માર્ચ મહિનાની વિદાય સાથે બોર્ડની એક્ઝામ્સ સમાપ્ત થઇ જશે. પ્રાઇમરી અને સેકન્ડરીના વિદ્યાર્થીઓ પણ એપ્રિલના અંતે પરિક્ષાના બંધનોથી મુક્ત થઇ જશે. હવે આ મહિનાઓમાં આકરી ગરમીથી છૂટકારો મેળવવો હોય તો બેસ્ટ ચીજ જે તમે કરી શકો તે છે કોઇ વોટરપાર્કમાં જઇને પાણીમાં મસ્તી કરવી. વોટરપાર્કમાં આખો દિવસ ક્યાં પસાર થઇ જાય તેની ખબર જ નથી પડતી પરંતુ જો વોટર પાર્કની સાથે જ એમ્યુઝમેન્ટ પાર્ક પણ હોય તો સોનામાં સુગંધ ભળી જાય. અમદાવાદ નજીક એક એવો જ વોટર અને એમ્યુઝમેન્ટ પાર્ક ખુલી ગયો છે જ્યાં તમે પાણીમાં ઠંડક મેળવવાની સાથે સાથે વિવિધ રાઇડ્સની પણ મજા લઇ શકો છો. તો ચાલો આ ફન પાર્ક વિશે જાણીએ.
શ્રી ગણેશ ફન વર્લ્ડ, કડી
અમદાવાદથી 54 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં કડી-નંદાસણ રોડ પર અલદેસણ ગામમાં આવેલું છે શ્રી ગણેશ ફન વર્લ્ડ. આમ તો અમદાવાદથી નજીક ઘણાં વોટર પાર્ક્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે. પરંતુ આ વર્ષે શરુ થનારુ આ એક નવું ફન વર્લ્ડ છે. એટલે એકને એક જગ્યાએ જઇને કંટાળી ગયેલા લોકોને એક નવો વિકલ્પ મળશે.
ફન વર્લ્ડમાં સુવિધાઓ
શ્રી ગણેશ ફન વર્લ્ડમાં મિનિ વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, બેન્કવેટ હોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટ છે. અહીં તમે ગેટ ટુ ગેધર, મેરેજ અને બર્થ ડે સેલિબ્રેશન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, વેડિંગ રિસેપ્શન, કોર્પોરેટ ઇવેન્ટ્સ તેમજ અન્ય ઇવેન્ટસનું આયોજન કરી શકો છો. અહીં વેવ પુલ, રેઇન ડાન્સ, વિવિધ એડવેન્ચર રાઇડ્સ, સ્પેશ્યલ કિડ્સ ઝોનનો સમાવેશ થાય છે.
એન્ટ્રી ટિકિટ અને અન્ય ચાર્જિસ
અહીં એડલ્ટ માટે પ્રતિ વ્યકિત 700 રૂપિયા, 6 વર્ષથી ઉપરના બાળકો માટે 550 રૂપિયા અને 0 થી 5 વર્ષના બાળકો માટે કોઇ ચાર્જ નથી. આ ફીમાં બ્રેક ફાસ્ટ, લંચ, ઇવનિંગ ટી-કોફીનો સમાવેશ થાય છે. અહીં વોટર પાર્કમાં જેન્ટ્સ અને લેડિઝ કોસ્ચ્યુમના 150 રૂપિયા છે. ઉપરાંત 5 ટિકિટ પર કોઇ લોકર ચાર્જ લેવામાં આવતો નથી. વોટર પાર્કનો સમય સવારે 8.30 થી સાંજે 4.30 સુધીનો છે. જો ગ્રુપમાં આવતા હોવ તો 50 લોકો માટે સાંજે 5 થી રાતે 11.30 સુધીનો એન્ટ્રી ટાઇમ છે.
નજીકમાં ફરવા લાયક સ્થળો
શંકુ વોટર પાર્ક
અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલો છે શંકુ વૉટર પાર્ક. અમદાવાદથી એક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. આ વૉટર પાર્કની એન્ટ્રી ટિકિટ 800 રૂપિયા છે. જો વાત કરીએ કોસ્ચ્યુમની તો જેન્ટ્સ કોસ્ચ્યુમના 150 રૂપિયા, લેડિઝ કોસ્ચ્યુમના 150 રૂપિયા જ્યારે લોકરના 200 રૂપિયા ચાર્જ છે.
શંકુમાં વૉટર પાર્કની રાઇડ્સની વાત કરીએ તો અહીં માન્તા એન્ડ બબ્બા ટબ,વ્હીઝાર્ડ, સુનામી બે, સ્પેસહોટ, બુમ્બાસ્ટીક, કિડ્સ કોમ્પ્લેક્સ, ફન આઇલેન્ડ, થ્રિલ એન્ડ ચીલ ક્રીક, થમ્બલ જમ્બલ, ઇનસાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બિગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર વગેરે રાઇડ્સ ઉપલબ્ધ છે. અહીંના ફૂડ કોર્ટમાં તમને ચા-કોફી, નાસ્તો, લંચ, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ સહિત અન્ય વસ્તુઓ મળી રહેશે.
બ્લીસ વોટર પાર્ક
મહેસાણા-ઊંઝા હાઇવ પર આવેલો બ્લિસ વૉટર પાર્ક છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓમાં હોટ ફેવરિટ બની ગયો છે. અહીં 3 ફૂટથી ઉપરની હાઇટના દરેક માટે એન્ટ્રી ટિકિટ 800 રૂપિયા છે. જેમાં ફૂડનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત, જેન્ટ્સ કોસ્ચ્યુમના 120, લેડિઝ કોસ્ચ્યુમના 150 અને લોકર ચાર્જ 100 રૂપિયા થશે.
જો રાઇડ્સની વાત કરીએ તો થ્રિલ રાઇડ્સમાં એર સબવે, મેગી, થંડર બોલ્ટ, ક્રેઝી રિવર, એનાકોન્ડા, બ્રિઝી ફ્લોટ, બમ્પી વેવ્ઝ, એવરેસ્ટ, એક્વા લૂપ, રેઇનબો રેસર, રસલિંગ રિંગ, સબવે સર્ફર, વ્રૂમ જેવી રાઇડ્સ છે.
ફેમિલી રાઇડ્સમાં સ્વૂશ બ્લસ્ટર, રૉક એન રૉલ, ટ્વિસ્ટર, એક્વા સર્કસ, બેબી બબ્લઝ, બીચ ઓફ બ્લિસ, બાઉન્સી બબલ જેવી રાઇડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં ટોકિંગ ટ્રી, ફાઉન્ટેન, સ્નેક વગેરેનું આકર્ષણ પણ બાળકોમાં રહેતું હોય છે. ફૂડની વાત કરીએ તો તમને અહીં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાટ, સ્નેક્સ, ચા-કોફી, શેક્સ, જ્યુસ, મોકટેલ્સ વગેરે મળી રહેશે.
તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક
રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ એક રિસોર્ટ છે, જ્યાં તમે તમામ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. આ રિસોર્ટનું નામ છે તિરુપતિ ઋષિવન. ખરેખર નામ પ્રમાણે જ જંગલમાં સ્વર્ગ ઉભું કર્યું છે. અમદાવાદથી તિરુપતિ ઋષિવન લગભગ 74 કિલોમીટર દૂર આવેલું છે. વાયા ગાંધીનગર વિજાપુર થઇને અહીં પહોંચતા લગભગ દોઢ કલાક થશે. વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ સ્થિત છે. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે.
અહીં આનંદપ્રમોદ કરવા માટે ફ્રિસ્બી, કોલમ્બસ, મેરી ગો રાઉન્ડ, આર્ચરી, બુલ રાઇડ, ફ્લાઇંગ ફોક્સ, ડેશિંગ કાર્સ, સ્વિંગ કાર, ડર્ટ બાઇક, વોટર રાઇડ્સ, વન્ડર વ્હીલ્સ, એડવેન્ચર શુટિંગ સહિત 17 કરતાં વધુ રાઇડ્સ અને એટ્રેક્શન્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે. તો ડાયનોસોર, તાજમહેલ, એફિલ ટાવર, અશોક સ્તંબ, હોલી શિવધારા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, લાફિંગ બુદ્ધા જેવા મોન્યુમેન્ટ્સ પણ છે. પાર્કમાં મિનિટ્રેન પણ છે. ફુલ-ડે એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે.
આ એડવેન્ચર પાર્કમાં બ્લૂ લગૂન વોટર પાર્ક છે. જેમાં રાઇડ્સ ઓછી છે. તમે અહીં રેઇન ડાન્સ, સાયક્લોન, મલ્ટી લેન, ફેમિલી ડાન્સ જેવી એક્ટિવિટી કરી શકો છો. અહીં રેન્ટોરન્ટમાં નાસ્તા, જમવાની સુવિધા છે. રોકાવું હોય તો હોટલ મીરા પણ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો