મેજિક વેલી
કસોલ ટ્રિપનું પ્લાંનિંગ કરો અને વાઈચીન વેલીને જ ન ધ્યાનમાં લો તો એ યોગ્ય નથી. વાઈચીન વેલી એ મલાન ગામથી ૩ કી.મી.ના અંતરે છે અને ત્યાં પર્વતોના અસંખ્ય દ્રશ્યો છે.વાઈચીન વેલી હિમાચલ પ્રદેશના મલાના ગામની ઉપર સ્થિત છે જે મેજિક વેલી તરીકે પ્રખ્યાત છે. તેના નામ પ્રમાણે જ ત્યાં બરફના શિખરવાળા પર્વત, નૈસર્ગીક ધોધ અને ચારે બાજુ પાઈનના વૃક્ષોથી પ્રવાસીઓ માટે મેજિક સાબિત થાય છે. દરિયાઈ સપાટીથી ૨૭૦૦ મીટર ઉપર સ્થિત આ વેલી અત્યંત તાપમાન અને દુર્ગમ સ્થાનને કારણે ભાગ્યે જ વસ્તી ધરાવે છે.
વાઈચીન વેલીની મુસાફરી શા માટે કરવી જોઈએ?
વાઈચીન વેલીમાં રાત પણ દિવસ જેટલી જ આકર્ષક હોય છે અને અહીંના લોકોની સાદગીથી તમારું દિલ પીગળી જશે. શહેરી જીવનમાંથી શાંતિપૂર્ણ વિરામ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે વાઈચીન વેલી બેસ્ટ જગ્યા છે.
ટ્રેકિંગ
જે લોકો પર્વતોને પ્રેમ કરે છે અને સાહસિક પ્રવૃતિઓ કરવાની ઈચ્છા ધરાવે છે તેમને વાઈચીન વેલી જરૂર જવું જોઈએ. ખીણમાં યોગ્ય વાહનોની સુવિધા નથી તેથી પ્રવાસીઓએ મલાના ગામથી ૪ કી.મી. ચાલીને ઉપર જવું પડશે. જો કે આ સરળ ટ્રેક નથી પરંતુ પ્રયાસ કરી શકાય તેવું છે. તમે ઉપર ચઢતી વખતે આરામ લઇ શકો છો અને સુંદર દ્રશ્યોનો આનંદ લઇ શકો છો.
જો તમે ત્યાં વધારે સમય રહેવાનું વિચારી રહ્યા છો તો તમે બીજા કેટલાક નાના ટ્રેકિંગ કરી શકો છો અને ધોધ પણ જોઈ શકો છો.
કેમ્પીંગ
જે પણ પ્રવાસીઓ કુદરતની નજીક જવા ઈચ્છે છે અને તારાઓની નીચે રાત વિતાવવા ઈચ્છે છે અને સાથે સાથે નાસ્તો કરવા ઈચ્છે છે તેમણે પોતાની ટીમ સાથે અહી આવીને થોડા દિવસ કેમ્પીંગ કરવું જોઈએ. અહી ૨ થી ૩ કેમ્પિંગ સાઈટ છે. તમે રાતે બોનફાયરનો આનંદ માણી શકો છો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે વાતો કરી શકો છો.તમે તમારા અને બીજા લોકો માટે રસોઈ બનાવવાની ટ્રાય પણ કરી શકો છો.
બર્ડિંગ
વાઈચીન ખીણમાં પક્ષી નિહાળવા એ ખુબ જ આનંદની વાત છે. નવા દિવસે જાગવા માટે પક્ષીઓ તમારો એલાર્મ છે. સામાન્ય રીતે ચીયર ફીઝન્ટ,કલિજ અને કોકલાસ જેવા પક્ષીઓ જોવા મળે છે.
ફોટોગ્રાફી
વાઈચીન વેલી એ ફોટોગ્રાફર માટે સ્વર્ગ છે. ફોટોગ્રાફર્સને સારા ફોટો લેવા માટે કોઈ સેટિંગ કરવાની જરૂર નથી રહેતી. ટ્રાવેલ બ્લોગર્સ માટે આ ખીણ કેટલાક સુંદર ફોટો લેવા માટે યોગ્ય સ્થળ છે. અહીના સ્થાનિક લોકો પણ કેમેરાથી શરમાતા નથી તેથી તમે અહીના સાંસ્કૃતિક ફોટો પણ લઇ શકો છો.
ભોજન
કેમ્પ સાઈટ પર ભારતીય ભોજન એ જ પ્રવાસીઓ માટે એકમાત્ર વિકલ્પ છે. રાજમા ચાવલ એ અહીંની પ્રખ્યાત સ્થાનિક વાનગી છે જે દરેક જગ્યાએ આપવામાં આવે છે. આ સ્થળના હવામાનને કારણે ભોજન માટે ખુબ જ મર્યાદિત વિકલ્પો મળે છે.
અહી ૧૦૦થી ઓછા લોકોની વસ્તી છે. અહી કોઈ કાફે કે રેસ્ટોરન્ટ જોવા નહિ મળે પરંતુ ચા અને મેગી અનલિમિટેડ છે જે તમને જોઇએતેટલી મળી રહેશે.
ક્યારે જવું:
વાઈચીન વેલીમાં આખું વર્ષ વાતાવરણ ઠંડુ રહે છે. જો કે મેજિક વેલીની મુલાકાત લેવાનો સૌથી સારો સમય ઑગષ્ટથી નવેમ્બર છે. જયારે ચોમાસુ પૂરું થાય છે અને શિયાળો શરુ થાય છે. આ મોસમ જોવાલાયક સ્થળો માટે એકદમ અનુકૂળ છે કારણ કે ત્યારે દ્રશ્યો સારા હોય છે અને તાપમાન પણ સહન કરી શકાય એવું હોય છે.
કેવી રીતે જવું:
વાઈચીન વેલી દૂર સ્થિત છે તેથી રોડ અને રેલવે સારી રીતે જોડાયેલ નથી. તેથી અહી પહોંચવું મુશ્કેલ છે પણ અશક્ય નથી.
હવાઈ માર્ગે: હિમાચલ પ્રદેશમાં કુલ્લુ મનાલી એરપોર્ટ એ ખીણ સુધી પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાં પહોંચ્યા પછી મુસાફરોએ રોડ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો પડશે.
ટ્રેન દ્વારા: નવી દિલ્લીથી જોગીન્દર નગર રેલવે સ્ટેશન સુધીની ટિકિટ બુક કરો જે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે જે વાઈચીન વેલીથી લગભગ ૧૨૯ કી.મી. દૂર છે. સ્ટેશનથી ૧૨૫ કી.મી. દૂર આવેલા મલાના ગામ જવા માટે બસ અથવા કેબ લઇ શકો છો. બાકીનું અંતર ચાલીને કાપવું પડશે.
રોડ દ્વારા: નવી દિલ્લીથી ભુંતર સુધી બસ અથવા કેબ મળી જશે. ભુંતરમાં બસ બદલવી પડશે અને મલાના ગામ માટે જવું. મલાના ગામથી ૩ કી.મી.ના અંતરે આવેલા ડેમ વિસ્તાર માટે ટેકસી કરવી પડશે. ડેમ પર પહોંચ્યા પછી વેલી સુધી પહોંચવા ૪ કી.મી.નું અંતર કાપવું પડશે.
ખીણની અંદર મુસાફરી કરવા માટે બેસ્ટ વિકલ્પ ચાલવું જ છે. મલાના ગામમાં બસ અને ટેકસી મળી રહેશે.
રહેવા માટે :
વાઈચીન વેલી માત્ર કેમ્પર્સ માટે છે. તમે તમારા તંબુ સાથે લઇ જઈ શકો છો અથવા અહીની ૩ કેમ્પીંગ સાઇટ્સમાં ભાડે રહી શકો છો. આ સ્થળને જે સંભાળે છે તે લોકો પ્રવાસીઓ માટે ભોજનને વ્યવસ્થા પણ કરે છે. તંબુની કિંમત ૯૦૦ થી ૧૨૦૦ રૂપિયા સુધીની છે. તમારે અહી ટેન્ટ પહેલેથી બુક કરવાની જરૂર નથી એવી ઘણી કંપની છે જે કસોલ અને મલાનાથી વાઈચીન ખીણ સુધીની ટ્રિપનું પ્લાંનિંગ કરે છે. આ ખીણમાં માત્ર એક રાત રોકવાની મંજૂરી આપે છે તેથી પહેલા અહી પહોંચવું અને પછી ટેન્ટ મેળવવું વધુ સારું રહેશે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ