જ્યારે પણ આપણે ટ્રાવેલિંગ કરવાનું વિચારીએ છીએ, ત્યારે કેટલીક વસ્તુઓ સૌથી પહેલા આપણા મગજમાં આવે છે. જેમ કે ક્યાં અને કેવી રીતે જવું અને કેટલું બજેટ રાખવું જોઈએ. ફરવા જવાનો માત્ર વિચાર પણ આપણને ખુશ કરી નાંખે છે. બજેટ અને સમય જેવા પ્રતિબંધોને લીધે, કેટલીકવાર આપણે કોઈ સ્થળને સંપૂર્ણ રીતે એક્સપ્લોર કરી શકતા નથી. આપણે ફરવા નીકળીએ છીએ પણ ક્યારેક સમયની તંગી હોય છે તો ક્યારેક પૈસાની અછત હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે એવા 5 સ્થળોની યાદી તૈયાર કરી છે જ્યાં તમે માત્ર 10,000 રૂપિયામાં આરામથી ત્રણ દિવસની ટ્રિપ પ્લાન કરી શકો છો.
1. ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ
અદભૂત લેન્ડસ્કેપ્સ, સુંદર દૃશ્યો અને મનમોહક પહાડોથી શણગારેલું, ડેલહાઉસીને તમારી બકેટ લિસ્ટમાં સામેલ કરવું આવશ્યક છે. ડેલહાઉસી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવે છે. ડેલહાઉસી હિમાચલની એવી જગ્યાઓમાંથી એક છે જ્યાં કુદરતી સૌંદર્ય આજે પણ જોવાલાયક છે. ડેલહાઉસી નિઃશંકપણે મનપસંદ પ્રવાસન સ્થળોમાંનું એક છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમને અહીં શાંતિ નહીં મળે. ડેલહાઉસીનું વાતાવરણ પોતાનામાં જ એટલું રમણીય છે કે તે દરેક ભટકનારનું દિલ જીતી લે છે. તમે ડેલહાઉસીમાં ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો. કાલાટોપ વન્યજીવ અભયારણ્ય, સેન્ટ જોન્સ ચર્ચ, દાઇકુંડ પીક, બીજી પાર્ક જેવા સ્થળોની મુલાકાત લઈ શકાય છે.
અંતર: 574.6 કિમી. (દિલ્હીથી)
કિંમત: 1,500 થી 2,000 રૂપિયા પ્રતિ દિવસ (હોટલ), 1,000 રૂપિયા પ્રતિ દિવસ (વ્યક્તિ દીઠ ભોજન), 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ (પરિવહન)
એકંદરે, ડેલહાઉસીની તમારી ત્રણ દિવસની સફર માટે તમને વ્યક્તિ દીઠ આશરે 9,000 થી 10,500 રૂપિયાનો ખર્ચ થશે.
2. તવાંગ, અરુણાચલ પ્રદેશ
જો તમે અરુણાચલ પ્રદેશ ગયા છો અને તમે તવાંગની મુલાકાત નથી લીધી, તો ખરેખર તમે અરુણાચલનું સૌથી સુંદર ઘરેણું જોવાનું ચૂકી ગયા છો. તવાંગની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ભવ્ય અને લીલાછમ પહાડો પાછળની ડ્રાઇવ એ એક અનુભવ હશે જે તમને માત્ર તવાંગમાં જ મળશે. તેમાંથી નીકળતા મેદાનો, તળાવો, ઊંચા પહાડો અને ધોધ જોઈને તમને અહીં રહેવાનું મન થશે. પહેલાની સરખામણીમાં આજે વધારે લોકો તવાંગ ફરવા આવતા રહે છે. એક સમય હતો જ્યારે અરુણાચલની આ જગ્યા અજાણી હતી. પણ હવે એવું નથી. તવાંગમાં, તમે સેલા પાસ, તવાંગ મઠ અને તક્તસંગ ગોમ્પા જેવા સ્થળો જોઈ શકો છો.
અંતર: 508 કિમી. (ગુવાહાટીથી)
કિંમત: 1,000 થી 1,600 રૂપિયા પ્રતિ દિવસ (હોટલ), 1,000 રૂપિયા પ્રતિ દિવસ (વ્યક્તિ દીઠ ભોજન), 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ (પરિવહન)
એકંદરે, તમારી ત્રણ દિવસની સફર માટે તવાંગમાં વ્યક્તિ દીઠ રૂ. 7,500 થી રૂ. 9,300નો ખર્ચ થશે.
3. કોવલમ, કેરળ
કેરળની સુંદરતા જગજાહેર છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે પોતાના જીવનમાં એક વાર તો કેરળ જવાનું વિચાર્યું ન હોય. જો કે કેરળમાં કોઈપણ એક સ્થળને સૌથી સુંદર કહેવું મુશ્કેલ છે, પરંતુ એમ કહી શકાય કે કોવલમ તેમાંથી એક છે. કોવલમના બીચ પર આવ્યા પછી તમે હળવાશ અનુભવશો. સ્વચ્છ બીચ અને દૂર સુધી ફેલાયેલો સમુદ્ર તમને બે સેકન્ડમાં રિલેક્સ કરી દેશે. લાઇટહાઉસ બીચના મનોહર દૃશ્યો, હવા બીચના ઊંડા વાદળી પાણી અને પર્વતોનું મિશ્રણ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. તમે કોવલમમાં વેલી ટૂરિસ્ટ વિલેજની પણ મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે વેલ્લયાની લેક પણ જોઈ શકો છો.
અંતર: 765.9 કિમી. (ચેન્નાઈથી)
કિંમત: 1,500 થી 2,000 રૂપિયા પ્રતિ દિવસ (હોટલ), 1,000 રૂપિયા પ્રતિ દિવસ (વ્યક્તિ દીઠ ભોજન), 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ (પરિવહન)
એકંદરે, કોવલમની તમારી ત્રણ દિવસની સફર માટે તમને વ્યક્તિ દીઠ આશરે 9,000 થી 10,500 રૂપિયાનો ખર્ચ થશે.
4. કુદ્રેમુખ, કર્ણાટક
કર્ણાટકની આ જગ્યાને ટાઈગર રિઝર્વમાં ફેરવી દેવામાં આવી છે. જો તમને ટ્રેકિંગ પસંદ છે તો કુદ્રેમુખ તમારા માટે યોગ્ય સ્થળ છે. ટ્રેકિંગનો આનંદ માણવા માટે, તમે કલાસાથી શરૂ કરી શકો છો અને કુદ્રેમુખ શિખર સુધી જઈ શકો છો. કુદ્રેમુખમાં તમને બધું જ મળશે. કલસાના મંદિરોથી લઈને હનુમાન ગુંડી ધોધ સુધી, તમને બધું જ ગમશે. આ સિવાય તમે ગંગામૂલા પર્વત અને લાખ્યા ડેમ પણ જોઈ શકો છો. એકંદરે, કુદ્રેમુખમાં તમને તે બધું મળશે જે એક સારી ટ્રિપ માટે જરૂરી છે.
અંતર: 331.1 કિમી. (બેંગ્લોરથી)
કિંમત: 1,000 થી 1,500 રૂપિયા પ્રતિ દિવસ (હોટલ), 1,000 રૂપિયા પ્રતિ દિવસ (વ્યક્તિ દીઠ ભોજન), 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ (પરિવહન)
એકંદરે, તમારી ત્રણ દિવસની સફર માટે કુદ્રેમુખમાં વ્યક્તિ દીઠ રૂ.7,500 થી રૂ.9,000નો ખર્ચ થશે.
5. હેમકુંડ સાહિબ, ઉત્તરાખંડ
જો તમે ટ્રેકિંગના શોખીન છો અને તમે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ ટ્રેક વિશે સાંભળ્યું નથી, તો તમારે ફરીથી વિચાર કરવાની જરૂર છે. તમને ચોક્કસપણે બરફીલા પહાડોમાંથી પસાર થતો રસ્તો, ગરજતા ધોધ અને વિવિધ પ્રકારના ફૂલો ગમશે. ખૂબ ઊંચાઈ પર સ્થિત હોવા છતાં, તમને આ ટ્રેક પર વધુ ઠંડી નહીં લાગે. અહીંનું હવામાન આખા વર્ષ દરમિયાન ખુશનુમા રહે છે, જેના કારણે ટ્રેકિંગ કરવું સરળ છે. સારી વાત એ છે કે હેમકુંડ સાહિબની મુલાકાતની સાથે તમે ઉત્તરાખંડની પ્રખ્યાત વેલી ઑફ ફ્લાવર્સ પણ જઈ શકો છો. આ બંને ટ્રેક ખંગારિયાથી શરૂ થાય છે, તેથી તમે તે પણ કરી શકો છો.
અંતર: 328 કિમી. (દિલ્હીથી)
કિંમત: 1,300 થી 1,500 રૂપિયા પ્રતિ દિવસ (હોટલ), 1,000 રૂપિયા પ્રતિ દિવસ (વ્યક્તિ દીઠ ભોજન), 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ (પરિવહન)
એકંદરે, હેમકુંડ સાહિબની તમારી ત્રણ દિવસની સફર માટે તમને વ્યક્તિદીઠ 8,400 થી 9,000 રૂપિયાનો ખર્ચ થશે.
નોંધ: આ તમામ સ્થળોની મુલાકાત રૂ. 10,000થી ઓછી કિંમતમાં લઈ શકાય છે. પરંતુ જો તમે સામાન્ય પ્રવાસી નથી, તો તમારી 3 દિવસની સફર માટે 10,000 રૂપિયાનું બજેટ યોગ્ય રહેશે. કુલ ખર્ચમાં ટિકિટ અને ILP માટે થતો 1,500 રૂપિયાનો વધારાનો ખર્ચ સામેલ કરવામાં આવ્યો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો