પરિવર્તન સંસારનો નિયમ છે એ વાત ભારતના અમુક પર્યટન સ્થળોને પણ લાગુ પડે છે. આ જગ્યાઓ આજે સંકટમાં છે. તો બહુ મોડું થઇ જાય એ પહેલા ફરી આવો આ જગ્યાઓએ.
સુંદરવન
ભારત અને બાંગ્લાદેશની જમીનમાં ફૅલાયૅલા સુંદરવનમાં રોયલ બંગાળ ટાઇગર અને અન્ય ઘણાય પક્ષી તથા લુપ્ત જાનવરો જોવા મળે છે. સુંદરવાનને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકેની ઓળખ આપવામાં આવી છે અને આ વિશ્વનું સૌથી વિશાલ સદાબહાર જંગલ છે. જો તમને પશુ પક્ષીઓ જોવાનો શોખ હોય તો અહીંયા ચોક્કસ જાઓ.
જવાનો શ્રેષ્ઠ સમય: સપ્ટેમ્બર થી માર્ચ
શું કરવું: સજ્જનખેલી પક્ષી સેન્ચ્યુરીમાં બર્ડ વૉચિંગ, નાઈટ સફારી અને 400 વર્ષ જુના નેતીધોપાની મંદિરની મુલાકાત
ક્યાં રહેવું: સુંદરવન ટાઇગર રોર રિસોર્ટ, સુંદરવન ગેટવે રિસોર્ટ
લક્ષદ્વિપ
લક્ષદ્વીપના સમુદ્ર નીચેના કોરલ રિફના પથ્થરો ખુબ જ સુંદર છે પરંતુ વાતાવરણમાં બદલાવ, બ્લાસ્ટ ફિશિંગ, વગેરેના કારણે અત્યારે એના પર આફતના વાદળો બંધાઈ રહ્યા છે. એટલે તરત જ સમાન પેક કરીને નીકળી પાડો સમુદ્ર નીચે રોમાંચ લેવા માટે.
જવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી મેં
શું કરવું અને ક્યાં જવું: બંગારામ દ્વીપ, અગતિ દ્વીપ, સ્કૂબા ડાઇવિંગ અને મેરિન મ્યુઝીયમ
ક્યાં રહેવું: બંગારામ દ્વીપ રિસોર્ટ, અગતિ દ્વીપ રિસોર્ટ અને કોરલ બીચ રિસોર્ટ
વેલી ઓફ ફ્લાવર્સ
ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર્સ એ યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર છે. એ પહાડી વનસ્પતિને કારણે જાણીતી છે. એની સુંદરતા બરફ પીઘળયા પછી સામે આવે છે. જંગલોની કપાઈ, પર્યટનમાં વધારો અને વિકાસના કાર્યોને કારણે એની સુંદરતા ઘટી ગઈ છે. કહે છે ને કે સુંદરતા જ વિનાશનું કારણ બને છે.
જવાનો શ્રેષ્ઠ સમય: જૂનથી ઓક્ટોબર
શું કરવું અને ક્યાં જવું: બદ્રીનાથ મંદિર, વસુંધરા સરોવર, નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન
ક્યાં રહેવું: હિમાલયન અબોડ, કુબેર એનેક્સ
વુલર સરોવર
એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, વુલર સરોવર, એ જમ્મુ કાશ્મીરના ખુબ જ આકર્ષક સ્થળોમાંનું એક છે. વોટર સ્પોર્ટ્સના કારણે આ સરોવરમાં પર્યટકોની સંખ્યા વધી ગઈ અને પર્યાવરણ તથા જલીય પક્ષીઓના શિકારને કારણે આ સરોવર મુશ્કેલીમાં મુકાઈ ગયું. સરોવરની આસપાસની જમીનમાં કાંપ ઘટવાને કારણે સરોવર પણ સંકોચાઈ રહ્યું છે.
જવાનો શ્રેષ્ઠ સમય: માર્ચ થી સપ્ટેમ્બર
શું કરવું અને ક્યાં જવું: પહેલગામ, સોનમર્ગ, પીર પંજાલ રેન્જમાં શિકારાની સવારી
ક્યાં રહેવું: ટ્રાઇડન્ટ કાશ્મીર રિસોર્ટ, હોટેલ ઝહીર કોન્ટિનેન્ટલ, ગુલમર્ગ રિસોર્ટ
માજુલી
અસમનું માજુલી એ નદીઓ દ્વારા બનેલા દ્વીપમાં સૌથી મોટો દ્વીપ છે. અહીંયા ઘણા જ પ્રકારના વન્યજીવો જેમકે હાથી, વાઘ, સસલા, અને પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. વૃક્ષો કાપવાને કારણે માજુલી સંકોચાઈ રહ્યો છે. બ્રહ્મપુત્રના કારણે આવતા 15 થી 20 વર્ષોમાં આ દ્વીપ ડૂબી જવાની સંભાવના છે.
જવાનો શ્રેષ્ઠ સમય: માર્ચથી જૂન, ઓક્ટોબર થી ફેબ્રુઆરી
શું કરવું અને ક્યાં જવું: ગરમુર અને તેંગપાનિયાની યાત્રા કરો, નિમાતી ઘાટ પર ફેરીની સવારી કરો
ક્યાં રહેવું: લા મેસન ડી આનંદ, ડેકસેન્ડ રિસોર્ટ, અને કાઝીરંગા ગોલ્ફ રિસોર્ટ
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.