દિવસ ૧
નૈનીતાલનું નામ સાંભળીને બધાનું મન ઉત્તરાખંડ જવા માટે ઉત્સાહિત થઇ જાય છે અને એવું શું કામ ન થાય? નૈનીતાલની સુંદરતા જ કંઈક એવી છે કે તમને ત્યાં વારે વારે જવાનું મન થશે. ઉત્તરાખંડની સુંદર જગ્યા નૈનીતાલમાં ઉંચા ઉંચા લીલાછમ વૃક્ષોની વચ્ચે સ્થિત ઝીલ જોઈને કોઈ પણ પર્યટક મંત્રમુગ્ધ થઇ જાય છે.
સૌંદર્યથી ભરપૂર આ ઝીલ , ઝરણાં બરફથી ઢંકાયેલ પહાડોને જોવા માટે પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે. નૈનીતાલની સુંદરતાને એક શબ્દમાં કહેવી મુશ્કેલ છે. જો તમે પણ દિલ્લીની આસપાસ રહો છો તો તમે પણ માત્ર ૫૦૦ રૂપિયામાં નૈનીતાલ પહોંચી શકો છો.
માત્ર ૫૦૦ રૂપિયામાં કેવી રીતે પહોંચવું ?
તેના માટે તમારે દિલ્લીની નજીક આનંદ વિહાર (જે ઉત્તરાખંડની સીમામાં છે) ત્યાં સામાન્ય બસની સુવિધા લેવી પડશે. આનંદ વિહારથી નૈનીતાલ માત્ર ૩૧૫ કી.મી. આસપાસ છે. આ સફરમાં તમારે ૭-૮ કલાક લાગશે.
જો તમે સાંજના સમયે જ આનંદ વિહાર બસ સ્ટેન્ડથી બસ લઇ લો છો તો તમે સવાર થતા પહેલા સુંદર નૈનીતાલ પહોંચી જશો. આમ તો આ આર્ટિકલ ઓછા ભાડા પર આધારિત હતો પણ જો તમને સામાન્ય બસમાં અનુકૂળ નથી તો તમે A.C બસ પણ લઇ શકો છો જેનું ભાડું માત્ર ૧૨૦૦ રૂપિયા થશે.
નૈનીતાલમાં ક્યાં ફરવું ?
નૈનીતાલ ફરવા માટે પ્રવાસીઓને ઘણી બધી સુંદર જગ્યાઓ જોવા માટે મળી જશે. કેટલાક પ્રવાસીઓને નૈનીતાલ ફરવા માટેની વિસ્તૃત જાણકારી નથી હોતી તેથી અમે તમને એ સુંદર જગ્યા વિશે માહિતી આપશું જ્યાં તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો.
નૈનીતાલમાં તમે નૈની ઝીલ, મોલ રોડ, નૈના દેવી મંદિર, ઇકો ગુફા પાર્ક, સ્નો વ્યુ પોઇન્ટ, નૈનીતાલ ચિડિયાઘર, નૈના ચોટી અને ટિફિન ટોપ વગેરે જેવી સુંદર જગ્યાઓ પર ફરી શકો છો.
૧. નૈની ઝીલ
નૈની ઝીલ નૈનીતાલની એક સુંદર ઝીલ છે જ્યાં તમે તમારા પાર્ટનર અથવા પરીવાર સાથે હોડીમાં બેસીને ઝીલની આસપાસની સુંદરતા માણી શકો છો. તમારા કેમેરામાં તેને હંમેશા માટે કેદ કરી શકો છો.
૨. મોલ રોડ
મોલ રોડ નૈનીતાલનું એક પ્રસિદ્ધ માર્કેટ છે. જે પણ પ્રવાસી નૈનીતાલ ફરવા માટે આવે છે તે આ મોલ રોડમાં શોપિંગ જરૂર કરે છે. તમે પણ ત્યાં શોપિંગ કરી શકો છો.
૩. નૈના દેવી મંદિર
જો તમે ધાર્મિક સ્થળોએ ફરવાનું પસંદ કરો છો તો તમે નૈનીતાલના પ્રસિદ્ધ મંદિર નૈના દેવીમાં દર્શન કરી શકો છો. આ મંદિર ઉંચાઈ પર હોવાને કારણે ખુબ જ આકર્ષક છે. જ્યાં પ્રવાસીઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે.
૪. ઇકો ગુફા પાર્ક
ઇકો ગુફા પાર્ક નૈનીતાલના લોકપ્રિય પ્રવાસીઓના આકર્ષણોમાંથી એક છે. આ પાર્કમાં છ ભૂમિગત ગુફાઓ છે જે સુરંગો દ્વારા જોડાયેલી છે. ઇકો ગુફા પાર્ક નૈનીતાલ પર્યટકો માટે એક આકર્ષક બિંદુ છે. જેને જોવા માટે દરેક સમયે પર્યટકોની લાઈન હોય છે.
૫. નૈનીતાલ ચિડિયાઘર
નૈનીતાલ ચિડિયાઘરની આસપાસનો માહોલ જોવાલાયક હોય છે. આ ચિડિયાઘરમાં ગોલ્ડન ફીજેન્ટ, રોઝ-રિંગેડ પૈરકીટ, કલીજ ફીજેન્ટ, સ્ટેપી ઇગલ , હિલ પાટ્રીજ , વ્હાઇટ પિકોવલ, બ્લોસમ હેડેડ પૈરાકોટ અને રેડ જંગલફોવલ જેવા અલગ અલગ પક્ષી છે. ચિડિયાઘરની ફી યુવાનો માટે ૫૦ અને બાળકો માટે ૨૦ રૂપિયા છે. ચિડિયાઘર સવારે ૧૦ વાગ્યે ખુલી જાય છે અને સોમવાર સિવાય સાંજે ૪:૩૦ વાગ્યે બંધ થઇ જાય છે.
૬. ટિફિન ટોપ
ટિફિન ટોપ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ખુબ ઉંચાઈ પર સ્થિત છે. ટિફિન ટોપને જોઈને એવું લાગે છે કે જાણે કુદરતે ખુબ સમય લઈને બનાવ્યું છે. તેની સુંદરતાનું એક શબ્દમાં વર્ણન ન કરી શકાય. આ નૈનીતાલ પર્યટકો માટે એક સુંદર અને આકર્ષક પીકનીક સ્પોટ છે. જ્યાં દરેક સમયે પર્યટકો જોવા મળે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ