આ કપલે કઈક એવું કર્યું જે કોઈ સપનામાં પણ ન વિચારે- એવરેસ્ટ પર લગ્ન!

Tripoto

આશ્લે અને જેમ્સ, કેલિફોર્નિયાનું એક ખૂબ જ એડવેન્ચરસ કપલ. ઘણા લાંબા સમયથી તે બંને લગ્નનું આયોજન કરી રહી હતા. જીવનના સૌથી મહત્વના દિવસને તેઓ યાદગાર બનાવવા ઇચ્છતા હતા, પણ કોઈ નવી રીતે, કોઈ એડવેન્ચરસ રીતે. બંનેએ પોતાના સંબંધને વાસ્તવિક રૂપે ‘નવી ઊંચાઈ’ પર લઈ જવાનું નક્કી કર્યું અને એવરેસ્ટ પર લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Photo of આ કપલે કઈક એવું કર્યું જે કોઈ સપનામાં પણ ન વિચારે- એવરેસ્ટ પર લગ્ન! 1/1 by Jhelum Kaushal

એવરેસ્ટ બેઝ કેમ્પ

અલબત્ત, આ એક અનન્ય ઘટના બનવા જઈ રહી હતી. આ કપલના આવા અસાધારણ લગ્નને કેમેરામાં કંડારવા માટે કોઈ અસાધારણ ફોટોગ્રાફર જ જોઈએ ને! જેમ્સે Instagram પરથી ચાર્લટન ચર્ચિલ નામનો ફોટોગ્રાફર શોધ્યો અને તેને પોતાના લગ્નની આખી યોજના સમજાવી. ત્રણેય સાથે મળીને એ નિષ્કર્ષ પર આવ્યા કે લગ્નની વિધિ એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે યોજાશે.

આ લગ્ન માટે કપલ અને ફોટોગ્રાફર બંનેએ ખૂબ તૈયારીઓ કરી અને તેમને 17000 ફીટની ઊંચાઈ પર આવેલા એવરેસ્ટ બેઝ સુધી પહોંચતા 3 અઠવાડિયા જએટલો સમય લાગ્યો હતો. આશ્લે અને જેમ્સ બંનેએ આકર્ષક વેડિંગ ડ્રેસ સાથે બર્ફીલા ટ્રેકિંગ માટેના ખાસ બૂટ પહેર્યા હતા. અલબત્ત, ચર્ચિલ દ્વારા તેમના આ ડ્રેસિંગને ખૂબ જ શાનદાર રીતે કેપ્ચર કરવામાં આવ્યું હતું.

એક ખૂબ જ રોમાંચક અને યાદગાર લગ્નનું આયોજન કરવા બદલ આશ્લે અને જેમ્સ બંને પ્રશંસાને પાત્ર છે. ખાસ તો અતિશય ઠંડા વિસ્તારમાં આકર્ષક વેડિંગ ડ્રેસ પહેરવા બદલ આશ્લે વિશેષ દાદ માંગી લે છે.

ચર્ચિલ દ્વારા લેવાયેલા આ મનોરમ્ય ફોટોઝ જોવો. તેના Charleston's blog નામનાં બ્લોગ પર તેણે એવરેસ્ટ પર વેડિંગ ફોટોગ્રાફી વિશેનો તેનો અનુભવ શેર કર્યો છે.

Photo of Everest Base Camp, Khumbu, Népal by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads