CGH Earth – કોકોનટ લગૂન
કૂટનાદ વિસ્તારમાં 30 એકરમાં આવેલી આ પ્રોપર્ટી કોઈ પણ એંગલથી વેનિસથી કમ નથી. આધૂનિકતાથી ન અંજાયેલું કોકોનટ લગૂન એ ચોખાના વાવેતર ની જગ્યા એ આવેલું એક યુનિક ફરવાનું સ્થળ છે. વેનિસ જેવા આ રિસોર્ટમાં ઘણી જગ્યાઓએ વેનિસ ની જેમ જ કેનાલ પસાર થાય છે. અજાણ્યા સ્વર્ગ જેવુ લાગે છે, નહિ?!
કોના માટે બેસ્ટ
આમ તો કોઈ પણ વ્યક્તિ માટે આ જગ્યા છે પરંતુ કપલ અને ફેમિલી માટે શ્રેષ્ઠ છે. આ લોકોને અહિયાં રિસોર્ટની જગ્યા અને ડિઝાઇનના કારણે સૌથી વધુ મજા આવશે.
કોકોનટ લગૂન વિષે
કેરળ એ સ્વર્ગ જેવુ તો છે જ પરંતુ ત્યાં પણ સૌથી સારી જગ્યા કઈ? અરુંધતી રોયની “ગોડ ઓફ સ્મોલ થિંગ્સ”માં વર્ણવેલું કુમારકોમનું વેંબનાદ સરોવર અને ત્યાં પણ કોકોનટ લગૂનથી સુંદર જગ્યા કોઈ જ નથી.
આ હેરિટેજ રિસોર્ટ વેંબનાદ સરોવરના કિનારે જ છે. કવંતીકારા જેટી એ થી માંડ 10 મિનટ્સ ના અંતરે આવેલું કોકોનટ લગૂન એ પ્રાચીન અને આધુનિક ડિઝાઇનનો સમન્વય છે. અને એટલે જ તમને દરેક પ્રકારના માનવીય અનુભવો અહી થાય છે.
વિશિષ્ટ પ્રકારની સુંદરતા અને અજોડ આગતા સ્વાગતા સાથે અહિયાં તમારું સ્વાગત થાય છે. અહિયાં 3 પ્રકારના રૂમ્સ છે : હેરિટેજ બંગલો, હેરિટેજ મેન્શન, અને પ્રાઇવેટ પૂલ સાથેનો વિલા.
તમારા ગ્રુપની સંખ્યા પ્રમાણે તમે કોઈ પણ રૂમ પસંદ કરી શકો છો. દરેકમાં મિનીબાર, ચા કોફીની વ્યવસ્થા, ટેલિફોન, ઇસ્ત્રી અને સેફ ડિપોઝિટ બોક્સ ની સુવિધા ઉપલબ્ધ છે. ફર્નિચર એકદમ ક્લાસી છે અને વિશાલ બારીઓમાંથી ઊગતા સૂરજના તમારા રૂમમાં પડતાં કિરણોનો અનુભવ અદભૂત છે. અને રાત્રિના સમયમાં કેનાલમાંથી આવતો પાણીનો મધુર સ્વર તમને મીઠી નિંદર આપશે.
કિમત: હેરિટેજ બંગલો – 15000 , હેરિટેજ મેન્શન 17000 , અને પ્રાઇવેટ પૂલ સાથેનો વિલા – 28000. દરેકમાં બ્રેકફાસ્ટ સાથે જ આવી જાય છે.
એડવાન્સ રકમ આપ્યા વિના અહીં રૂમ બૂક કરો.
ખોરાક
અહિયાં અવનવી સ્પેશિયાલિટીસ સાથેની 3 રેસ્ટોરન્ટ આવેલી છે. મલ્ટી ક્વિઝિન એટુકેટુ, મલબારી ક્વિઝિન માટે બ્રીઝ, અને સી ફૂડ માટે અયમાનમ. અને અહિયાં પર્લ સ્પોટ ફિશ તો જરૂરથી ખાજો જ.
કોકોનટ લગૂનમાં શું શું કરવું
અહીંના સ્થાનીય રંગોમાં ખોવાઈ જાઓ
જો તમે સવારે વહેલા ઉઠી શકો તો તમને તમારા વિલાની બહાર જ કેરળની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટું જોવા મળી જશે! અને અહિયાં સાંજે પણ કથકલી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકાય છે. અને તમે પોતે પણ અહિયાં તબલા શીખી શકો છો.
સ્પા નો આનંદ ઉઠાવો
તમારા સ્વજન સાથે સમય પસાર કરવા અહિયાં ગેમ રૂમ, ટીવી રૂમ, અને બાળકોનું મેદાન પણ છે. અહીનું બટરફ્લાઇ ગાર્ડન સવારે ટહેલવા માટે બેસ્ટ છે. અને આયુર્વેદ સ્પા તો ખરું જ!
ઓલ્ડ ક્યૂર્યોસિટી શોપ પર સુવેનિયર ખરીદો
આ લાકડાંની નાનકડી દુકાન રેસોર્ટથી માત્ર થોડા જ અંતરે છે જ્યાંથી તમે હેન્ડીક્રાફ્ટ, ડ્રેસ, દાગીનાઓ, અને અન્ય સુવેનિયર ખરીદી શકો છો. અગરબત્તી અને સાબુ પણ અહિયાં ખૂબ સારા મળે છે.
ક્રૂઝમાં ફરો અથવા બર્ડ સેન્ચ્યુરી ફરવા જાઓ
મહેમાનો મોટા ભાગે કુમારકોમ પક્ષી અભયારણ્ય જોવા માટે રિસોર્ટમાંથી બહાર નીકળે છે. તેના માટે અને એક સનસેટની ક્રૂઝ માટે તમને રિસેપ્શન પરથી જ માહિતી મળી રહેશે. આ ક્રૂઝ નો અનુભવ ચોક્કસ કરવા જેવો છે. સનસેટ ની સુંદરતા જોતાં જોતાં સુમધુર વાંસળી પણ સાંભળવા મળે છે આ ક્રૂઝ પર. તમને અહિયાં ખૂબ જ શાંતિ મળશે.
કેવી રીતે પહોંચવું
વિમાનમાર્ગ : અહીથી કોચીન એરપોર્ટ 75 કિમી દૂર છે જ્યાંથી આરામથી પ્રાઇવેટ ટેક્સી મળી રહે છે.
સડક માર્ગ : કુમારકોમ દરેક મોટા શહેર સાથે જોડાયેલું છે અને કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની ઘણી બસો અહિયાં ચાલે છે. મુન્નર, અલલપે, ઠેકદી અને કોચિ એમ દરેક શહેર સાથે કુમારકોમ વાહન માર્ગથી જોડાયેલું છે. અને બસ સ્ટેશન પહોંચ્યા પછી ટેક્સી કરીને કોકોનટ લગૂન પહોંચી શકાય છે.
ફરવાનો શ્રેષ્ઠ સમય:
આમ તો કેરળમાં આખા વર્ષ દરમિયાન ફરી શકાય છે પરંતુ આયુર્વેદ ટ્રીટમેન્ટ માટે જૂન થી ઓગસ્ટ વચ્ચેનો ચોમાસાનો સમય શ્રેષ્ઠ છે.
.