Day 1
દુનિયાની સાત અજાયબીઓથી કોણ માહિતગાર નથી. દરેકની ઇચ્છા હોય છે કે, તે આ અજાયબીઓની મુલાકાત કરે. જો કે આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે ખાસ્સાબધા રુપિયા જોઇએ. જે કદાચ દરેકની પાસે ન હોય. પરંતુ હવે ચિંતાની વાત નથી. જી હાં! જો તમે દુનિયાની સાત અજાયબીઓ ફરવા માંગો છો તો તમે ફક્ત 5000માં આ અજાયબીની મુલાકાત કરી શકો છો. તો વધારે સમય બગાડ્યા કર્યા વગર તમને જણાવી દઉં કે આવું તમે કેવી રીતે કરી શકશો.
હકીકતમાં દુનિયાની સાત અજાયબીઓને તમે રાજસ્થાનના કોટાના "સેવન વંડર્સ ઓફ વર્લ્ડ પાર્ક"માં જોઇ શકો છો. આ પાર્કમાં તાજ મહેલ, ધ ગ્રેટ પિરામિડ, એફિલ ટાવર, ક્રાઇસ્ટ ધ રિડીમર ઑફ બ્રાઝિલ, લીનિંગ ટાવર ઑફ પીસા, કોલોસિયમ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સામેલ છે જે દુનિયાના હજારો પર્યટોકને આકર્ષિત કરે છે. અહીં બનેલા સ્મારક કિશોર સાગર સરોવરના કિનારે આવેલા છે, જેનાથી તેની સુંદરતા વધી જાય છે.
એફિલ ટાવર
પેરિસના એફિલ ટાવરને કોણ નથી જાણતું. પરંતુ જો તમે નજીકથી તેની ખાસિયતને નિહાળવા ઇચ્છો છો તો કોટાના કિશોર સાગર તળાવની પાસે બનેલા પાર્કમાં હૂબહૂ તેવો જ આકાશને આંબતો ટાવર તમને નજરે પડશે.
પિરામિડ
પેરિસના એફિલ ટાવરની પાસે જ તમને પિરામિડમાં સૂતેલા તૂતેનખામેન પણ મળી જશે. તે જમાનામાં અદ્ભુત કલાકૃતિનો નમૂનો જ્યાં આટલા મોટા પથ્થરોને આટલી ઊંચાઇ સુધી લઇ જવા પણ એક પહેલી હતી. પરંતુ અહીં આ ઇમારતને આકાર આપવામાં મુશ્કેલી ન પડી.
પીસાની નમેલી મીનાર
જ્યારે તમે પિરામિડથી થોડાક આગળ વધશો તો તમને પીસાની નમેલી મીનાર નજરે પડશે. ઇટાલીમાં પીસાની મીનાર તો બન્યા બાદ નમી હતી. આપને જણાવી દઉં કે પીસા ઇટાલીનું એક નાનકડુ શહેર છે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ ઝુકેલી મીનાર છે. પીસાની આ નમેલી મીનાર સેંકડો વર્ષોથી પ્રવાસીઓની ઉત્સુકતાનું કેન્દ્ર બનેલી છે.
કોલેજિયમ
રોમનું કોલેજીયમ પણ અહીં પોતાની ઊંચાઇ અને તૂટેલી દિવાલોની સાથે સ્વાગત કરતું જોવા મળશે. જે જોવામાં બરોબર અસલી જેવું દેખાય છે.
સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી
જ્યારે વાત સાત અજાયબીઓની થઇ રહી હોય ત્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ ન થાય તે કેવી રીતે બની શકે. અહીં ન્યૂયોર્કના કિનારે ફેલાયેલો સમુદ્ર ભલે ન જોવા મળે પરંતુ કિશોર સાગરના કિનારે બનેલી હાથમાં મશાલ લીધેલી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જાણે કે ન્યૂયોર્ક અહીં જ હોય તેવો અનુભવ કરાવે છે.
ક્રાઇસ્ટ ધ રિડીમર
એટલું જ નહીં આ પાર્કમાં તમને બ્રાઝિલ સ્થિત ક્રાઇસ્ટ ધ રિડીમરનો હાથ ફેલાવેલી વિશાળકાય મૂર્તિ જોવા મળશે જે બ્રાઝિલના વિશાળ પહાડો પર સ્થાપિત છે. જો કે, અહીં પહાડ જેવી ઊંચાઇ તો નથી પરંતુ ક્રાઇસ્ટ ધ રિડીમરની વિશાળકાય પ્રતિમા અહીં આવનારા પર્યટકોને જરુર રોમાંચિત કરશે.
તાજમહેલ
દુનિયાની સાત અજાયબીઓમાની એક અજાયબી એટલે આગ્રાનો તાજમહેલ. શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલ માટે આગ્રામાં આ સુંદર ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું. કોટામાં પણ આવો જ એક તાજમહેલ જોવા મળી જશે.
કોટાનો સેવન વંડર્સ પાર્ક ખુલવા અને બંધ થવાનો સમય
આ પાર્ક દરરોજ બપોરે 2.00 વાગ્યાથી સાંજે 8.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ પાર્કને ફરવા માટે તમારે 1-2 કલાકનો સમય કાઢવો પડશે.
કોટાના સેવન વંડર્સ પાર્કની એન્ટ્રી ફિસ
1. સેવન વંડર્સ પાર્કમાં ભારતીય પર્યટકોને ફરવા માટે: 20 રુપિયા પ્રતિ વ્યક્તિ એન્ટ્રી ફિસ
2. વિદેશી પર્યટકો માટે : 40 રુપિયા પ્રતિ વ્યક્તિ એન્ટ્રી ફિસ
સેવન વંડર્સ પાર્ક, કોટા કેવી રીતે પહોંચશો
જો તમે આ પાર્કમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે ફ્લાઇટ, ટ્રેન અને બસમાં પોતાની સુવિધાનુસાર પસંદ કરીને સેવન વંડર્સ પાર્ક પહોંચી શકો છો.
ટ્રેન દ્ધારા કેવી રીતે પહોંચશો
જો તમે કોટા જવા માટે રેલવે માર્ગની પસંદગી કરી છે તો કોટા રેલવે જંકશન સેવન વંડર્સ પાર્કથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલું છે.
રોડ દ્ધારા કેવી રીતે પહોંજશો
સેવન વંડર્સ કોટાની યાત્રા રોડ માર્ગે ઘણી જ આરામદાયક સાબિત થાય છે. કારણ કે આ શહેર ઘણી સારી રીતે રોડ નેટવર્ક દ્ધારા દેશના પ્રમુખ શહેરો જેવા કે મુંબઇ, અમદાવાદ, દિલ્હી, ઇન્દોર, કોટા સાથે જોડાયેલું છે.
ફ્લાઇટથી સેવન વંડર્સ પાર્ક કોટા કેવી રીતે પહોંચશો
જો તમે ફ્લાઇટથી સેવન વંડર્સ પાર્ક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હું તમને જણાવી દઉં કે કોટા શહેરનું સૌથી નજીકનું એરપોર્ટ જયપુરનું સાંગાનેર ઇન્ટર નેશનલ એરપોર્ટ છે જે કોટાથી લગભગ 245 કિલોમીટર દૂર આવેલું છે.