
આપણે બધાએ ખાસ કરીને ભારતની બહાર સિક્યોરિટી ચેકના નામે લોકોના કપડા ઉતરાવવાની ડરામણી વાતો સાંભળી હશે. આપણે જોયું છે કે ઘણીવાર એરપોર્ટ પર ખાસ લોકોને એક બાજુ ખેંચીને તેમને બીજાની તુલનામાં વધારે સારી રીતે સ્કેન કરવામાં આવતા હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો એ વાત સાથે સહમત થશે કે એરપોર્ટ સુરક્ષા તપાસ ત્રાસદાયક છે. આ એવી અપ્રિય વસ્તુ છે જેને આપણે વિમાનમાં ઉડતા પહેલાં અવશ્ય સહન કરવી પડે છે. સામાન્ય રીતે આ કોઇ ગેરકાયદે વસ્તુ નથી અને ન તો તે કોઇને નીચા દેખાડવા માટે કરવામાં આવે છે. આ યાત્રીઓની સુરક્ષા માટે હોય છે. પરંતુ દરેક વખતે આમ નથી થતું. ઘણીવાર સુરક્ષા અધિકારીઓ તમને રંગભેદના આધારે ખોટીરીતે હેરાન પરેશાન કરીને મર્યાદાનો ભંગ કરે છે. એટલે એરપોર્ટ પર જતાં પહેલાં તમારા માટે તમારા અધિકારોને જાણવા ઘણું જ જરૂરી છે.
એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન તમારા અધિકાર
અહીં સિક્યોરિટી તપાસને લઇને તમારા અધિકાર અને તમે ક્યારે ના પાડી શકો છો, તેને લઇને એક માર્ગદર્શિકા આપવામાં આવી છે.
એરપોર્ટ પર બૉડી સ્કેન અંગેના તમારા અધિકાર

દુનિયામાં કોઇ જગ્યાનું કોઇ પણ એરપોર્ટ હોય તમારે બૉડી સ્કેનની પ્રક્રિયામાંથી અવશ્ય પસાર થવું પડે છે. તમને એક સ્કેનરના માધ્યમથી ચાલવા માટે કહેવામાં આવે છે જેમાં મિલીમીટર તરંગ વિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી બોડીને સ્કેન કરવાથી એ ખબર પડે છે કે તમે જે વસ્તુ લઇને જઇ રહ્યા છો તે નિયમોની વિરુદ્ધ તો નથી ને...
કેટલાક સ્કેનર માટે તમને બેલ્ટ, જેકેટ, વાળનો સામાન અને જુતા-ચપ્પલ હટાવવા માટે કહેવામાં આવી શકે છે. આ સંપૂર્ણ રીતે કાયદેસર છે અને તમારે તેનું પાલન કરવું જોઇએ.
એરપોર્ટ પર પેટ-ડાઉન કે ફુલ બોડી તપાસ દરમિયાન તમારા અધિકાર
કેટલાક કિસ્સામાં તમને પેટ-ડાઉનની પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. પેટ-ડાઉન ત્યારે થાય છે જ્યારે કોઇ અધિકારી તમને મેન્યુઅલ રીતે સ્ક્રીનિંગ કરે છે. એક યાત્રી તરીકે તમે વિપરિત લિંગ (પુરુષ કે સ્ત્રી)ના અધિકારીને ચેકિંગ કરવાની ના પાડી શકો છો. જો તમે મહિલા છો તો કોઇ પુરુષ અધિકારીને મેન્યુઅલ રીતે તપાસ કરવાની ના પાડી શકો છો. પેટ-ડાઉન અધિકારી સમાન લિંગનો હોય તે જરૂરી છે. તમે એરપોર્ટ ઑથોરિટીને આ અંગે અનુરોધ કરી શકો છો.
તમારા લિંગ છતાં જો તમે બીજાની સામે અસહજ અનુભવ કરી રહ્યાં છો તો તમને પેટ-ડાઉન દરમિયાન એક ખાનગી સ્ક્રીનિંગની વિનંતી કરવાનો અધિકાર છે. જો તમને ચિંતા છે તો ખાનગી સ્ક્રીનિંગ દરમિયાન તમારા મિત્ર કે સંબંધીને પોતાની સાથે રાખવા માટે કહેવાનો પણ અધિકાર છે. જો તમે બાળક સાથે યાત્રા કરી રહ્યાં છો તો અધિકારી બાળકનું એકલા સ્ક્રીનિંગ કરવાનું ન કહી શકે. પેટ-ડાઉનની પ્રક્રિયા દરમિયાન તમને તમારા બાળકની સાથે રહેવાનો પૂરો અધિકાર છે.
તમને કોઇ પણ મેડિકલ ઉપકરણ અંગે સ્ક્રીનિંગ અધિકારીને સૂચિત કરવાનો અધિકાર છે જે પેટ-ડાઉન દરમિયાન હટાવી દેવામાં આવી શકે છે. જો કે, તમે તેને ડિવાઇસ જોતા ન રોકી શકો. જરૂર પડે તમને જાતે ધાર્મિક કપડાને સ્કેન કરવાનો અધિકાર છે. ઉદાહરણ તરીકે શિખ ધર્મમાં કોઇ તમારી પાઘડીને અડે તો ખોટુ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં તમારે અધિકારીની સામે પોતાના પાઘડી થપથપાવવાનું કહેવામાં આવી શકે છે. અને પછી રાસાયણિક અવશેષો અંગે પોતાના હાથને સ્કેન કરી શકાય છે. જો રાસાયણિક સ્કેનમાં કોઇ અસમાનતા જોવા મળે તો તમને તમારી પાઘડી હટાવવાનું પણ કહેવામાં આવી શકે છે. અને તમે તેને ના પણ નહીં પાડી શકો. આ જ રીતે હિજાબ પહેરતી મુસ્લિમ મહિલાઓને પણ જો જરૂરી લાગે તો સ્કાર્ફ દૂર કરવા માટે કહેવામાં આવી શકે છે.
ઇમિગ્રેશન ચેક પોઇન્ટ પર પૂછપરછ દરમિયાન તમારા અધિકાર

ક્યારેક ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન તમને તમારી નાગરિકતા, જાતિ, ધર્મ અને જાતિયતા સંબંધિત સવાલો પૂછવામાં આવે છે. આ કાયદેસર છે અને તમારે અધિકારીના સવાલોના જવાબો આપવા જોઇએ. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પૃષ્ઠભૂમિ માટે જુદા જુદા નિયમો હોય છે, જેના કારણએ આવા વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનું જરૂરી બની જાય છે. પરંતુ જો તમને એવું લાગે કે અધિકારી કંઇક વધારે પડતા જ સવાલો પૂછીને બિનજરૂરી રીતે હેરાન કરી રહ્યો છે તો તમે સુપરવાઇઝર સાથે વાત કરવાની વિનંતી કરી શકો છો.
સામાનની તપાસ

બોર્ડિંગ માટે ક્લિયર થતા પહેલાં તમારી કેબિન બેગેજનો એક્સ-રે સ્કેન કરવામાં આવે છે. તમારે ચેકિંગ પહેલા એવી બધી જ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે કાતર, રેઝર, ચાકૂ વગેરેનો ત્યાગ કરવો જોઇએ. ઢીલી બેટરીને પણ કાઢી નાંખવી પડશે. તમને તમારી કેબિન બેગેજની સામગ્રીને હટાવવાનું કહેવામાં આવી શકે છે. પ્રત્યેક આઇટમની વ્યક્તિગત રીતે તપાસ કરી શકાય છે. તમે ના નહીં પાડી શકો. કારણ કે તે એરપોર્ટના અધિકારીઓમાં આવે છે. પરંતુ જો કોઇ ગરબડ દેખાય અને અધિકારીને એવું લાગે કે બેગના અસ્તરમાં કંઇક છુપાવવામાં આવ્યું છે તો તે તમારી બેગના અસ્તરને કાપીને પણ તપાસ કરી શકે છે. આ કાયદેસર પણ છે.
ઇલેક્ટ્રોનિક વસ્તુઓની તપાસ

એરપોર્ટના અધિકારીને જો જરુર લાગે તો ફોરેન્સિક સમીક્ષા અને તપાસ માટે ઇલેક્ટ્રોનિક સાધનો પોતાની પાસે રાખી શકે છે. તમે તેની ના પણ નહીં પાડી શકો. પરંતુ તમને તેની રસીદ માંગવાનો અધિકાર છે.
સેકન્ડરી સ્ક્રીનિંગ દરમિયાન તમારા અધિકાર

ઘણીવાર પ્રાથમિક બૉડી સ્કેન અને પેટ-ડાઉનના પરિણામ સંતોષજનક ન આવે તો તમારે સેકન્ડરી સ્ક્રીનિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કે તે પહેલા તમને તમારા વકીલ સાથે સંપર્ક કરવાનો અધિકાર છે.
પરંતુ યાદ રાખો, બૉડી સ્કેનર માટે એક કરતાં વધુ વાર જવા માટે કહેવું એ સેકન્ડરી સ્કીનિંગ નથી. ત્યાં સુધી કે ઇલેક્ટ્રોનિક સ્કેન પછી કરવામાં આવતું બોડી સ્કેન પણ સેકન્ડરી સ્કેન નથી. ઉડ્યનના સંદર્ભમાં સેકન્ડરી સ્ક્રીનિંગ એટલે એક ઇલેક્ટ્રોનિક બૉડી સ્કેન અને પેટ-ડાઉન સ્કેન પછી કરવામાં આવતું ફુલ બોડી સર્ચ છે.
તો હવે પછી જ્યારે પણ તમે કોઇ એરપોર્ટ પર જાઓ તો આ અધિકારોને ધ્યાનમાં રાખો. યાદ રાખો, સુરક્ષા અધિકારી તમને પકડવા માટે નથી પરંતુ તે તમને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. તેઓ તો ફક્ત તેમનું કામ કરી રહ્યાં છે તેથી જેટલું વધારે તમે નિયમોનું પાલન કરશો એટલી ઝડપથી તમને યાત્રાની મંજૂરી મળશે. શુભ યાત્રા..
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો