માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ મહેલો અને કિલ્લાઓ પણ ગુજરાતની શાન ગણાય છે. ગુજરાતમાં મહેલો ઐતિહાસિક સાંસ્કૃ તિક અને પરંપરાગત કળા-કૌશલ્યરને ઉજાગર કરે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર અતુલ્ય કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી. અગાઉ આપણે રાણકી વાવ, અડાલજની વાવ, ધોળાવીરા, લક્ષ્મિ વિલાસ પેલેસ જેવા ઐતિહાસિક સ્થળો વિશે વાત કરી હતી અને આજે આ કડીમાં બીજા કેટલાક હેરિટજ સ્થળો વિશે વાત કરીશું.
ચાંપાનેર
ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી. જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO) દ્વારા થઇ રહ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો બક્ષી ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્ક્રૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે.
અહીં પ્રસિદ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે. જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે.
કેવી રીતે જશો ચાંપાનેર
અમદાવાદથી ચાંપાનેર 147 કિલોમીટર દૂર છે. જ્યારે વડોદરાથી આ જગ્યા 50 કિલોમીટર દૂર છે. અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઇવેથી હાલોલ થઇને પાવાગઢ-ચાંપાનેર જઇ શકાય છે. નજીકનું એરપોર્ટ વડોદરા છે. રેલવે સ્ટેશન પણ વડોદરા જ છે. વડોદરાથી બસ મળી જશે.
વિજય વિલાસ પેલેસ
વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાીપત્ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે.
મહેલની ખાસિયત એવી કે તેમાં કયાંય કોઇ પણ ઠેકાણે પંખાની જરૂર વર્તાતી નહીં. અત્યારનો પેલેસ જૉઇને ત્યારની જાહોજલાલીનો બખૂબી ખ્યાલ આવી જાય. કચ્છની સૌ પ્રથમ લિફ્ટ પણ વિજય વિલાસ પેલેસમાં મેરિયર સ્ડોટ નામની લંડનની કંપની દ્વારા ફિટ કરાઇ હતી.વીજળી જયારે લકઝરી ગણાતી એ વખતે આ મહેલમાં જર્મન બનાવટના ઝુમ્મરો લાઇટથી ઝળહળતાં હતાં. મહેલની થોડે દૂર મિની પાવરહાઉસ ઉભું કરવામાં આવ્યું હતું. પેલેસના ગ્રાઉન્ડમાં ચાઇનીઝ મારબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિંદુ સંસ્કૃતિની બારીકાઇથી મીનાવર્કની આકષર્ક કલાકૃતિ કંડારાઇ છે.
વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો. ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો મહેલને બાંધતા બાર વર્ષ લાગ્યાા હતાં. તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્યાાત વનસ્પરતિશાસ્ત્રીહ ઇન્દ્રનજીએ કર્યુ. પ્લાવન્ટે શન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ.
મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્યદતા આપણા સામે પ્રગટે છે. ત્રણ માળનો વિશાળ વિલા છે. ભોંયતળીયે આઠ ખંડ છે. પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્ક.ળ ફર્નિચરથી તથા રોમન-શિલ્પોટથી શોભતા હતા. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે. રૂમમાં જઇએં ત્યા-રે જુના કાશ્મીતરી ગાલીચાની મુલાયમતા સ્પઝર્શી જાય છે. નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્યાયન ખેંચે છે.
પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે. ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્યાંબથી ખસવાનું મન જ ન થાય. વિજયરાજજી ઢળતી બપોરે ત્યાં બેસતા અને રંગો વચ્ચેં નહાતાં. વચ્ચેય આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્યોા છે. ત્યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્ટીં ગ્સ ને જોવા જેવા છે.
શહેરના મધ્યભાગથી સાત કિમી.ના અંતરે આવેલો મહેલ સવારે 9.00થી 1.00 વાગ્યા સુધી અને બપોરે 3.00થી 6.00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પ્રવેશ ફી R 20 છે. ફોટોગ્રાફીનો ખર્ચ R 50 થાય છે અને ખાનગી વાહન દ્વારા પ્રવેશ કરવો હોય, તો R 10નો ચાર્જ છે.
કેવી રીતે જશો
અમદાવાદથી લગભગ 400 કિલોમીટર દૂર છે. ગાંધીધામ, અંજાર થઇને જઇ શકાય છે. નજીકનુ રેલવે સ્ટેશન ગાંધીધામ છે. એરપોર્ટ ભુજ છે.
પ્રાગ મહેલ, ભુજ
પ્રાગ મહેલ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ 1860માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા. આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું. મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું . સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં સામેલ હતાં.
પ્રાગમહેલમાં એકથી ચડિયાતાં એક એવા અનેક સુંદર સ્થાપત્યો છે જે તમારું મન મોહી લેશે. 2002માં આવેલાં વિનાશક ભૂંકપમાં પ્રાગ મહેલને ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. જે બાદ આ મહેલનું રિનોવેશન કરાવી મહેલનો અમુક ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. 2006માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં.
મહેલની વિશેષતાઓમાં મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે ,દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે, કોરીન્થીયન થાંભલા, યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ, મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.
હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.