હિમાચલ ભારતનાં સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીંની કુદરતી સુંદરતા પ્રવાસીઓને વારંવાર અહીં આવવા મજબૂર કરે છે. હિમાચલનું એક મહત્વનું પર્યટન સ્થળ એટલે શિમલા. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ શિમલાની મુલાકાત લે છે અને અમુક નિશ્ચિત જગ્યાઓ ફરીને પાછા જતાં રહે છે. શિમલાને સંપૂર્ણ રીતે કેવું રીતે ફરવું એ અમે તમને જણાવીશું.
કોઈ પણ શહેરને સારી રીતે ફરવું હોય તો તેને પગપાળા ફરવું જોઈએ. શિમલાના મધ્ય ભાગમાં જ ગાડીઓને રોકી લેવામાં આવે છે, ત્યાંથી ચાલતા ફરવાનું હોય છે. શિમલા અને તેની આસપાસની જગ્યાઓને ફરવા અને માણવા માટે ઓછામાં ઓછા 3 દિવસ જરૂરી છે.
કેવી રીતે પહોંચવું?
દિલ્હીથી વાહન માર્ગે શિમલા પહોંચતા 10 કલાક થાય છે. દિલ્હી-શિમલા વચ્ચે પુષ્કળ વોલ્વો બસ મળી રહે છે. પ્રાઇવેટ ટેક્સીનો પણ વિકલ્પ છે. વળી, શિમલાથી 96 કિમી દૂર આવેલું કાલકા રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. કાલકા-શિમલા ટોય ટ્રેન દિવસમાં 4 વાર દોડે છે, આ ટ્રેન પ્રવાસ એક કરવા જેવો અનુભવ છે.
શિમલાનું પેકેજ બૂક કરવા અહીં ક્લિક કરો
દિવસ 1
મોલ રોડ સાથે દિવસની શરૂઆત
શિમલામાં મોલ રોડ અને રિજ ફરવાલાયક સ્થળો છે. અહીંથી પહાડો અને ઘેઘૂર જંગલોનો ખૂબ મનમોહક નજારો જોવા મળે છે. વહેલી સવારે જ્યારે લોકોની ભીડ ન હોય ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
રાષ્ટ્રપતિ હાઉસ
અંગ્રેજોના સમયનું વિઝરેગલ લોજ આ બાંધકામ શિમલાની સૌથી પ્રાચીન જગ્યાઓમાંનું એક છે. વિક્ટોરિયન કાળમાં બનેલી આ ઇમારત એક ઐતિહાસિક જગ્યા છે જેની મુલાકાત માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે. તે સમયે શિમલા ભારતની ઉનાળુ રાજધાની હતું. આજે તે મુલાકાતીઓ માટે દરરોજ (સોમવાર સિવાય) સવારે 9 થી સાંજે 5 સુધી ખુલ્લુ રહે છે. તેની એન્ટ્રી ફી ભારતીયો માટે 40 રૂ અને વિદેશીઓ માટે 85 રૂ છે.
જાખૂ મંદિર
શિમલાની નજીકમાં સમુદ્રસપાટીથી 8 હજાર ફીટની ઊંચાઈ પર જાખૂ મંદિર આવેલું છે. આ મંદિરે પહોંચવા માટે થોડું ચાલવું પડે છે. પણ મંદિર પરથી જે નજારો જોવા મળે છે તે બધો જ થાક ભુલાવી દે છે! અહીં હનુમાનજીની 30 મીટર ઊંચી પ્રતિમા પણ ખૂબ આકર્ષક છે. આ મંદિર સવારે 5 થી 12 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. પહેલા દિવસના છેલ્લા પ્રવાસન સ્થળ તરીકે આ જગ્યા પરફેક્ટ છે.
દિવસ બે
કુફરી
શિમલાથી 20 કિમીના અંતરે આ ખૂબ સુંદર જગ્યા આવેલી છે. શિમલાથી સવારથી સાંજ માટે કુફરી અને નાલદેહરા ફરવાનો પ્લાન બનાવી શકાય છે.
કુફરી ફન વર્લ્ડ
એડવેન્ચરના શોખીન હોય તેને આ જગ્યા ખૂબ પસંદ પડશે. અહીં ગો-કાર્ટ એક્ટિવિટી થાય છે. વળી, અહીં હિમાલયના પહાડોમાં એડ્રેનાલાઇન કરવાની પણ સુવિધા છે. આ પાર્કની એન્ટ્રી ફી 500 રૂ પ્રતિ વ્યક્તિ છે જેમાં 3 કલાક રહી શકાય છે. તે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પરિવાર સાથે આ પાર્કમાં એક્ટિવિટીઝ કરવાની ખૂબ મજા આવે છે.
મહાસુ પીક
કુફરીની સૌથી ઊંચી જગ્યા એટલે મહાસુ પીક. અહીં પહોંચવા માટે તમે ટ્રેકિંગ કરી શકો છો અથવા ઘોડા કે ખચ્ચરની મદદથી પણ જઈ શકો છો. અહીંથી બદ્રીનાથ, કેદારનાથ સહિત અનેક પહાડીઓના ઉત્કૃષ્ટ દ્રશ્યો જોવા મળે છે.
દિવસ ત્રણ
ચેલ
શિમલાથી 45 કિમી દૂર આવેલી આ જગ્યા મિસ કરવા જેવી નથી. શિમલાથી સવારે નીકળી આ જગ્યા ફરીને અહીં રાત્રિ રોકાણ કરી શકાય છે.
કાલી ટિબ્બા હિલ ટોપ
આ એક ખૂબસુરત પહાડી છે જ્યાં પહોંચવા માટે હાઇકિંગ કરીને જવું પડે છે. અહીંથી 360 ડિગ્રી પર પ્રકૃતિની અવર્ણનીય સુંદરતા જોવા મળે છે. ફોટોગ્રાફર્સ માટે તો જાણે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીંથી ચૂર ચાંદની અને શિવાલીક રેન્જના પહાડો પણ જોવા મળે છે.
દુનિયાનું સૌથી ઊંચું સ્ટેડિયમ
ચેલની મુખ્ય બજારથી માત્ર 2 કિમીના અંતરે સમુદ્રસપાટીથી 2144 મીટરની ઊંચાઈએ વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. તે વિશાળ દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું છે અને અહીંથી સતલુજ ઘાટી, કસોલી અને શિમલાના શાનદાર દ્રશ્યો જોવા મળે છે.
ક્યાં રહેવું?
શિમલામાં નાની-મોટી બધી જ પ્રકારની હોટેલ્સ ઉપલબ્ધ છે.
સ્પ્રિંગફિલ્ડ શિમલા: કિંમત રૂ 6000 થી શરુ
વાઇલ્ડફ્લાવર હૉલ: કિંમત 18,000 રૂથી શરુ
ભોજન માટે:
શિમલામાં મોલ રોડ પર વેક ઔર બેક કાફે છે જ્યાં તમામ પ્રકારની ડિશિઝ મળી રહે છે. ઉપરાંત આ જ રોડ પર કૃષ્ણા બેકર્સ નામનું એક નાનકડું આઉટલેટ છે જ્યાંનું ચાઈનીઝ ફૂડ બહુ પ્રખ્યાત છે.
કુફરીમાં ભોજન માટે:
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શિમલા કરાર માટે જાણીતી જગ્યાએ અહીં HPTDCની હોટેલ છે જ્યાં સ્વાદિષ્ટ ભારતીય ભોજન મળે છે.
ચેલમાં રોકાણ માટે:
હોટેલ એકાંત: કિંમત 4500 રૂથી શરુ
VUE મેગીક્યૂ રિસોર્ટ્સ એન્ડ કેમ્પસ: કિંમત રૂ 3000થી શરુ
ચેલમાં ભોજન માટે:
ચેલ પેલેસ રેસ્ટોરાં અહીંથી ભોજન માટે શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે.
કંડાઘાટ-ચેલ-કુફરી રોડ પર જનેઘાટમાં સોની કા ઢાબામાં ઘરનું ભોજન મળે છે. હિમાચલી લોકલ ફૂડ ખાવા માટે આ આદર્શ જગ્યા કહી શકાય.
શિમલા જવા માટે શ્રેષ્ઠ સમય:
માર્ચથી જૂનમાં તાપમાન 15 થી 30 ડિગ્રી જેટલું હોય છે જેથી આ શ્રેષ્ઠ સમય છે.
.