેરલ
- સરવા, SRL , એ ૪૭, શંકર રોડ, સંસ્થમંગલમ તિરૂવનંતપુરમ, કેરલ
૧૪.મધ્ય પ્રદેશ
શું ખરીદવું : ધુરી
ભારતમાં ધુરી મોટા સુતથી બનેલ એક ભારી ગાલીચાને કહે છે. મધ્ય પ્રદેશની ધુરી પોતાની મજબૂતી અને તેના રંગો માટે ખુબ લોકપ્રિય છે.
ક્યાંથી ખરીદવું
- ચોક બજાર, ઈબ્રાહીમપુરા, પિયર ગેટ ક્ષેત્ર , ભોપાલ
- પંચવટી બજાર , DRM RD , સેક્ટર ૩ શક્તિ નગર, સાકેત નગર, હબીબ ગંજ, ભોપાલ
૧૫.મહારાષ્ટ્ર
શું ખરીદવું :કોલ્હાપુરી ચપ્પલ
મહારાષ્ટ્રની કોલ્હાપુરી ચપ્પલ તેની પરંપરાગત પહોળી ડિઝાઇન અને કારીગરી માટે આખા ભારતમાં જાણીતી છે. તે મહિલા અને પુરુષો બંને માટે અલગ અલગ પ્રકાર અને રંગોમાં મળે છે.
ક્યાંથી ખરીદવું
- સ્ટેટ એમ્પોરિયમ , વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ, મુંબઈ.
૧૬.મણિપુર
શું ખરીદવું : મેખલા ચાદર
મણિપુર ફરીને પાછા આવતી વખતે તમે મેખલા ચાદર લાવી શકો છો જે મણિપુરની મહિલાઓનો પરંપરાગત પોશાક છે.
ક્યાંથી ખરીદવું
- ખ્વયરમબંધ બજાર, તંગાલ બજાર, ઇમ્ફાલ , મણિપુર
- ખૂમ્બોન્ગ માર્કેટ, સિલચર રોડ, ખૂમ્બોન્ગ , મણિપુર
૧૭.મેઘાલય
શું ખરીદવું : શેરડીની ચટાઈ
મેઘાલયમાં શેરડીની ચટાઈ ખુબ જ પ્રખ્યાત છે જેને ત્લીએંગપણ કહેવાય છે. તે પોતાની મજબૂતી માટે જાણીતી છે અને ખુબ લાંબા સમય સુધી ટકે છે.
ક્યાંથી ખરીદવું
- લ્યુડું, જેના મોટું બજાર પણ કહેવાય છે, શિલૉન્ગ, મેઘાલય
૧૮.મિઝોરમ
શું ખરીદવું : પુઆનનું કાપડ
પુઆન એક કાપડનું નામ છે જેને મણિપુરની મિઝો કુકી આદિવાસીના મિઝો કુકી લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ કાપડ અલગ પ્રકારની ડિઝાઇન અને પ્રકારોમાં વર્ગીકૃત છે જેમ કે પુંડમ, તાહ લોહ પુઆન અને પંચેસી.
ક્યાંથી ખરીદવું
- મોટી બજાર, આઇવોલ , મિઝોરમ
૧૯.નાગાલેન્ડ
શું ખરીદવું : નાગા શોલ
પોર્ક ડીશ સિવાય નાગાલેન્ડ ઉની શોલ માટે પણ પ્રખ્યાત છે.
ક્યાંથી ખરીદવું
- માઓ માર્કેટ, કોહિમા, નાગાલેન્ડ.
- જસોકી માર્કેટ, GS રોડ, મારવાડી પટ્ટી , દીમાપુર, નાગાલેન્ડ.
૨૦.ઓડિશા
શું ખરીદવું : પતચિત્ર ચિત્રકલા
પતચિત્ર ચિત્રકલા ઓડિશા રાજ્યની ખુબ જ જૂની પરંપરાગત કલા છે જેને કાપડ પર પેઇન્ટ કરીને કોતરવામાં આવે છે. તેનું ઐતિહાસિક મહત્વ જોઈને પતચિત્ર કલાનું કાપડ સાથે લાવવું તે ઓડિશાના ઇતિહાસને સાથે લાવવા જેવું છે.
ક્યાંથી ખરીદવું
- શાહિદ નગર બજાર, ભુવનેશ્વર
- બાપુજી નગર બજાર, ભુવનેશ્વર
૨૧.પંજાબ
શું ખરીદવું : ફૂલકારી દુપટ્ટો
ફૂલકારી પંજાબની સભ્યતા અને સંસ્કૃતિનો એક અંગ છે. ફૂલકારી શબ્દનો અર્થ ફૂલનું ભરતકામ થાય છે. ભરતકામ ખુબ આકર્ષક રંગો દ્વારા સરળ રીતે કાપડ પર કરવામાં આવે છે જે જોવામાં અદભુત લાગે છે. ઝીણા ફૂલનું ભરતકામ કરેલ સૂટ, શોલ, દુપટ્ટા, જેકેટ, સાડી વગેરે ખરીદીને લાવો અને પંજાબની પાંચ નદિવાળી ભૂમિની યાદો હંમેશા સાથે રાખો.
ક્યાંથી ખરીદવું
- રેનક બજાર, જલંધર
- શાસ્ત્રી માર્કેટ, સેક્ટર ૨૨, ચંદીગઢ
૨૨.રાજસ્થાન
શું ખરીદવું : મીનાકારી આભૂષણ
આ રાજસ્થાની કલા નાજુક કલાકારીનો એક સુંદર નમૂનો છે. ધાતુને નાની મીનાકારીથી સજાવવામાં આવે છે. આ કલાની કલાકૃતિઓ જોવામાં ખુબ જ સુંદર લાગે છે.
ક્યાંથી ખરીદવું
- જોહરી બજાર રોડ, રામગંજ બજાર, જયપુર.
- બાપુ બજાર, જયપુર
૨૩.સિક્કિમ
શું ખરીદવું : થાંગકા
થાંગકાને તાંગકા અથવા ટંકા પણ કહેવાય છે. આ એક તિબેટિયન બૌદ્ધ ચિત્રકલા છે જેને કપાસ અથવા રેશમના કપડાં પર કોતરવામાં આવે છે.
ક્યાંથી ખરીદવું
- કંચનનગ શોપિંગ કોમ્પ્લેક્સ(ઓલ્ડ લાલ બજાર), MG રોડ, વિશાલ ગોન, ગંગટોક , સિક્કિમ
૨૪.તમિલનાડુ
શું ખરીદવું : તંજોર પેઇન્ટિંગ
તંજોર ચિત્રકલા દક્ષીણ ભારતની ખુબ પ્રખ્યાત ચિત્રકલા છે. તેની કલાની ઊંડાઈ અને રંગોને લીધે તે દક્ષિણ ભારતની પ્રખ્યાત કલામાંથી એક છે.
ક્યાંથી ખરીદવું
- પેરીઝ કોર્નર, મીનાંમ્બલ સાલઈ, કન્નદાસન નગર, કોડુંગયુર , ચેન્નઈ
- ટી નગર , રંગનાથન સ્ટ્રીટ , ચેન્નઈ
૨૫.તેલંગાણા
શું ખરીદવું : મોતી
તેલંગાણા ભારતનું સૌથી નવું બનેલ રાજ્ય છે. જો તમે દક્ષિણ ભારતમાં આ રાજ્યમાં ફરવા જાવ તો એક વાર હૈદ્રાબાદની આ ભેટ ઘરે લાવવાનું ન ભૂલતા.
ક્યાંથી ખરીદવું
- પુંજગુટ્ટા ક્રોસ રોડ, રોડ નં. ૨ , બંજારા હિલ્સ
- શાંગરિલા પ્લાઝા, KBR પાર્કની સામે, હૈદરાબાદ
૨૬.ત્રિપુરા
શું ખરીદવું : વાંસની મૂર્તિકલાનો સામાન
ત્રિપુરામાં હાથથી બનેલ શિલ્પકારી મૂર્તિઓ તેના સૌંદર્ય અને સર્વોત્તમ ડિઝાઇન માટે દુનિયાભરમાં જાણીતી છે. ત્રિપુરાથી ફરતી વખતે તમે વાસના શોપીસ ફર્નિચર, પેનલ, લેમ્પ શેડ, ટેબલ મેટ વગેરે વસ્તુઓ લાવી શકો છો.
ક્યાંથી ખરીદવું
- ઉષા બજાર, હરિ ગંગા બસક રોડ, બટાલા, અગરતલા
- બામુતીયા માર્કેટ, બામુતીયા , ત્રિપુરા
૨૭.ઉત્તર પ્રદેશ
શું ખરીદવું : તાજમહેલ
ઉત્તર પ્રદેશમાં સૌથી પ્રખ્યાત તાજમહેલનું નાનું મોડલ છે. તાજમહેલને UNESCO દ્વારા વિશ્વની ધરોહર જાહેર કરવામાં આવી છે અને તે સાત અજાયબીમાંથી એક છે.
ક્યાંથી ખરીદવું
- આગ્રા બજાર, જામા મસ્જિદ, આગ્રાની પાસે
- સદર બજાર, આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, આગ્રાની પાસે
૨૮.ઉત્તરાખંડ
શું ખરીદવું : નાકની નથ
ભારતની મોટા ભાગની મહિલાઓ નાકની નથ પહેરવાનું પસંદ કરે છે. ઉત્તરાખંડની નથ તેના આકારને કારણે વધારે આકર્ષક લાગે છે. દેવતાઓની ભૂમિ જાવ તો યાદ રાખીને તેને ભેટ સ્વરૂપે જરૂર લાવવું.
ક્યાંથી ખરીદવું
- પલટન બજાર, દેહરાદૂન, ઉત્તરાખંડ
- મોલ રોડ, નૈનિતાલ , ઉત્તરાખંડ
૨૯.પશ્ચિમ બંગાળ
શું ખરીદવું : લાલ પાડ સાડી
લાલ પાડ સાડી એક સાધારણ સફેદ સાડી છે જેની બોર્ડર લાલ હોય છે. બંગાળની મહિલાઓ દુર્ગાપૂજા અથવા અન્ય કોઈ તહેવારો પર લાલ પાડ સાડી પહેરે છે.
ક્યાંથી ખરીદવું
- ન્યુ માર્કેટ એરિયા, ધર્મતલ, તળતાલ , કોલકાતા
- ગ્વાહાયત બજાર, ૨૧૨ રશ બેહારી એવેન્યુ, ગ્વાહાયત ક્રોસિંગ, કોલકાતા
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ