વેકેશન એટલે હિલ સ્ટેશન પર ફરવા જવાનો સમય. પરંતુ જે લોકોએ હિલ સ્ટેશન પર જવા માટે હજુ સુધી બુકિંગ નથી કરાવ્યું તો તેમને હવે હોટલ, રેલવે કે ફ્લાઇટનું બુકિંગ મળે તેની શક્યતાઓ ઘણી ઓછી છે. એટલે જે લોકો ગુજરાતની બહાર ફરવા નથી જઇ શકતા તેઓ એક દિવસ માટે ફરવા કે એક રાત માટે અમદાવાદની નજીક કોઇ એવી જગ્યાએ ફરવા જઇ શકે છે જ્યાં તેઓ કુદરતની નજીક રહી શકે. લીલીછમ વનરાજી વચ્ચે આખો દિવસ કે રાત પસાર કરી શકે.
વેકેશનમાં ફરવા માટે જો તમે કોઇ દૂરની જગ્યાએ ન જવું હોય અને નજીકમાં કોઇ શાંતિપ્રિય જગ્યાએ એકાદ દિવસ રોકાવા માટે જવું હોય તો અમદાવાદની આસપાસ આમ તો આવા ઘણાં રિસોર્ટ છે. પરંતુ જો તમે વન-ડે પિકનિક કે વન નાઇટ સ્ટેની સાથે આકર્ષક ફોટોગ્રાફી કરવા માંગો છો, આ ઉપરાંત કુદરતી વાતાવરણમાં એક કે બે દિવસ એન્જોય કરવા માંગો છો તો તમારા માટે હેપ્પી લેન્ડ બાય નિરવ રિસોર્ટ પિકનિક માટે બેસ્ટ જગ્યા છે. આ એક ફિલ્મ સિટી પણ છે જ્યાં તમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો. અહીં સેલ્ફી પોઇન્ટ ઘણાં છે. જ્યાં તમે સેલ્ફી લઇને ઇન્સ્ટા પેજ પર મૂકી શકો છો.
હેપ્પી લેન્ડ બાય નિરવ રિસોર્ટ ક્યાં છે
શહેરની ભીડભાડથી દૂર કેટલોક સમય શાંતિથી પસાર કરવા માટે આ રિસોર્ટમાં તમારે જરૂર જવું જોઇએ. આ રિસોર્ટ અમદાવાદથી 55 કિલોમીટર દૂર દહેગામ નજીક ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે આવેલો છે.
Booking call:- 9510160106, 88496 69720
રિસોર્ટની ખાસિયતો
વન-ડે પેકેજ
નિરવ રિસોર્ટનો ચેક ઇન ટાઇમ સવારે 9 વાગે છે. પેકેજમાં બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ છે. બ્રેક ફાસ્ટમાં તમને ગરમ નાસ્તો, ચા-કોફી મળશે. ત્યારબાદ અનલિમિટેડ લંચમાં તમને પનીરનું શાક, વેજ સબ્જી, સ્વિટ, દાલ ફ્રાય, જીરા રાઇસ, સલાડ, રોટી મળશે. બપોરે હાઇ-ટીમાં ચા-કોફી, ગરમ નાસ્તો મળશે. વન-ડે પેકેજ 1300 રૂપિયાનું છે.
રિસોર્ટમાં એક્ટિવિટીઝ
સ્વિમિંગ પુલ, મિનિ થિયેટર, ફિલ્મ સિટી (30 મિનિટ, 2થી 4 વાગ્યા સુધી) રિવર બેન્ક વિઝિટ (વાત્રક), મ્યૂઝિક, બેડમિંટન, કેરમ, પ્લેઇંગ કાર્ડ્સ, વોલીબોલ, ક્રિકેટ જેવી ગેમ્સનો આનંદ માણી શકાય છે.
તમે રિસોર્ટમાં સવારે 9 વાગે આવી જાઓ એટલે સૌપ્રથમ તમને રિસોર્ટના ગાઇડ દ્વારા રિવર પર ટ્રેકિંગ માટે લઇ જવામાં આવશે. અડધો કલાકના ટ્રેકિંગ બાદ તમે પાછા આવો ત્યારે ઇન્ફિનિટી સ્વિમિંગ પુલમાં તમે સ્વિમિંગ કરી શકો છો. ત્યાર બાદ બપોરે લંચ કરીને જો 15થી 20નું ગ્રુપ હોય તો મિનિ થિયેટરમા મૂવી જોઇ શકો છો. આ ઉપરાંત બેન્કવેટ હોલમાં કેરમ, ચેસ, હાઉસી રમી શકો છો. સાંજે હાઇ ટી અને સનસેટ સાથે પેકેજ સમાપ્ત થાય છે.
પ્રી-વેડિંગ માટે ઉત્તમ જગ્યા
આ રિસોર્ટ ખાસ કરીને પ્રી-વેડિંગ ફોટો શૂટ માટે એક પરફેક્ટ પ્લેસ છે. અહીં એક કુત્રિમ તળાવ બનાવાયું છે જ્યાં તળાવના કિનારે રાત્રીના સમયે લાઇટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત પિયાનો, બોટ, નાનકડો બ્રિજ વગેરે બનાવાયો છે. તમે જ્યારે બ્રેકફાસ્ટ કરવા અહીંની રેસ્ટોરન્ટમાં જશો તો ત્યાં પણ ગ્રામ્ય સંસ્કૃતિ પર આધારિત દરવાજા, માટીના ઘડા વગેરે તમે જોઇ શકશો. અહીં પણ તમે ફોટોગ્રાફિ કરી શકો છો. રેસ્ટોરન્ટના ટેરેસ પરથી પાછળની બાજુ તમને વાત્રક નદીનો વ્યૂ અને લેન્ડસ્કેપ ગાર્ડન જોઇ શકાય છે.
અહીં એક ફિલ્મ સિટી ઉભી કરવામાં આવી છે જ્યાં તમે ફોટોશૂટ કરી શકો છો. અહીંનો ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ પણ ઘણો વિશાળ છે. નદીના પટમાં પણ તમે વોલીબોલની મજા માણવા ઉપરાંત ફોટોગ્રાફી માટે અલગ અલગ સ્પોટ બનાવાયા છે. એટલે કે ફોટોગ્રાફી માટે સેટઅપ ઉભો કરવામાં આવ્યો છે. નદી કિનારે હિંચકામાં આડા પડીને આરામ પણ કરી શકો છો. ગ્રુપમાં આવ્યા હોવ તો તમે ઇનડોર ગેમ્સમાં કેરમ, બિલિયડર્સ, મિનિ થિએટર, મ્યુઝિકલ ચેર વગેરેનો આનંદ માણી શકો છો.
હવે આપણે પહોંચી જઇએ ફિલ્મ સિટીમાં. અહીં તમને વિદેશી થીમ પર આધારિત સેટ જોવા મળે છે. જેવા કે રિસ્ટોરનેટ વિનસ, ગલેરી દે આર્ટ્સ, ફ્લેર દીલીસ, કેફે દ એમોર જેવા ફ્રેન્ચ, પોર્ટુગલ કે જર્મન નામ ધરાવતા હાઉસ ઉભા કરવામાં આવ્યા છે. અહીં પહોંચીને તમે જાણે કે યૂરોપ કે અમેરિકા જેવા કોઇ દેશમાં આવી ગયા હોવ તેઓ અનુભવ થશે. અહીં અમ્બ્રેલા પણ એવી રીતે મૂકવામાં આવી છે કે તમે તે જોઇને ખુશ થઇ જશો. પ્રી વેડિંગ ફોટો શૂટ માટે અનેક સેટ્સ અહીં ઉભા કરવામાં આવ્યા છે.
અહીં ફૂલોથી સજાવેલો સ્વિંગ પણ બનાવેલો છે. ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પણ અહીં સેટ ઉભા કરવામાં આવ્યા છે. થ્રી ઇડિયટ્સને ધ્યાનમાં રાખીને એક સિટીંગ બનાવવામાં આવી છે. અહીં તમને રજવાડી થીમ આધારિત પણ સેટ છે. જેમાં જુના જમાનાની સંદૂક પણ મૂકવામાં આવી છે. ગામડામાં જેવા ઘરો હોય છે તેવા ઘરો બનાવેલા છે. એક કુત્રિમ કુવો, ઝાડની નીચે હિંચકો બનાવાયો છે. તમને અહીં બતક પણ ફરતા જોવા મળે છે.
ગ્રીનલેન્ડ રિસોર્ટ એન્ડ ફિલ્મ સિટી
સાણંદ-નળસરોવર રોડ પર ગ્રીન લેન્ડ ઇકો વિલેજ રિસોર્ટ આવેલો છે. આ રિસોર્ટ ગ્રીનલેન્ડ ફિલ્મસિટી રિસોર્ટ તરીકે પણ જાણીતો છે. અહીં મોટાભાગે પ્રી-વેડિંગ ફોટો શૂટ થાય છે. પરંતુ જો તમારે વન-ડે પિકનિક કરવી હોય તો તેના માટે પણ અહીં જુદાજુદા પેકેજ ઉપલબ્ધ છે. પરંતુ તેના માટે ઓછામાં ઓછા 15 કે 20 વ્યક્તિઓનું ગ્રુપ હોવું જરૂરી છે. એકલ-દોકલ વ્યક્તિ માટે પિકનિક નહીં કરી શકે.
વન-ડે પિકનિક પેકેજ
જો તમારે ગ્રીન લેન્ડ ફિલ્મસિટીમાં બ્રેક ફાસ્ટ, લંચ અને હાઇ-ટીનું પેકેજ લેવું છે તો 1299 રૂપિયા ચૂકવવા પડશે. જો ફક્ત બ્રેક ફાસ્ટ અને લંચ કરવું છે તો પ્રતિ વ્યક્તિ 1199 રૂપિયા થશે. આ જ રીતે હાઇટી અને ડીનરના વ્યક્તિ દિઠ 1199 રૂપિયા જ્યારે ફૂડ અને નાઇટ સ્ટેના 2200 રૂપિયા ચાર્જ છે. રિસોર્ટમાં ચેક ઇનનો સમય સવારે 11 અને ચેક આઉટ પણ 11 વાગ્યાનું જ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો