દક્ષિણ ભારતના કર્ણાટકના મેંગ્લોરની પાસે એક ગોકર્ણ નામનું ગામ સ્થિત છે. ગોકર્ણની નાની પાવન નગરીમાં નાના-મોટા ઘણા મંદિરો અને તીર્થ સ્થળ છે. ગોકર્ણ એક પ્રાચીન તીર્થ ક્ષેત્ર છે. તે એક તરફથી સમુદ્ર અને ત્રણ તરફથી પર્વતોથી ઘેરાયેલું છે. પુરાણોમાં આ સ્થાનનો ઉલ્લેખ શતશૃંગિના નામથી કરેલ છે, જેનો અર્થ સો શિંગડાની સમાન પહાડોથી ઘેરાયેલું સ્થાન.
અહીના સુંદર દરિયાકિનારા પ્રવાસીઓને આકર્ષે છે. એકંદરે, અહીના શ્રેષ્ઠ કુદરતી વાતાવરણમાં ધાર્મિક માન્યતાઓનો ઊંડો અનુભવ કરી શકાય છે.
ગોકર્ણના પવિત્ર સ્થળ
મહાબળેશ્વર મંદિર
મહાબળેશ્વર મંદિર ગોકર્ણનું મુખ્ય મંદિર છે. તેની અંદર આત્મલિંગની સ્થાપના થાય છે. આત્મલિંગને ચાંદીના આવરણથી ઢાકેલ છે જેની ઉપરના છિદ્ર દ્વારા તમે લિંગને સ્પર્શ કરી શકો છો. તમે અમુક સમયે આવરણ વગરના લિંગના પણ દર્શન કરી શકો છો.
આ ગોકર્ણનું સૌથી વધુ મહત્વનું સ્થાન છે. મંદિરની અંદર દેવી-દેવતાઓ અને ગણેશ પણ છે. મંદિરની નજીક મને એક વિરગલ પણ દેખાયો. વિરગલનો અર્થ છે વીરોની યાદમાં શિલાસ્તંભની સ્થાપના. એક બાજુએ આવેલા પ્રવેશદ્વારની બહાર પણ કેટલાક વિરગલ હતા જેના પર સાપની કારીગરી હતી.
મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરુષોને માત્ર ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરવા પડે છે. સ્ત્રીઓ કોઈ પણ ભારતીય વસ્ત્રો ધારણ કરી શકે છે.
ગોકર્ણનું એક બીજું મહત્વનું મંદિર મહાગણપતિ મંદિર છે જે ભગવાન ગણેશને સમર્પિત છે. ગણેશજીએ અહિયાં શિવલિંગની સ્થાપના કરાવેલ હતી તેથી તેમના નામ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
પ્રાકૃતિક સૌંદર્ય અને આકર્ષણ
આ સ્થાન સાથે હિન્દૂ ધર્મના લોકોની ઘણી આસ્થા જોડાયેલી છે, સાથે જ આ ધાર્મિક જગ્યાના સુંદર દરિયાકિનારાનાઆકર્ષણથી પણ લોકો અહી આવે છે. પોતાના ઐતિહાસિક મંદિરોની સાથે સાગર તટો માટે પણ આ સ્થાન પ્રખ્યાત છે. અહી માનવામાં આવે છે કે શિવજીનો જન્મ ગાયના કાનમાંથી થયો હતો અને તેથી જ તેને ગોકર્ણ કહેવામાં આવે છે. તેમજ એક માન્યતા મુજબ ગંગાવલી અને આગનાશીની નદીના સંગમ પર વસેલા આ ગામનું કદ પણ કાન જેટલું છે. આ કારણથી લોકોની અહિયાં ઘણી આસ્થા છે અને તે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. અહી જોવાલાયક ઘણા મંદિર છે. અહીના સુંદર દરિયાકિનારા ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. એકંદરે, અહીના શ્રેષ્ઠ કુદરતી વાતાવરણમાં ધાર્મિક માન્યતાઓનો ઊંડો અનુભવ કરી શકાય છે.
પશ્ચિમી ઘાટો અને આરબ સાગરની વચ્ચે વસેલ ગોકર્ણ જ્યાં મંદિરોનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે તો અહીના દરિયાકિનારા પણ કઈ ઓછા પ્રખ્યાત નથી.
ઓમ બીચ
આ બીચનો આકાર કુદરતી રીતે જ ઓમ જેવો છે, તેથી તેને ઓમ બીચથી ઓળખવામાં આવે છે.
કડલે બીચ
ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલ આ સુંદર બીચ પર તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બંનેનો આનંદ લઇ શકો છો.
ગોકર્ણમાં ફરવાલાયક સ્થળો:
- બિન્દુર
- સોંડા
- ભટકલ
- બનવાસી
આ બધી જગ્યા ગોકર્ણથી માત્ર ૧૦૦ થી ૧૫૦ કી.મી. દૂર સ્થિત છે.
કેવી રીતે પહોંચવું?
ગોકર્ણ, રાજ્યના ઘણા પ્રમુખ શહેરો જેવા કે - મડગાંવ , દાબોલીમ , બેંગ્લોર અને મેંગ્લોરથી રોડ દ્વારા સારી રીતે જોડાયેલ છે. કર્ણાટક સરકાર દ્વારા ચલાવવામાં આવતી બસ અહી સહેલાઈથી મળી જાય છે જે રાજ્યના ઘણા શહેરો સુધી સસ્તી અને સુવિધાજનક યાત્રા પ્રદાન કરે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ