છેલ્લા કેટલાક વર્ષોથી સાસણગીર ગુજરાતીઓને ફરવા માટેનું ફેવરિટ સ્થળ બની ગયું છે. ઉનાળાનું વેકશન હોય કે પછી દિવાળીની રજાઓ હોય અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી લોકો ફેમિલી સાથે સાસણગીર અને સોમનાથ પહોંચી જાય છે. સાસણગીરની લોકપ્રિયતા વધવાના કેટલાક કારણો છે. જેમાં એક કારણ તો સિંહ સફારી છે. સિંહોને નજીકથી નિહાળવાની અતૃપ્ત ઇચ્છા. અમદાવાદીઓ વાંરવાર સિંહોને જોવા માટે સાસણગીર જવાનું વધારે પસંદ કરે છે અને બીજું કારણ સોમનાથ મહાદેવના દર્શન.
આ સિવાય જુનાગઢમાં ભવનાથ અને દીવ પણ સાસણથી નજીક હોવાથી એક સાથે બે કામ થઇ જાય, એક તો સિંહના દર્શન અને બીજું દીવના દરિયામાં વોટર સ્પોર્ટ્સની મજા. સાસણગીરમાં રહેવા માટે અનેક હોટલ, રિસોર્ટ્સ, ફાર્મ હાઉસ ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને એક એવા રિસોર્ટ વિશે જણાવીશું જેમાં વોટર પાર્ક હોવાથી આકરી ગરમીથી તમને રાહત આપશે અને બીજું તે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ એક ઉત્તમ જગ્યા છે. તો આવો આ રિસોર્ટ વિશે વધુ જાણીએ.
વિશાલ લોર્ડ્સ ઇન, ગ્રીન વુડ રિસોર્ટ
વિશાલ ગ્રીન વુડ રિસોર્ટની વાત કરીએ તો આ રિસોર્ટ અમદાવાદથી 351 કિલોમીટર, જુનાગઢ જિલ્લાના મેંદરડાથી 10 કિલોમીટર આગળ અને સાસણથી 14 કિલોમીટર પહેલા મધુવંતી ડેમના કિનારા પર માલણકામાં આવેલો છે. આ રિસોર્ટ 77 વીઘા જમીન પર ફેલાયેલો છે. આ રિસોર્ટમાં જીમ, ગેમિંગ ઝોન, સ્વીમિંગ પુલ, થિયેટર, વોટર પાર્ક અને વોકિંગ એરિયા આવેલો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં વોટર પાર્કની સુવિધા ધરાવતો તે એક માત્ર રિસોર્ટ છે.
ડેસ્ટિનેશન વેડિંગ માટે અમદાવાદના ધનિકો મોટાભાગે રાજસ્થાન જતા હોય છે પરંતુ જંગલની વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય તો વિશાળ ગ્રીનવુડ એક બેસ્ટ જગ્યા છે. અહીં મેરેજ હોલ અને ચાર પાર્ટી પ્લોટ છે. અહીં જીઆરસી પર બનાવેલો 1000 બેઠકનો મોટો હોલ બનાવવામાં આવ્યો છે. અત્યારે અહીં 150થી વધુ રૂમ છે તેમજ બીજા 125 રૂમ બની રહ્યા છે. 500 માણસો સાથે લગ્ન કરવું હોય તો અહીં કરી શકાય તેવી તમામ સુવિધા છે. હાલ અહીં કેદારનાથ જેવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.
કેવી છે સુવિધા
વીકેન્ડમાં કે વેકેશનમાં જો તમે અહીં આવો છો તો બ્રેકફાસ્ટ, લંચ, ડીનર, હાઇટી સાથે એક રાત રહેવાનો ખર્ચ 5000 રૂપિયાની આસપાસ થાય છે. જો કે સીઝન અનુસાર તેમાં ફેરફાર થઇ શકે છે. શનિવારે રાતે તમને અહીં સીદી લોકોનું નૃ્ત્ય પણ જોવા મળશે. રિસોર્ટમાં 100 સીટ સાથેનું થિયેટર પણ છે. જેમાં તમે મૂવી જોઇ શકો છો.
ગેમિંગ ઝોનમાં તમે ચેસ, કેરમ, સ્નૂકર રમી શકો છો. ક્રિકેટ ગ્રાઉન્ડ અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. બાળકો અને મોટાઓ માટે અહીં અલગ-અલગ સ્વિમિંગ પુલ છે. આ સિવાય ડિસ્કોથેક, સ્પા, જોગિંગ ટ્રેક, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ, 24 કલાક રૂમ સર્વિસ, રિસોર્ટના ડાઇનિંગ હોલમાં એકસાથે 150 લોકો બુફે લંચ કે ડીનર લઇ શકે છે. વાનગીઓની વાત કરીએ તો તમને અહીં કાઠિયાવાડી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ભોજન માણવા મળશે.
કેવી છે રૂમની સુવિધા
રૂમની વાત કરીએ તો અહીં શ્યૂટ, એલિટ, પેવેલિયન, રોયલ વિલા, એક્ઝિક્યૂટિવ વિલા, ડિલક્સ વિલા એમ અલગ અલગ પ્રકારના રૂમ છે. જેમ કે વિશાલ શ્યૂટમાં ચારથી આંઠ લોકો રહી શકે તેવો બાલ્કની સાથેનો રૂમ છે. જેમાં વર્કિંગ ડેસ્ક, આરામદાયક સીટિંગ એરિયા, લેવિશ બાથરૂમ, વાઇફાઇ, એસી, એલઇડી ટીવી તેમજ ગરમ અને ઠંડા પાણીની સુવિધા છે. રૂમમાં તમને ટી-કોફી મેકરની સુવિધા પણ મળશે. રૂમનું વુડન વર્ક તમારુ મનમોહી લેશે. એલિટ રૂમમાં તમને ગાર્ડન અને સ્વિમિંગ પુલનો વ્યૂ મળે છે અને ચાર લોકો આરામથી રહી શકે છે. રોયલ અને એક્ઝિક્યૂટિવ વિલા પણ 335 ચોરસ ફૂટના વિશાળ રૂમ છે.
રિસોર્ટમાં મીની જંગલ
સાસણના જંગલ ઉપરાંત તમને વિશાલ ગ્રીનવુડ રિસોર્ટમાં પણ એક મિનિ જંગલ જોવા મળે છે. અહીં 70 હજાર જેટલો વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં ફળ, ફુલ, વેલ વગેરે વિવિધ જગ્યાએથી લાવીને ઉછેરવામાં આવ્યા છે. અહીં 160 જેટલી નાળિયેરી, 100થી વધુ જામફળ, 450 આંબાના વૃક્ષો છે. આ ઉપરાંત દરેક કોટ પર ફળોના ઝાડ આવેલા છે. તમને અહીં દાડમ, સીતાફળ, જાંબુ, લીંબુના વૃક્ષો પણ જોવા મળે છે. ઉનાળામાં કેરીની સીઝનમાં તમને અહીંની કેસર કેરીના રસનો સ્વાદ જરુર માણવા મળશે. અમદાવાદ જેવા મહાનગરોના લોકોને તો હવે પક્ષીઓ કે તેના માળા જોવા માટે પણ નજીકના ગામમાં કે જંગલમાં જવું પડે છે ત્યારે અહીં સુગરીના 200 જેટલા માળા આવેલા છે. જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
રિસોર્ટમાં ફાયર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રિસોર્ટમાં દરેક જગ્યાએ તમને ચોખ્ખાઇ દેખાશે. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ક્યાંક પણ ગંદકી તમને અહીં જોવા નહીં મળે. રિસોર્ટમાં હરિયાળીને જાળવી રાખવા માટે 10 જેટલા માળી રાખવામાં આવ્યા છે. ટ્રેકટર દ્વાર રોજેરોજ કચરો ઉઠાવવામાં આવે છે. અહીં 12 જેટલી ગીર ગાયો છે જેના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ બગીચામાં ખાતર તરીકે કરવામાં આવે છે. અહીંના રસોડામાં જે શાકભાજીનો ઉપયોગ થાય છે તે બિલકુલ ઓર્ગેનિક છે અને બાજુના વાડીમાં જ ઉગાડવામાં આવે છે. નજીકના મેંદરડા ગામમાં ડોક્ટરની સુવિધા પણ છે. ઇમરજન્સીમાં 10 મિનિટમાં મેંદરડા પહોંચી શકાય છે. રિસોર્ટમાં કુલ 125 જણનો સ્ટાફ છે.
જંગલ વિસ્તાર હોવાથી કોઇ જંગલી જાનવર ન પ્રવેશે તે માટે રિસોર્ટમાં 12 ફૂટ ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. અહીં સિદ્ધેશ્વર મહાદેવને પ્રથમ થાળ અપર્ણ કર્યા પછી જ ડાઉનિંગ હોલમાં પ્રવાસીઓને ભોજન પીરસવામાં આવે છે. દિવાળી, નાતાલ જેવા દિવસોમાં અહીં ખુબ ભીડ રહેતી હોય છે. એટલે એડવાન્સ બુકિંગ કરાવીને અહીં આવવું જોઇએ.
નજીકમાં ફરવા લાયક સ્થળો
સાસણગીર લાયન સફારી
દેવળિયા સફારી પાર્ક
ગિરનાર પર્વત
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય
કનકાઇ માતા મંદિર
સોમનાથ મંદિર
જમજિર વોટરફોલ
ભવનાથ મંદિર
તુલસીશ્યામ મંદિર
સ્વામિનારાયણ મંદિર
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો