"ભાડમાં જાઓ" , આપણે ભારતીયોએ કયારેક આ વાત સાંભળી હશે અથવા ગુસ્સામાં બોલી પણ હશે. ક્યારેક ક્યારેક "ભાડમાં જાઓ" બોલ્યા પછી સારું ફીલ થાય છે પણ તમે ક્યારેય ભાડમાં જવા વિશે વિચાર્યું છે? હવે તમે કહેશો કે ભાડ કોઈ જગ્યા થોડી છે કે જ્યાં આપણે જઈ શકીએ. તમારી જાણકારી માટે એ કહી દઉં કે તમે ભાડ જઈ શકો છો. આ જગ્યા ભારતમાં જ છે એટલે હવે કોઈ કહે કે "ભાડમાં જાઓ" તો તમે સાચે ભાડમાં જઈ શકો છો.
ક્યાં છે ભાડ ?
ભાડ ગુજરાતના અમરેલી જિલ્લાના ખંભા તાલુકાનું એક નાનું ગામ છે. ભાડ ગામ ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ૩૧૪ કી.મી. દૂર છે.
ગાંધીનગરથી દીવની બાઈક ટ્રીપ વખતે છેલ્લે અમે ભાડને શોધી લીધું. દીવથી ભાડ લગભગ ૭૯ કી.મી. દૂર છે. હવે જયારે કોઈ અમને કહે કે ભાડમાં જાઓ તો અમે તેનો જવાબ આપીએ છીએ કે અમે ત્યાં જઈ આવ્યા છીએ હવે તમારે જવાનું છે.
શું તે નરક છે?
ના તે નરક નથી. અમને તો ત્યાં કોઈ શેતાન કે યમરાજ ન મળ્યા. કોઈ શાપિત આત્મા નહિ, કોઈ સજા નહિ પરંતુ આ જગ્યા તેના નામ કરતા સાવ અલગ જ છે. જો તમને અમારી વાત પર વિશ્વાસ નથી તો તમે ખુદ જઈને જોઈ લો. ભાડ એક શાંત ગામ છે અને ચોમાસામાં આ જગ્યા ખુબ જ સુંદર બની જાય છે. ભાડ આવો તો તમે આસપાસની જગ્યા જેમ કે દીવ, સાસણ અને ગીર જઈ શકો છો.
ભાડ કઈ રીતે પહોંચવું?
જો તમે ફ્લાઇટ દ્વારા ભાડ જવા ઈચ્છો છો તો સૌથી નજીકનું એરપોર્ટ દીવ એરપોર્ટ છે જે ભાડથી ૭૦ કી.મી. દૂર છે. ભાડની આસપાસ કોઈ મોટું રેલવે સ્ટેશન નથી. સૌથી નજીકનું રેલવે સ્ટેશન રાજકોટનું છે જે ભાડથી લગભગ ૧૪૪ કી.મી. દૂર છે. ભાડ પહોંચવા સૌથી સહેલો રસ્તો રોડ દ્વારા છે.
ભાડ વિશે :
ભાડ એક નાનું ગામ છે જ્યાં કુલ ૨૭૪ પરિવાર રહે છે. આ ગામની કુલ જનસંખ્યા ૧૧૬૦ છે. ગુજરાતની તુલનામાં ભાડનો સાક્ષરતા દર વધારે છે. ભાડના લોકો પોતાનું જીવન ગુજારવા માટે ખેતી કરે છે.
જો તમે હજી સુધી ભાડ જવા માટે તૈયાર નથી થયા તો તમારે જાણી લેવું જોઈએ કે ભાડમાં હજી સુધી કોરોનનો એક પણ કેસ નથી. આ જાણ્યા પછી તો તમારે આ સુરક્ષિત અને સુંદર જગ્યા પર જવા માટે તૈયાર થઇ જવું જોઈએ. હવે કોઈ પણ કહે કે ભાડમાં જાઓ તો તેના પર ગુસ્સો કરવા કરતા તેને ગુજરાતના ભાડ જવા માટેની ટિકિટ બુક કરવા માટે કહેવું. જેથી તેને સાચે ભાડમાં જવા માટે તક મળે અને એક શાનદાર સફરની માજા લઇ શકે.
ગુજરાતના ભાડ ગામ સિવાય ભારતમાં ભાડ નામની ઘણી જગ્યા છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ